SIAM રિપોર્ટ:ઓગસ્ટ 2021માં ગાડીઓનું ડોમેસ્ટિક વેચાણ 11% ઘટ્યું, પેસેન્જર વ્હીકલ સેગમેન્ટે 7.5% ગ્રોથ નોંધાવ્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM)એ ઓગસ્ટ 2021નો રિપોર્ટ બહાર પાડ્યો છે. SIAM રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ગયા મહિને ગાડીઓના ડોમેસ્ટિક વેચાણમાં 11.3%નો ઘટાડો થયો છે. ગયા મહિને કુલ 15,86,873 ગાડીઓ વેચાઈ હતી. ઓગસ્ટ 2020માં આ આંકડો 17,90,115 યૂનિટનો હતો. આમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર્સ, પેસેન્જર વ્હીકલ અને ક્વાડ્રીસાઈકલનો સમાવેશ થાય છે.

બીજીબાજુ, પેસેન્જર વ્હીકલ સેગમેન્ટના ડોમેસ્ટિક સેલ્સમાં ઓગસ્ટ 2021માં 7.5%નો ગ્રોથ જોવા મળ્યો છે. ગયા મહિને 2,32,224 યૂનિટ વેચાયાં હતાં, જે એક વર્ષ અગાઉ ઓગસ્ટ 2020માં 2,15,916 યૂનિટ હતા.

પ્રોડક્શન અને એક્સપોર્ટના આંકડા
SIAMના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ 2021માં 1,984,676 યૂનિટનું પ્રોડક્શન કરવામાં આવ્યું. જેમાં ટુ-વ્હીલરનાં 3,72,293 યૂનિટ એક્સપોર્ટ કરવામાં આવ્યાં. તેમજ, થ્રી-વ્હીલરમાં 36,915 યૂનિટ એક્સપોર્ટ કરવામાં આવ્યાં.

SIAMના ડાયરેક્ટર જનરલ રાજેશ મેનને જણાવ્યું કે, 'સપ્લાય ચેનમાં આવનારી ચેલેન્જિસના કારણે ભારતીય ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી દબાણ હેઠળ છે. ગ્લોબલ સેમિકન્ડક્ટરની અછત ચાલુ છે. હવે આ ઝડપથી ઓટો ઇન્ડસ્ટ્રીના પ્રોડક્શનને અસર કરી રહી છે. આ ઉપરાંત, હાઈ કોમોડિટી પ્રાઇસના વપરાશથી પ્રોડક્શનના ભાવ વધી રહ્યા છે.'

અન્ય સમાચારો પણ છે...