તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્રંટ ગિયર:એન્ટ્રી લેવલથી લઇને લક્ઝુરિયસ ગાડીઓમાં થ્રી-સિલિન્ડર એન્જિનની ડિમાન્ડ વધી રહી છે, તેના ફાયદા અને નુકસાન શું છે જાણો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ ફક્ત એન્ટ્રી લેવલ કાર જેવી કે અલ્ટો-ઇઓનમાં જ થ્રી-સિલિન્ડર એન્જિન આવતું હતું
  • અત્યારે એન્ટ્રી લેવલથી લઇને લક્ઝરી કાર સુધી દરેક ગાડીમાં થ્રી-સિલિન્ડર એન્જિન આવી રહ્યું છે

જો તમે કાર લવર હો તો એક પ્રશ્ન ચોક્કસપણે તમારા મનમાં આવ્યો હશે કે આજકાલ થ્રી સિલિન્ડર એન્જિનનું ચલણ કેમ વધી ગયું છે. અગાઉ જ્યાં અલ્ટો અને હ્યુન્ડાઇ ઇઓન એન્ટ્રી લેવલ ગાડીઓમાં 3 સિલિન્ડર એન્જિન આવતું હતું, જે નાનું હોવાની સાથે સારી એવરેજ પણ આપતું હતું. એ જ રીતે અત્યારે થ્રી સિલિન્ડર એન્જિન હવે દરેક સેગમેન્ટની ગાડીઓમાં જોવા મળી જાય છે, પછી ભલે તે એન્ટ્રી લેવલ ગાડી હોય કે BMW જેવી લક્ઝુરિયસ ગાડી હોય. દરેક પાસે આજની તારીખમાં થ્રી સિલિન્ડર એન્જિન અવેલેબલ છે. તો આવું કેમ? ચાલો તેનું કારણ સમજીએ.

દરેક એન્જિન ફોર સ્ટ્રોક પ્રિન્સિપાલ પર કામ કરે છે

સૌપ્રથમ ચાલો એન્જિન કેવી રીતે કાર્ય કરે છે તે વિશે સમજીએ. એન્જિન ફોર સ્ટ્રોક પ્રિન્સિપાલ પર કામ કરે છે. એન્જિનમાં સિલિન્ડર હોય છે અને દરેક સિલિન્ડરમાં ચાર સ્ટ્રોક પ્રોસેસ હોય છે. પિસ્ટનની ઉપરથી નીચે અથવા નીચેની ઉપરની ગતિને સ્ટ્રોક કહેવામાં આવે છે.

  • પ્રથમ સ્ટ્રોકમાં સિલિન્ડરની અંદર એર અને ફ્યુલનું મિક્સ્ચર આવશે.
  • બીજા સ્ટ્રોકમાં તેને કમ્પ્રેસ કરવામાં આવશે.
  • ત્રીજા સ્ટ્રોકમાં કમ્પ્રેસ્ડ એરમાં સ્પાર્ક પ્લગની મદદથી આગ લગાવવામાં આવે છે. (જેને પાવર સ્ટ્રોક પણ કહેવામાં આવે છે)
  • ચોથા સ્ટ્રોકમાં આગ લાગવાને કારણે જે પાવર જનરેટ થાય છે તેનાથી પિસ્ટન નીચે જશે અને ફ્રેંક શોફ્ટ ફેરવશે અને આ જ પાવર ગાડી ચલાવવા માટે વપરાય છે.

એટલે એન્જિનમાં ભલે ગમે તેટલા સિલિન્ડર હોય ફોર સ્ટ્રોક પ્રોસેસ દરેકમાં હશે

  • કહેવાનો અર્થ એ છે કે, કોઈપણ એન્જિન હોય ભલે તે થ્રી-સિલિન્ડર, ફોર-સિલિન્ડર અથવા 6/8/12 સિલિન્ડર હોય, તે દરેક સિલિન્ડરમાં ફોર-સ્ટ્રોક પ્રોસેસ હોય છે. તેનો અર્થ એ કે બધામાં ફાયરિંગ થશે. (નોંધ- ફાયરિંગ એટલે કે ત્રીજા સ્ટ્રોકમાં સ્પાર્ક પ્લગ, એર અને ફ્યુલના મિક્સ્ચરમાં જે આગ લગાવી રહ્યું છે તે આગ લગાવવાની પ્રોસેસને ફાયરિંગ કહેવામાં આવે છે. આ પ્રોસેસ સતત ચાલતી રહે છે જેથી સતત પાવર મળતો રહે.)
  • હવે દરેક સિલિન્ડરમાં તો એકસાથે ફાયરિંગ કરાની ન શકાય, નહીં તો એન્જિનને નુકસાન થશે. દરેક સિલિન્ડરમાં ફાયરિંગ માટે અલગ સમય નક્કી કરવો પડે છે. ઉદાહરણ તરીકે, જો તમે ફોર સિલિન્ડર એન્જિન વિશે વાત કરો, જ્યારે ફાયરિંગ થાય છે ત્યારે કયા સિલિન્ડરમાં ફાયરિંગ થાય છે તેના માટે ફાયરિંગ ઇન્ટરવલ આપવો પડે છે.

ફાયરિંગ ઇન્ટરવલનો ફોર્મ્યુલા 720/Cylinders છે
1. ફોર સિલિન્ડર એન્જિન માટે 720/4, એટલે કે 180 ડિગ્રી

આનો અર્થ એ છે કે જ્યારે ફ્રેંક શોફ્ટ 180 ડિગ્રી ફરશે તો એક સિલિન્ડરમાં ફાયરિંગ થઈ જવું જોઇએ અને દર 180 ડિગ્રી બાદ વિવિધ સિલિન્ડરમાં ફાયરિંગ થઈ જવું જોઇએ. તો મોટા પ્રમાણમાં સમજીએ તો આ રીતે ફાયરિંગ ઇન્ટરવલ કાઢવામાં આવે છે.

2. થ્રી-સિલિન્ડર એન્જિન માટે, 720/3, એટલે 240 ડિગ્રી
જ્યારે ફ્રેંક શોફ્ટ 240 ડિગ્રી ફરશે ત્યારે કોઈ સિલિન્ડરમાં ફાયરિંગ થશે. ફરીથી 240 ડિગ્રી ફરવા પર કોઈ બીજા સિલિન્ડરમાં ફાયરિંગ થશે. વિવિધ કંપનીઓ પોતાના પ્રમાણે નક્કી કરે છે કે કયા સિલિન્ડરમાં પહેલા ફાયરિંગ થશે અને તેનો ક્રમ શું હશે. 3 સિલિન્ડર એન્જિન માટે કેટલીક કંપનીઓ 1,2,3 તો કેટલીક 1,3,2નો રૂલ ફોલો કરે છે.

હવે વાત તેના ફાયદા અને નુકસાનની કરીએ

થ્રી સિલિન્ડર એન્જિનઃ નુકસાન
ઓછો પાવર મળશેઃ
હવે થ્રી-સિલિન્ડર એન્જિન છે એટલે દેખીતી વાત એ છે કે જો સિલિન્ડર ઓછું હોય તો પાવર પણ ઓછો હશે કારણ કે, જેટલા વધુ સિલિન્ડર હશે એટલો વધારે પાવર પ્રોડ્યૂસ થશે. એટલે કે, થ્રી-સિલિન્ડર એન્જિનમાં પાવર ઓછો મળશે. પાવર વધારવા માટે કેટલીક કંપનીઓ ટર્બો ચાર્જનો ઉપયોગ કરે છે.
ફાયરિંગ ઇન્ટરવલમાં વિલંબ: ફોર-સિલિન્ડરમાં ફ્રેંક શોફ્ટના દર 180 ડિગ્રી ફરવા પર ફાયરિંગ થશે. તેમજ, થ્રી-સિલિન્ડર એન્જિનમાં ક્રેંક શોફ્ટની 240 ડિગ્રી ફરવા પર ફાયરિંગ થાય છે. આનો અર્થ એ કે પાવર ડિલિવરીમાં વિલંબ થશે.
બેલેન્સિંગનો અભાવઃ જેટલા વધુ સિલિન્ડ હશે તેને ફ્રેંક શોફ્ટથી બેલેન્સ કરવું એટલું જ સરળ થઈ જાય છે. થ્રી-સિલિન્ડર એન્જિનમાં ક્રેંક શોફ્ટ પર 3 સિલિન્ડર જોડાયેલા હોય છે. તેથી, તેમાં બેલેન્સિંગની કેટલીક ફરિયાદો મળી શકે છે. બેલેન્સિંગને કારણે એન્જિનમાં વાઇબ્રેશન મળી શકે છે.

થ્રી-સિલિન્ડર એન્જિનઃ ફાયદા
વધારે એવરેજ:
સિલિન્ડર જેટલાં ઓછાં હશે, એન્જિનનું વજન ઓછું હશે, જેના કારણે એક બ્રાંડને ઓવરઓલ વેટ સેવિંગ કરવામાં બહુ મદદ મળે છે. તેનાથી એવરેજ વધી જાય છે.
વધુ પાવર: સિલિન્ડર એન્જિનનો બીજો સૌથી મોટો ફાયદો, જેના કારણે તેનો ઉપયોગ મોંઘી ગાડીઓમાં પણ થઈ રહ્યો છે, તે એ છે કે ટર્બો-ચાર્જ ટેક્નોલોજીથી નાનાં એન્જિનનું પર્ફોર્મન્સ પણ વધારી શકાય છે. એટલે કે, એન્જિન પણ નાનું છે, એવરેજ પણ વધારે છે અને પર્ફોર્મન્સ પણ વધારે છે. તેથી, ઓટોમોબાઇલ મેકર્સ ટર્બોચાર્જ એન્જિન તરફ આગળ વધી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો