તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Automobile
  • Details Of 3 Variants Of Toyota Cruiser Have Been Revealed Before The Launch, Priced Between શક્યતા 8.5 To ₹ 11.5 Lakh.

અપકમિંગ:લોન્ચિંગ પહેલાં ટોયોટા ક્રૂઝરના 3 વેરિઅન્ટની ડિટેલ્સ જાહેર થઈ, કિંમત ₹8.5થી ₹11.5 લાખ વચ્ચે રહેવાની શક્યતા

દિલ્હી10 દિવસ પહેલા
  • કંપની પ્રિ-બુકિંગમાં નો-કોસ્ટ પિરિયોડિક મેન્ટેનન્સનું રિસ્પેક્ટ પેકેજ આપી રહી છે
  • આ કારને મિડ, હાઈ અને પ્રીમિયમના ત્રણ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે

ટોયોટા તેની ઓલ ન્યૂ અર્બન ક્રૂઝર SUV (સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ) આ જ મહિને માર્કેટમાં લોન્ચ કરશે. રિપોર્ટમાં જણાવ્યાનુસાર, આ કાર 24 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. કંપનીએ તો આ કારનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે. ખાસ વાત એ છે કે પ્રિ-બુકિંગ કરનારા ગ્રાહકોને કંપની નો-કોસ્ટ પિરિયોડિક મેન્ટેનન્સનું રિસ્પેક્ટ પેકેજ આપી રહી છે. તેને મિડ, હાઇ અને પ્રીમિયમના ત્રણ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે.

કાર લોન્ચ થાય એ પહેલાં તેના ત્રણેય વેરિઅન્ટ સાથે જોડાયેલી ડિટેલ્સ સામે આવી ગઈ છે. આ ત્રણેય વેરિઅન્ટને મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે માર્કેટમાં ઉતારવામાં આવશે. ચાલો આ ત્રણેય વેરિઅન્ટ વિશે વિસ્તારપૂર્વક જાણીએ.

ટોયોટા અર્બન ક્રૂઝરનું એન્જિન
રિપોર્ટ્સ અનુસાર, અર્બન ક્રુઝરમાં 1.5 લિટરનું પેટ્રોલ એન્જિન આપવામાં આવશે, જેમાં પાવર 105PS અને ટોર્ક 138Nm હશે. આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ અને 4 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ હશે. SUVમાં SHVS માઇલ્ડ-હાઇબ્રિડ ટેકનોલોજી પણ મળશે. એન્જિન અને ગિયરબોક્સ બધા જ વેરિઅન્ટમાં એકસમાન છે.

અર્બન ક્રુઝર મિડ વેરિઅન્ટ: તેમાં LED પ્રોજેક્ટર હેડલેમ્પ, LED DRLs, LED ટેલલેમ્પ મળશે. કારમાં 16 ઇંચનું સ્ટીલ વ્હીલ, ડબલ-ડિન ઓડિયો સિસ્ટમ મળશે, જે USB, ઓક્સ અને બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે આવશે. કારમાં ઓડિયો કંટ્રોલ માઉન્ટ થયેલું સ્ટીયરિંગ મળશે. તે કી-લેસ એન્ટ્રી સાથે આવશે. તેમાં ઓટો ક્લાયમેટ કંટ્રોલ મળશે.

અર્બન ક્રુઝર હાઇ વેરિઅન્ટ: તેમાં મિડ વેરિઅન્ટના તમામ ફીચર્સ મળશે. તેના એડિશનલ ફીચર્સમાં 16 ઇંચના એલોય વ્હીલ્સ, 7.0 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સામેલ હશે, જે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ સાથે આવશે. ક્રૂઝ કંટ્રોલ ડ્રાઇવિંગ માટે ઉપલબ્ધ રહેશે.

અર્બન ક્રુઝર પ્રીમિયમ વેરિઅન્ટ: તેમાં મિડ અને હાઇ વેરિઅન્ટના ફીચર્સ સાથે એડિશનલ LED ફોગ લેમ્પ્સ મળશે. તેમજ, 16 ઇંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સ મળશે. ઓટો ડિમિંગ ઇનસાઇડ રિઅર વ્યૂ મળશે. આ ઉપરાંત, તેમાં રેન સેન્સિંગ વાઇપર્સ પણ હશે.

કલર ઓપ્શનઃ અર્બન ક્રૂઝર કુલ 9 કલર ઓપ્શનમાં ખરીદી શકાશે. તેમાં 6 સિંગલ અને 3 ડ્યુઅલ-ટોન કલર્સ સામેલ છે. સિંગલ કલરમાં સની વ્હાઇટ, આઇકોનિક ગ્રે, સુવે સિલ્વર, રસ્ટિક બ્રાઉન, સ્પંકી બ્લુ અને ગ્રુવી ઓરેન્જ સામેલ છે. તેમજ, ડ્યુઅલ-ટોન કલરમાં રસ્ટિક બ્રાઉન + સિઝલિંગ બ્લેક રૂફ, ગ્રુવી ઓરેન્જ + સની વ્હાઇટ રૂફ અને સ્પંકી બ્લુ + સિઝલિંગ બ્લેક રૂફ સામેલ છે.

કાર બુકિંગ પ્રોસેસ
જો તમે આ SUV બુક કરવા માગતા હો તો તમે ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે બુક કરાવી શકો છો. ઓફલાઇન બુકિંગ માટે તમારે ટોયોટા ડીલરશિપ પર જવું પડશે. તેમજ, ઓનલાઇન માટે કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે. બંને જગ્યાએ ગ્રાહકે 11,000 રૂપિયાની ટોકન અમાઉન્ટ જમા કરાવવાની રહેશે.

ઇન્ડિયન માર્કેટમાં આ ગાડીઓ સાથે ટક્કર
ટોયોટા અર્બન ક્રુઝર ઇન્ડિયન માર્કેટમાં મારુતિ સુઝુકી બ્રેઝા, ફોર્ડ ઇકોસ્પોર્ટ, હ્યુન્ડાઇ વેન્યૂ, કિઆ સોનેટ, ટાટા નેક્સન અને મહિન્દ્રા XUV300 સાથે સ્પર્ધા કરશે. એવું માનવામાં આવે છે કે અર્બન ક્રુઝરની એક્સ શો રૂમ કિંમત 8.5થી 11.5 લાખ રૂપિયા રાખવામાં આવી શકે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો