• Gujarati News
  • Utility
  • Automobile
  • Demand For Commercial Vehicles Increased, Three wheelers Grew By 50% And Commercial Vehicles By 46%, Tractor Sales Declined, Overall Sales Fell By 5%

વેચાણ:કોમર્શિયલ વ્હીકલની ડિમાન્ડ વધી, થ્રી-વ્હીલરમાં 50% અને કોમર્શિયલ વ્હીકલમાં 46%નો ગ્રોથ નોંધાયો, ટ્રેક્ટરનું વેચાણ ઘટવાથી ઓવરઓલ સેલ્સ 5% ઘટ્યું

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાડીઓની ભારે ડિમાન્ડ હોવા છતાં સપ્ટેમ્બરના આંકડા ઓટો સેલ્સ માટે સારા નથી રહ્યા. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ અસોસિએશન (FADA)ના જણાવ્યાનુસાર, સપ્ટેમ્બર 2021માં ગાડીઓની રિટેલ સેલ્સમાં વાર્ષિક 5.27%નો ઘટાડો રહ્યો. સપ્ટેમ્બરમાં કુલ 12,96,257 ગાડીઓનું વેચાણ થયું. સપ્ટેમ્બર 2020માં આ આંકડો 13,68,307 ગાડીઓનો હતો. એટલે કે વાર્ષિક આધારે 72,050 ગાડીઓનું વેચાણ ઓછું રહ્યું.

ગયા મહિને સૌથી વધુ ગ્રોથ થ્રી-વ્હીલર સેગમેન્ટમાં અને સૌથી મોટો ઘટાડો ટ્રેક્ટર સેગમેન્ટમાં જોવા મળ્યો. ગયા વર્ષે ટ્રેક્ટર સેગમેન્ટમાં 39.13%નો ગ્રોથ રહ્યો, જે આ સપ્ટેમ્બરમાં ઘટીને -23.85% થઈ ગયો. ચાલો દરેક સેગમેન્ટના વેચાણ પર નજર નાખીએ...

થ્રી-વ્હીલર સેગમેન્ટમાં 50% કરતાં વધુ ગ્રોથ
સપ્ટેમ્બર 2021માં વાર્ષિક આધારે થ્રી-વ્હીલર સેગમેન્ટમાં 50.90% ગ્રોથ રહ્યો. ગયા વર્ષે આ સેગમેન્ટમાં -37.40%નો ઘટાડો નોંધાયો હતો. FADAના જણાવ્યાનુસાર, ગયા મહિને આ સેગમેન્ટમાં 36,612 યૂનિટનું વેચાણ રહ્યું. ગયા વર્ષે આ મહિને આ સેગમેન્ટમાં 24,262 યૂનિટનું વેચાણ રહ્યું હતું. થ્રી-વ્હીલર સેગમેન્ટમાં બીજો મોટો ગ્રોથ કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં રહ્યો. ગયા મહિને આ સેગમેન્ટમાં 46.64%ના ગ્રોથ સાથે 58,820 ગાડીઓ વેચાઈ. આ સેગમેન્ટની અંદર હેવી કોમર્શિયલ વ્હીકલને 189.29%નો મોટો વાર્ષિક ગ્રોથ મળ્યો.

પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં 16%નો ગ્રોથ, 2Wમાં ઘટાડો
પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં વાહનોની ડિમાન્ડ છેલ્લાં કેટલાક મહિનાઓથી સતત વધી રહી છે. આ જ કારણ છે કે ગયા મહિને આ સેગમેન્ટમાં 16.32%ના ગ્રોથ સાથે 2,33,308 ગાડીઓનું વેચાણ થયું. સપ્ટેમ્બર 2020માં આ આંકડો 2,00,576 હતો. જો કે, તે સમયે આ સેગમેન્ટમાં 30.90%નો ગ્રોથ હતો. સારી બાબત એ છે કે સેમિકન્ડક્ટર્સની ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે મોટો તફાવત હોવા છતાં ગાડીઓના વેચાણના આંકડા સતત વધતા રહ્યા.

બીજીબાજુ, ટૂ-વ્હીલર સેગમેન્ટમાં ગયા મહિને 11.54%નો ઘટાડો જોવા મળ્યો હતો. FADAના ડેટા અનુસાર, સપ્ટેમ્બર 2021માં 9,14,621 ટૂ-વ્હીલર્સ વેચાયાં હતાં. એક વર્ષ પહેલાં સપ્ટેમ્બર મહિનામાં આ આંકડો 10,33,895 યૂનિટ હતો. એટલે કે 1,19,274 ટૂ-વ્હીલર્સનું વેચાણ ઓછું થયું.

ટ્રેક્ટરની ડિમાન્ડમાં મોટો ઘટાડો નોંધાયો
કોવિડ રોગચાળા દરમિયાન ટ્રેક્ટરના વેચાણમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી હતી. પરંતુ હવે તેની માગ ઘટી છે. ગયા મહિને, 23.85%ના ઘટાડા સાથે આ સેગમેન્ટમાં 52,896 ટ્રેક્ટર વેચાયાં હતાં. એક વર્ષ પહેલાં આ જ મહિનામાં આ આંકડો 69,462 ટ્રેક્ટર હતો. સપ્ટેમ્બર 2019માં આ સેગમેન્ટમાં 39.13%નો ગ્રોથ થયો હતો.

માર્કેટ શેરમાં મારુતિ અને હીરોનું વર્ચસ્વ કાયમ રહ્યું
મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે સપ્ટેમ્બર 2021માં પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. કંપનીએ 42.43% માર્કેટ શેર સાથે 99,002 યૂનિટ વેચ્યાં. તેમજ, ટાટા મોટર્સ 17.44% માર્કેટ શેર સાથે બીજા અને 10.08% માર્કેટ શેર સાથે ત્રીજા સ્થાને છે. અહીં, હીરો મોટોકોર્પ લિમિટેડ 30.16%ના માર્કેટ શેર સાથે ટૂ-વ્હીલર સેગમેન્ટમાં પ્રથમ સ્થાને છે. કંપનીએ 2,75,882 વાહનો વેચ્યાં. હોન્ડા આ સેગમેન્ટમાં અનુક્રમે 26.30% અને TVS 15.37% માર્કેટ શેર સાથે બીજા અને ત્રીજા નંબરે છે.

(2W- ટૂ-વ્હીલર, 3W- થ્રી-વ્હીલર, CV- કોમર્શિયલ વ્હીકલ, LCV-લાઇટ કોમર્શિયલ વ્હીકલ, MCV- મીડિયમ કોમર્શિયલ વ્હીકલ, HCV-હેવી કોમર્શિયલ વ્હીકલ)

અન્ય સમાચારો પણ છે...