ડિમાન્ડ:મોંઘું હોવા છતાં બજાજ ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરના વેચાણમાં 465% ગ્રોથ નોંધાયો, આ સ્કૂટરથી વાર્ષિક ₹30 હજારની બચત થાય છે

8 મહિનો પહેલા
 • કૉપી લિંક

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડે હવે જોર પકડવાનું શરૂ કર્યું છે. ઇ-સ્કૂટર્સ હવે ઓફિસ અને દૈનિક ઉપયોગ માટે લોકોની પ્રથમ પસંદગી બની રહ્યા છે. આનું સૌથી મોટું કારણ પેટ્રોલના ભાવ વધવાનું છે. બજાજ ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરે આ દરમિયાન વેચાણનો નવો રેકોર્ડ બનાવ્યો છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, એપ્રિલ મહિના દરમિયાન આ ઇ-સ્કૂટરના વેચાણમાં માસિક ધોરણે 464.44% નો વધારો થયો છે.

મળતી માહિતી મુજબ, બજાજ ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરના 90 યૂનિટ માર્ચ દરમિયાન વેચાયાં હતાં. એપ્રિલમાં આ આંકડો વધીને 508 યૂનિટ થઈ ગયો છે. તેના વેચાણના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે, આ ઇ-સ્કૂટર પોપ્યુલર થઈ રહ્યું છે. માર્ચમાં TVSના ઇ-સ્કૂટર iQubeના 308 યૂનિટ વેચાયાં હતાં.

બજાજ ઇલેક્ટ્રિકના નવા ભાવ

વેરિઅન્ટજૂની કિંમતનવી કિંમત
પ્રીમિયમ1.20 લાખ રૂપિયા1.45 લાખ રૂપિયા
અર્બન1.15 લાખ રૂપિયા1.43 લાખ રૂપિયા

95 કિમી સુધીની રેન્જ મળે છે
ચેતકમાં પહેલાંની જેમ જ 3 kWh લિથિયમ -આયન બેટરી આપવામાં આવી છે, જે 3.8 kW ઇલેક્ટ્રિક મોટર સાથે જોડાયેલી છે. તે 5.5PSનો મેક્સિમમ પાવર જનરેટ કરે છે. ઈકો મોડમાં મેક્સિમમ 95 કિમી અને સ્પોર્ટ મોડમાં 85 કિમીની રેન્જ આપે છે.
5 Amp આઉટલેટ દ્વારા બેટરીને 100% સુધી ચાર્જ કરવામાં લગભગ 5 કલાકનો સમય લાગે છે. કંપની બેટરી પર 3 વર્ષ અથવા 50,000 કિમીની વોરંટી આપે છે અને ઇલેક્ટ્રિકલ્સને IP67 રેટ કરવામાં આવે છે.

સ્કૂટર્સ ઘણાં એડવાન્સ્ડ ફીચર્સથી સજ્જ
સ્કૂટરમાં ઓલ LED લાઇટ્સ (હેડલેમ્પ્સ, DRLs, ટર્ન ઈન્ડિકટર્સ, ટેલલાઇટ્સ), ફ્રંટ ડિસ્ક બ્રેક્સ અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર (બ્લૂટૂથ દ્વારા સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે) સાથે રિજનરેટિવ બ્રેકિંગ બ્રેકિંગ પણ આપવામાં આવી છે.

ચેતકની બંને બાજુ 12 ઇંચના એલોય વ્હીલ્સ, આગળના ભાગમાં 90/90 ટાયર અને પાછળના ભાગમાં 90/100 ટાયર (બંને ટ્યુબલેસ) આપવામાં આવ્યાં છે. ફ્રંટ-વ્હીલને એક લીડિંગ-લિંક-ટાઇપ સસ્પેન્શન મળે છે, જ્યારે પાછળના વ્હીલને મોનોશોક સસ્પેન્શન મળે છે. સ્કૂટરમાં રિવર્સ ગિયર પણ ઉપલબ્ધ છે.

ભારતમાં ચેતકના કોમ્પિટિટર્સ
બજાજ ચેતક ઇલેક્ટ્રિક ઇન્ડિયન માર્કેટમાં અથર 450 પ્લસ અને આથર 450 X સાથે સ્પર્ધા કરે છે. આ બંને સ્કૂટરના ભાવ અનુક્રમે 1.40 લાખ અને 1.59 લાખ રૂપિયા છે. તેમજ, TVSનું iQube પણ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ માટે એક નવો ઓપ્શન છે. તેની કિંમત 1.36 લાખ રૂપિયા છે.

EVથી વર્ષમાં કેટલા રૂપિયાની બચત થશે અને તે કેટલા વર્ષમાં ફ્રી પડી જશે?

 • કોઈપણ ઇલેક્ટ્રિક વાહન ખરીદવા સાથે સંકળાયેલું આ સૌથી અગત્યનું ગણિત છે કારણ કે, એકવાર ગ્રાહક તેને સમજી જાય તો તે દર વર્ષે હજારો રૂપિયાની બચત કરશે. તમારી બચત કેટલી હશે તે યૂનિટ દીઠ વીજળી પર આધારિત છે. આ ગણિતને ઉદાહરણ સાથે સમજો...
 • તમે એક ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ખરીદ્યું છે જેની કિંમત 1 લાખ રૂપિયા છે.
 • તમારા શહેરમાં 1 યૂનિટ વીજળીની કિંમત 8 રૂપિયા છે. EVને ફુલ ચાર્જ કરવામાં લગભગ 2 યૂનિટ પૂરાં થઈ જાય છે.
 • ત્યારબાદ યૂનિટ દીઠ 8 રૂપિયાના દરે એક દિવસ માટે EV ચાર્જ કરવામાં 2 યૂનિટ વપરાય છે. એટલે કે 16 રૂપિયા ખર્ચ થશે.
 • માની લો કે EV 16 રૂપિયાના ખર્ચે 50થી 70 કિમીની રેન્જ આપે છે.
 • હવે 1 દિવસમાં 16 રૂપિયા ખર્ચ થયા. તેથી, એક મહિનામાં 16 રૂપિયા x 30 દિવસ = 480 રૂપિયા ખર્ચ થશે.
 • આપણે રાઉન્ડ ફિગરમાં 480 રૂપિયાને બદલે એક મહિનાનો 500 રૂપિયા ખર્ચ માનીશું.
 • આ મુજબ, એક વર્ષમાં 12 મહિના x 500 રૂપિયા = 6,000 રૂપિયા ખર્ચ થશે.
 • માની લો કે તમે પેટ્રોલ કારમાં દરરોજ 100 રૂપિયા ખર્ચતા હો તો પછી તમે દર મહિને 3,000 રૂપિયા ખર્ચ્યા છે.
 • આ રીતે, પેટ્રોલ કારની કિંમત 12 મહિના x 3000 રૂપિયા = એક વર્ષમાં 36,000 રૂપિયા થાય છે.
 • એટલે કે, 36,000 રૂપિયામાંથી 6,000 રૂપિયા EV પેટ્રોલ કારના ઘટાડવામાં આવે તો એક વર્ષમાં 30,000 રૂપિયાની બચત થાય છે.
 • આ રીતે તમે 3.2 વર્ષમાં એટલે કે 38 મહિનામાં 1 લાખ રૂપિયાની EV ફ્રીમાં પડી જશે.
 • એ જ રીતે, તમે ફોર વ્હીલરમાં પેટ્રોલ/ડીઝલથી થતા ખર્ચથી ઇલેક્ટ્રિક કારથી થતી બચત કાઢી શકો છો.
 • EVની બેટરી પર કંપનીઓ 50 હજારથી 1 લાખ કિલોમીટર અથવા તો 5 વર્ષની વોરંટી આપે છે. તેમજ, આખા વર્ષ દરમિયાન તેની જાળવણી માટે પણ કોઈ ખર્ચ થતો નથી. એટલે કે, પહેલું મેન્ટેનન્સ આવે તે પહેલાં તમારી ગાડી ફ્રીમાં પડી જશે.