ડિસ્કાઉન્ટ / હ્યુન્ડાઈની ગાડીઓ પર ₹2.65 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે

Discounts of up to ₹ 2.65 lakh are being obtained on Hyundai trains

  • ઓટોમોબાઈલ બ્રાન્ડ્સ નવેમ્બરમાં પણ પોતાના ઘણાં મોડેલ પર ડિસ્કાઉન્ટ ઓફર આપી રહી છે
  • હ્યુન્ડાઈ ટક્સન  પર 2.64 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું
  • હ્યુન્ડાઈ એલાન્ટ્રા પર તમે કુલ 2.4 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો

Divyabhaskar.com

Nov 09, 2019, 05:48 PM IST

ઓટો ડેસ્ક. ભારતીય ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં અત્યારે મંદી ચાલી રહી છે. જો કે, ઓક્ટોબરમાં ફેસ્ટિવલ સિઝનના કારણે પરિસ્થિતિમાં થોડો સુધારો આવ્યો છે. ઓક્ટોબરમાં કારના વેચાણમાં વધારો થયો હતો તેને જાળવી રાખવા માટે ઓટોમોબાઈલ બ્રાન્ડ્સ નવેમ્બરમાં પણ પોતાના ઘણાં મોડેલ પર ડિસ્કાઉન્ટ ઓફર આપી રહી છે. દિગ્ગજ કાર નિર્માતા કંપની હ્યુન્ડાઈ પણ પોતાની ગાડીઓ પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

હ્યુન્ડાઈ ટક્સન
આ કાર પર 2.64 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટમાં કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ બોનસ પણ સામેલ છે. આ કાર 2.0 લીટર પેટ્રોલ અને ડીઝલ એન્જિનમાં ઉપલબ્ધ છે.

હ્યુન્ડાઈ એલાન્ટ્રા
આ કાર પર તમે કુલ 2.4 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. એલાન્ટ્રામાં 2.0 લીટરનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે હવે BS6 એમિશન નોર્મ્સને અનુરૂપ છે. આ એન્જિન 152hpનો પાવર અને 192Nm ટોર્ક જનરેટ કરે છે. તેની સાથે 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ટોર્ક કન્વર્ટ ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન ઉપલબ્ધ છે. BS6માં અપગ્રેડ થયા બાદ પણ તેની માઈલેજ ઓછી નથી થઈ. ફેસલિફ્ટ એલાન્ટ્રાની માઈલેજ 14.6 કિલોમીટર પ્રતિ લિટર છે. આ માઈલેજ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ બંનેમાં મળે છે.

ગ્રાન્ડ i10
આ કાર પર 80,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટમાં કેશ બેનિફિટ, એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ બોનસ સામેલ છે.

હ્યુન્ડાઈ વર્ના
ભારતીય માર્કેટમાં આ કારની ટક્કર હોન્ડા સિટી, મારુતિ સુઝુકી સિયાઝ જેવી કાર સાથે છે. આ કાર પર તમને 80,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ કાર 1.4 લીટર અને 1.6 લીટર પેટ્રોલ એન્જિન ઓપ્શનમાં ઉપલબ્ધ છે.

હ્યુન્ડાઈ i20
આ કાર ખરીદવાનું વિચારી રહ્યા હો તો અત્યારે આ કાર પર 80,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ કાર ભારતમા મારુતિ સુઝુકી બલેનો, ટોયોટા ગ્લેન્ઝા અને હોન્ડા જેવી કાર સાથે ટક્કર છે. કારનું નવું મોડેલ આવતા વર્ષે લોન્ચ થશે.

હ્યુન્ડાઈ સેન્ટ્રો
આ કાર પર કંપની 70,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ડ ઓફર કરી રહી છે. આ ડિસ્કાઉન્ટમાં કેશ બેનિફિટ, એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ બોનસ સામેલ છે.

હ્યુન્ડાઈ એલિટ i20
આ કાર પર 40,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. અન્ય કારની જેમ આ કાર પર પણ એક્સચેન્જ બોનસ, કેશ ડિસ્કાઉન્ટ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે.

હ્યુન્ડાઈ સેન્ટ્રો
આ કાર પર કંપની 70,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ ડિસ્કાઉન્ટમાં કેશ બેનિફિટ, એક્ટચેન્જ બોનસ અને કોર્પોરેટ બોનસ સામેલ છે.

X
Discounts of up to ₹ 2.65 lakh are being obtained on Hyundai trains
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી