• Gujarati News
  • Utility
  • Automobile
  • Demand For Old Cars Instead Of New Cars Has Increased, 38 Lakh Used Cars Have Been Sold In 2021, If You Are Going To Buy A New One, Keep These Things In Mind

ટિપ્સ:નવી ગાડીને બદલે જૂની ગાડીઓની ડિમાન્ડ વધી, 2021માં 38 લાખ યુઝ્ડ ગાડીઓ વેચાઈ, નવી ખરીદવા જઈ રહ્યાં હો તો આ બાબતો ધ્યાનમાં રાખો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશમાં નવી ગાડીઓ કરતાં આજકાલ સેકન્ડ હેન્ડ ગાડીઓની ડિમાન્ડમાં વધારો થયો છે. રિસર્ચ ફર્મ ફ્રોસ્ટ એન્ડ સુલિવનના જણાવ્યા મુજબ, 2021માં 38 લાખ યુઝ્ડ અને 26 લાખ નવી ગાડીઓ વેચાઈ છે. ફર્મનો અંદાજ એવો છે કે, FY25 સુધી સેકન્ડ હેન્ડ ગાડીઓના વેચાણનો આંકડો 82 લાખ સુધી પહોંચી જશે. ગાડીઓની ડિમાન્ડ વધવાનું એક મોટું કારણ કોવિડ-19 મહામારી પણ હોઈ શકે છે. કોરોનાને કારણે ઓટોમોબાઇલ ઈન્ડસ્ટ્રી પર બહુ માઠી અસર પડી છે. લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટથી બચવા માટે કાર ખરીદી રહ્યા છે.

જો તમે પણ સેકન્ડ હેન્ડ કાર ખરીદવા જઇ રહ્યા હો તો ડીલ ફાઈનલ કરતા પહેલાં તેની સાથે જોડાયેલી કેટલીક મહત્ત્વની બાબતો ધ્યાનમાં રાખો તો જ તમે તમારા માટે સારી કાર પસંદ કરી શકશો. જ્યારે કોઈ ડીલર કાર ખરીદે છે ત્યારે તે તેનાથી સંબંધિત દરેક નાની વિગતોમાંથી પસાર થાય છે. તમારે પણ આ માહિતી જાણવી જ જોઈએ. આ વિગત કાર વેચતી વખતે પણ કામમાં આવે છે.

યુઝ્ડ કાર ખરીદતી અને વેચતી કંપની CARS24ના ભોપાલ બ્રાંડના રિટેલ મેનેજર, હર્ષવર્ધન પાંડેએ કાર ખરીદવાના અને વેચાણનાદરેક પાસાંઓ વિશે જણાવ્યું. તમારે ફક્ત આ બાબતો ધ્યાનમાં રાખવાની છે. ચાલો આ વિશે જાણીએ...

RC અને ઇન્શ્યોરન્સ ચેક કરવો

  • જ્યારે તમે CARS24 પર કાર વેચવા જાઓ ત્યારે સૌથી પહેલાં કામ તરીકે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) અને ઇન્શ્યોરન્સ ચેક કરવામાં આવે છે. RCમાં વાહનનો ચેસિસ નંબર અને માલિકનું નામ RTOમાં રજિસ્ટર્ડ ડિટેલ સાથે મેચ કરવામાં આવે છે. જો ડિટેલ્સ મેચ નહીં થાય તો ડીલ નહીં થાય.
  • કારનો ઇન્શ્યોરન્સ ક્યાં સુધી વેલિડ છે? તેના પર નો ક્લેમ બોનસ છે કે નહીં તે ચેક કરવામાં આવે છે. પ્રાયમરી ઇન્સ્પેક્શનમાં ગાડી અને ઓનરની ડિટેલ સાચી નીકળે એ પછી ડીલનો સેકન્ડ સ્ટેજ શરૂ થાય છે. આ સ્ટેજમાં 5 અલગ અલગ રીતે ગાડીનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે...

1. એક્સટિરિયર: આમાં કારના ચારેય દરવાજા, બોનેટ, ડેકી અને ટાયર્સ ચેક કરવામાં આવે છે. સ્ક્રેચ અથવા વાહનના અન્ય ડેમેજ પાર્ટ પર સારી રીતે નજર નાખો.
2. ઈન્ટીરિયર અને ઈલેક્ટ્રિકલ: કારના વેરિએન્ટમાં કયા ઓપ્શન આપવામાં આવ્યા છે અને તે બધા સારી રીતે કામ કરે છે કે નહીં એ વસ્તુ ચેક કરવામાં તપાસવામાં આવે છે.
3. એન્જિન અને ટ્રાન્સમિશન: એન્જિનનો અવાજ સાંભળવા માટે શોર્ટ ટેસ્ટ ડ્રાઇવનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત, ફ્રંટ અને રિવર્સ ગિયરમાં ગાડીનું પ્રફોર્મન્સ જોવામાં આવે છે.
4. સ્ટિયરિંગ અને સસ્પેન્શન: ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન સ્ટિયરિંગ અને સસ્પેન્શન પર પણ ધ્યાન આપવામાં આવે છે. જો કારના સસ્પેન્શનમાં કોઈ સમસ્યા હશે તો તે અવાજ કરશે.
5. એસી અને હીટર: ટેસ્ટ ડ્રાઇવિંગ દરમિયાન કારનું એસી અને હીટર યોગ્ય રીતે કામ કરી રહ્યા છે કે નહીં એ વસ્તુ પણ ચેક કરવી જોઇએ.

ગાડીના રિપેઇન્ટ અને ટાયર ચેક કરવું
કંપની પેઇન્ટ કોટ મીટરનો ઉપયોગ કરે છે. જો વાહનના કોઇપણ ભાગ પર પેઇન્ટ કરવામાં આવ્યું હશે તો આ મીટર તેના વિશે જણાવી દેશે. રિપેઇન્ટવાળા ભાગ પર કલરની થિકનેસ વધારે હોય છે, જેના કારણે મીટરમાં રીડિંગ હાઈ થઈ જાય છે. એ જ રીતે, ટાયર ગેજ મીટરની મદદથી તે જાણી શકાય છે કે ટાયર કેટલા ઘસાઈ ગયા છે. ટાયર પર એક એરો હોય છે, જેની પર આ મીટરને ટચ કરીને ટાયરનું થ્રેડ જાણી શકાય છે. જો રીડિંગ 0.5થી 0.7 આવે તો ટાયર ઘસાયેલા માનવામાં આવે છે.

સેકન્ડ હેન્ડ કારનું મીટર ઓળખવું પણ જરૂરી
યુઝ્ડ કાર ભલે બહાર અને અંદરથી ચમકતી દેખાતી હોય પરંતુ તેનો અર્થ એ નથી કે વાહન ઓછું ચાલ્યું છે. એટલે કે, ઘણી વખત સારી સ્થિતિમાં દેખાતા વાહનોનું રીડિંગ ઓછું હોય છે. જ્યારે કે ડીલર તેનાં રીડિંગ સાથે ચેડા કરી શકે છે. તેનું કામ બોર્ડ પર લાગેલી ચિપ બદલીને અથવા OBD2 રીડર્સની મદદથી ઓરિજિનલ ચિપમાં રીડિંગ બદલીને જોઈ શકાય છે. આવી સ્થિતિમાં નીચે આપેલી બાબતો ધ્યાનમાં રાખવી.

  • OBD2 રીડરને પોર્ટ સાથે કનેક્ટ કરીને ગાડી કેટલા કિલોમીટર ચાલી ચૂકી છે તેનો ડેટા મેળવો.
  • કારની સર્વિસ અને મેઇન્ટેનન્સ હિસ્ટ્રી શોધવાનો પ્રયાસ કરો. કારની છેલ્લી સર્વિસમાં લાસિટ રીડિંગ જોવા મળી શકે છે.
  • કારના ઓડોમીટરમાં રીડિંગ ઓછું જોવા મળી રહ્યું છે. પરંતુ તે રીડિંગ મુજબ ટાયર્સ વધુ ઘસાયેલા હોય તો તેમાં ચેડા કરવામાં આવ્યાં હોઈ શકે છે.

આ બાબતો પણ ધ્યાનમાં રાખો

  • દરવાજાના નીચેના ભાગ એટલે કે પિલરનું રબર કાઢીને જોવામાં આવે છે. જો ગાડીનો એક્સિડન્ટ થયો હશે તો પિલરનું બંધારણ બદલાઈ જાય છે.
  • કારની બેટરી, હેડલાઇટ, બેકલાઇટ, ફોગ લેમ્પ, સ્ટીરિયો સિસ્ટમ, સીટ કવર, હોર્ન, વાઇપર, સ્ટેપની, ટૂલકિટ પણ ચેક કરવામાં આવે છે.
  • વાહનનું એન્જિન ઓઇલ, કૂલેન્ટ ઓછું થઈ ગયું છે અથવા તેને બદલવાની જરૂર તો નથી ને એની પણ કાળજી લેવામાં આવે છે.
  • કારની બ્રેક્સ કામ કરી રહી છે. બ્રેક અથવા સસ્પેન્શનમાંથી કોઈ અવાજ આવતો નથી. આ બંને વસ્તુઓ ડ્રાઇવિંગ દરમિયાન પણ જોવા મળે છે.
  • કાર પર કોઈ ચલણ નથી. જો હોય તો તે કયા પ્રકારનું અને કેટલી કિંમતનું છે તે પણ જોવામાં આવે છે.
  • ચેસિસ નંબર કારના એન્જિનની નજીક અને ડ્રાઈવરના દરવાજાની નીચે લખેલો હોય છે, તે બંને મેચ કરવામાં આવે છે.