તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફ્રંટ ગિયર:ડ્રાઇવિંગ દરમિયાન કારની બ્રેક ફેલ થઈ જાય તો ગભરાવ નહીં, પરંતુ ત્રણ રીતે ગાડી રોકવાનો પ્રયત્ન કરો

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કાર ચલાવતી વખતે માઇન્ડ એક્ટિવ રહેવું ખૂબ જ જરૂરી છે. માઇન્ડ એક્ટિવ રહેવાથી ઘણીવાર આપણે એવી કન્ડિશનમાં આવી જઇએ છીએ કે એક્સિડન્ટ થઈ જાય છે. ઘણીવાર ડ્રાઇવિંગ દરમિયાન બ્રેક ફેલ થઈ જાય છે. આવી પરિસ્થિતિ બહુ ઓછી ઊભી થાય છે. પરંતુ તે સમયે શાંત રહેવું ખૂબ જ જરૂરી છે કારણ કે, જે લોકો આ સ્થિતિમાં કૂલ રહેતા તે મોટા અકસ્માતથી બચી જાય છે.

કારની બ્રેક ફેલ થવાની સ્થિતિમાં તમારે શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ એ બંને વિશે અહીં જણાવવામાં આવ્યું છે. જો કે, આ સ્થિતિમાં સંયમ જાળવવો સૌથી મહત્ત્વપૂર્ણ છે. જો તમે ગભરાઈ જશો તો એક્સિડન્ટ થવાની સંભાવના વધી જાય છે.

પહેલા જાણો કયા કારણોસર બ્રેક ફેલ થઈ જાય છે?

  • કારની બ્રેક ફેલ થઈ જવાના જેટલા કેસ સ્ટડી કરવામાં આવ્યા તેમાં બે મુખ્ય કારણો સામે આવ્યા છે. પહેલું કારણ ફ્લુઇડ ઓઇલ લીક થવું છે. તેમજ, બીજું કારણ છે બ્રેક માસ્ટરનું કામ ન કરવું.
  • જ્યારે પણ આપણે ડ્રાઇવિંગ દરમિયાન કારના બ્રેક પેડલને દબાવીએ તો બ્રેક ફ્લુઇડ એક હાઇડ્રોલિક પ્રેશર જનરેટ કરે છે, જે ટાયરમાં લાગેલી બ્રેક પેડ્સ સુધી જાય છે. જે કારમાં ડિસ્ક બ્રેક લાગેલી હોય છે તેમાં બ્રેક પેડ્સ ડિસ્કની બંને બાજુએ લાગેલાં પેડ્સથી ડિસ્ક પર દબાણ બનાવે છે, જેના કારણે વ્હીલ ફરવાનું બંધ થઈ જાય છે. તેમજ, જે કારમાં ડ્રમ બ્રેક હોય છે તેમાં બ્રેક પેડ્સ વ્હીલ્સ પર દબાણ રાખીને ગાડીને અટકાવી દે છે.

કારની બ્રેક ફેલ થઈ જાય તો શું કરવું?
એક્સિલરેટર અને ક્લચને દબાવો નહીં

કાર બ્રેક ફેલ થઈ જાય ત્યારે સૌપ્રથમ એક્સિલેટર પરથી પગ દૂર કરો. આ સાથે જ ક્લચ પણ ન દબાવો. ક્લચ દબાવવાથી ગાડી વધારે સ્મૂધ થઈ જાય છે.

ગિયર બદલો
બીજું કામ ગિયર ચેન્જ કરવાનું હોય છે. તમારે તમારી કારને પહેલા ગિયર પર લઇને આવવાનું છે. ગિયર ચેન્જ કરતી વખતે તમારે ક્લચ દબાવવાની જરૂર નથી. કાર જેવી પહેલા ગિયર પર આવશે એન્જિન પર લોડ પડશે અને સ્પીડ સ્લો થવા લાગશે.

બ્રેક પેડલ પર વારંવાર દબાવો
બ્રેક ફેલ થયા બાદ પણ બ્રેક પેડલને વારંવાર દબાવતા રહો. ઘણીવાર બ્રેક અટકી જાય છે. જો આવું થાય ત્યારે તે ફરીથી કામ કરવાનું શરૂ કરી દે છે.

હોર્ન વગાડો, લાઇટ ઓન કરો
તમારી સામેથી આવતી ગાડીને અલર્ટ કરવા માટે વારંવાર હોર્ન વગાડો. કારનો હેડલેમ્પ ચાલુ કરો. તેમજ, ઇમર્જન્સી લાઇટ પણ ચાલુ કરી દો.

એસી ઓન કરો, ગ્લાસ ડાઉન કરો
કારનું એસી ચાલુ કરી લો. જ્યારે હવામાન ઠંડું હોય ત્યારે એસી વિંગ્સનું ડાયરેક્શન તમારી બાજુથી કાઢી નાખો. આ સાથે જ કારના બધા ગ્લાસ ડાઉન કરી લો. તેનાથી બહારની હવા કારની અંદર આવશે, જે તેની ઝડપ ઘટાડશે.

ધીમે-ધીમે હેન્ડબ્રેક ખેંચો
હવે હેન્ડબ્રેક ખેંચવાનું કામ સૌથી મહત્ત્વપૂર્ણ છે. પરંતુ એ વાતનું ધ્યાન રહે કે તેને ધીમે-ધીમે ખેંચવાની છે. જેવી હેન્ડબ્રેક ઉપર જશે સ્પીડ સ્લો થવાનું શરૂ થઈ જશે.

ખાલી જગ્યાએ ગાડી લઈ જાઓ
આ સમય દરમિયાન તમારે એ પણ જોવું પડશે કે જો તમારી આસપાસ કોઈ ખાલી જગ્યા છે, જેમ કે કોઈ મેદાન અથવા કાદવ અથવા રેતીવાળી કોઈ જગ્યા છે, તો પછી તેને ત્યાં લઈ જાઓ. પરંતુ આ બધી જગ્યાઓ રસ્તાની સમાંતર હોવી જોઈએ, નહીં તો કાર પલટી મારી જશે.

કારની બ્રેક ફેલ થાય તો શું ન કરવું?
ગભરાશો નહીં
જો તમારી સાથે આવી સ્થિતિ પેદા થાય તો ગભરાઓ નહીં કારણ કે, જો તમે નિયંત્રણ ગુમાવી દીધું તો પછી તમે કોઈ પગલું ભરવા માટે સમર્થ નહીં રહો.
હેન્ડબ્રેક તુરંત ન ખેંચો
જો વાહનની સ્પીડ વધારે છે તો હેન્ડ બ્રેક તરત ન ખેંચવી જોઇએ. જો તમે તરત આવું કર્યું તો કાર પલટી ખાઈ જવાની સંભાવના વધી જશે.

કારને ક્યાંક અથડાતી બચાવો
ઘણા લોકો બ્રેક ફેલ થઈ જવાને કારણે ચાલતી ગાડીને રોકવા તેને કોઈ વસ્તુ સાથે અથડાવી દે છે. આવું કરવું રિસ્કી હોય છે. આમાં કાર તો ડેમેજ થશે જ પણ સાથે તમે કોઈ મોટા અકસ્માતનો ભોગ બની શકો છો.