ટેસ્લાની ભારતમાં એન્ટ્રી:લોન્ચિંગ પહેલાં જ ટેસ્લા મોડેલ-3ની ડિલિવરી શરૂ, અંદાજિત કિંમત 70 લાખ રૂપિયા

એક વર્ષ પહેલા

અમેરિકાની ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલ કંપની ટેસ્લાએ વર્ષની શરૂઆતમાં જ કાર ભારત લાવશે એવી જાહેરાત કરી હતી. લાંબી રાહ જોયા બાદ આખરે કંપનીએ ટેસ્લાની મોડેલ-3 કારની ભારતમાં એન્ટ્રી કરી દીધી છે. આ કાર બેંગલુરુમાં આવી ગઈ છે. જો કે, કંપનીએ આ કારનાં ઓફિશિયલ લોન્ચિંગ વિશે કોઈ માહિતી આપી નથી. માનવામાં આવી રહ્યું છે કે ઈલોન મસ્કની કંપની ભારતીય બજારમાં તેની મોડેલ-3 ઇલેક્ટ્રિક કારને સૌપ્રથમ લોન્ચ કરશે.

ડ્રાઇવિંગ રેન્જ અને સ્પીડ
ટેસ્લા મોડેલ-3માં સિંગલ અને ડ્યુઅલ મોટર સેટઅપ આપવામાં આવ્યું છે. ટેસ્લા મોડેલ-3નું બેઝ વેરિઅન્ટ એકવાર ફુલ ચાર્જ થયા બાદ 423 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. આ કાર 6 સેકંડથી પણ ઓછા સમયમાં કલાક દીઠ 0થી 100 કિમીની ઝડપે દોડી શકે છે. જો કે, આ ઇલેક્ટ્રિક કારનું ટોપ વેરિઅન્ટ ફુલ ચાર્જ પર 586 કિમી સુધી દોડી શકે છે. આ વેરિઅન્ટ ફક્ત 3 સેકંડમાં કલાક દીઠ 0થી 100 કિમીની ઝડપ પકડી શકે છે.

ફોનનો ગાડીની ચાવી તરીકે પણ ઉપયોગ કરી શકાશે
ટેસ્લા મોડેલ-3માં તમે તમારા એન્ડ્રોઇડ/iOS ફોનનો ઉપયોગ ટેસ્લા મોડેલ-3ની ચાવી તરીકે કરી શકો છો. આ ઉપરાંત તમારે હાથથી કંઇપણ કરવાની જરૂર નથી. જો ફોન તમારા ખિસ્સામાં હશે તો પણ મોડેલ-3 આપમેળે તેને શોધી કાઢશે અને ડોરને ઓટોમેટિકલી અનલોક કરી દેશે.

ગાડીને મળ્યું 5-સ્ટાર રેટિંગ
ટેસ્લા મોડેલ-3એ વર્ષ 2019માં યુરો NCAP સેફ્ટી ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર રેટિંગ મેળવ્યાં હતાં. નવાં મોડેલમાં પણ આ જ પરિણામ મળવાની અપેક્ષા છે. તેણે અડલ્ટ ઓક્યૂપન્સી પ્રોટેક્શનમાં 96% અને ચાઇલ્ડ ઓક્યૂપન્સી પ્રોટેક્શનમાં 86% મેળવ્યા.

આ કાર ભારતમાં જ તૈયાર થશે
મોડેલ-3 ટેસ્લા એ સૌથી સસ્તી અને સૌથી વધુ વેચાતી કાર છે. ઇન્ડિયન માર્કેટમાં ટેસ્લાની ફર્સ્ટ ઓફિશિયલ ઇલેક્ટ્રિક કાર તરીકે મોડેલ-3 લોન્ચ થવાની સંભાવના છે. આ ઇલેક્ટ્રિક કાર ભારતમાં જ તૈયાર થશે અને વેચવામાં આવશે. જો કે, ટેસ્લાએ હજી તેનો પ્રોડકશન પ્લાન્ટ સ્થાપવાનો બાકી છે. તેથી તેને મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવશે અને ભારતીય ગ્રાહકોને વેચવામાં આવશે.

કિંમત
ટેસ્લા મોડેલ-3ને અમેરિકન માર્કેટમાં 39,990 ડોલર (લગભગ 30 લાખ રૂપિયા)માં વેચવામાં આવે છે. જો કે, વિદેશમાં બનેલી ગાડીઓ પર લગાવવામાં આવતી હાઈ કસ્ટમ ડ્યુટીને કારણે ભારતમાં ટેસ્લા મોડેલ-3 ઇલેક્ટ્રિક કારની કિંમત આશરે 70 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.

અન્ય સમાચારો પણ છે...