ન્યૂ લોન્ચ:Detel કંપનીએ 'મેડ ઇન ઇન્ડિયા' ઇ-બાઇક Easy Plus લોન્ચ કરી, સિંગલ ચાર્જમાં 50 કિમીની રેન્જ આપતી આ બાઇકની કિંમત માત્ર 39,999 રૂપિયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું માર્કેટ દિવસે ને દિવસે હરણફાળ ભરી રહ્યું છે. માર્કેટમાં વિવિધ કંપનીઓ ઇલેક્ટ્રિક વ્હીકલ લઇને આવી રહી છે. તાજેતરમાં જ ઓલા મોબિલિટીએ તેનું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું હતું અને તેને બંપર બુકિંગ પણ મળ્યું છે. તો હવે માર્કેટમાં ભારતની બીજી એક કંપની પણ મેડ ઇન ઇન્ડિયા ઇલેક્ટ્રિક વ્હીકલ લઇને આવી રહી છે. Detel કંપનીએ તેની ઇ-બાઇક Detel e-Bike Easy Plus લોન્ચ કરી છે. આ સ્કૂટરની ખાસ વાત એ છે કે તેની કિંમત અનેક પેટ્રોલ બાઇક્સ કરતાં પણ ઓછી છે. કંપનીએ જાહેરાત કરી છે કે, તેની આ ઇ-બાઇક આખા દેશમાં વેચાશે. આ બાઇક ખરીદવા ગ્રાહકે Detel ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને બુકિંગ કરાવવાનું રહેશે. ગ્રાહક માત્ર 1,999 આપીને Detel EV Easy Plusનું બુકિંગ કરાવી શકે છે.

GST ઉમેર્યાં બાદ આ ઇ-બાઇકનો ભાવ 41,999 રૂપિયા
GST ઉમેર્યાં બાદ આ ઇ-બાઇકનો ભાવ 41,999 રૂપિયા

કિંમત
કંપનીએ EV ઇઝી પ્લસની કિંમત માત્ર 39,999 રૂપિયા રાખી છે. તેમાં GST ઉમેર્યાં બાદ તેનો ભાવ 41,999 રૂપિયા થશે. બુકિંગ અમાઉન્ટ આપ્યા પછી જ્યારે ડિલિવરી મળે ત્યારે ગ્રાહકે 40,000 રૂપિયા જ ચૂકવવાના રહેશે. કંપનીનું કહેવું છે કે, ગ્રાહકોએ આ અમાઉન્ટ ડિલિવરીના 7 દિવસ પહેલા ચૂકવવાની રહેશે.

ફીચર્સ
EV ઇઝી પ્લસ બે કલર સિલ્વર ગ્રે અને મેટાલિક રેડમાં ઉપલબ્ધ થશે. Detel ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટમાં જણાવ્યાનુસાર, EV ઇઝી પ્લસ સિંગલ ચાર્જિંગમાં 50 કિમી સુધીનું અંતર કાપી શકે છે. તેની ટોપ સ્પીડ કલાક દીઠ 25 કિમી છે. તેમાં રાઇડરની સીટ નીચે 20Ahની બેટરી આપવામાં આવી છે. તેને કોઇપણ 5 એમ્પિયર સ્લોટથી ચાર્જ કરી શકાય છે. આ બાઇકના બંને વ્હીલમાં ડ્રમ બ્રેક આપવામાં આવી છે. તેમજ, તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 170mm છે.

ગ્રાહકોને રોડસાઇડ આસિસ્ટન્ટ, સર્વિસિસ અને ઇન્શ્યોરન્સની સુવિધા મળશે
ગ્રાહકોને રોડસાઇડ આસિસ્ટન્ટ, સર્વિસિસ અને ઇન્શ્યોરન્સની સુવિધા મળશે

ફાઇનાન્સ ઓપ્શન પણ મળશે
Detel ઇન્ડિયાના જણાવ્યાનુસાર. ઇઝી પ્લસના ગ્રાહકોને રોડસાઇડ આસિસ્ટન્ટ, સર્વિસિસ અને ઇન્શ્યોરન્સની સુવિધા પણ આપવામાં આવશે. આટલું જ નહીં, જો ગ્રાહક આ ઇ-બાઇક ફાઇનાન્સ કરાવવા માગશે તો તે હપ્તેથી પણ આ બાઇક પોતાના ઘરે લઈ જઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...