ન્યૂ પ્રોજેક્ટ:નિસાન મેગ્નાઇટની હેવી ડિમાન્ડને કારણે ડીલર્સે બુકિંગ બંધ કર્યું, પ્રોડક્શન વધારવા માટે 1,000 વર્કર્સની ભરતી કરવામાં આવશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મેગ્નાઇટનું પ્રોડક્શન દોઢ ગણું કરશે, ઇન્ડોનેશિયા અને સાઉથ આફ્રિકામાં એક્સપોર્ટ કરશે
  • પ્લાન્ટનું મંથલી પ્રોડક્શન 4,000 ગાડી સુધી લાવશે, અત્યારે દર મહિને 2,700 ગાડીઓ બની રહી છે

જાપાનની ઓટોમોબાઈલ કંપની નિસાન મોટર્સ ઇન્ડિયા તેના સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) મેગ્નાઇટને મળેલા શાનદાર રિસ્પોન્સથી ઉત્સાહિત છે. તેણે ડોમેસ્ટિક માર્કેટમાં આ SUVની માગને પહોંચી વળવા ચેન્નાઈ પ્લાન્ટના પ્રોડક્શનમાં દોઢ ગણો વધારો કરવા 1,000 કામદારોની ભરતી કરવાનું નક્કી કર્યું છે. આ માહિતી આપતાં નિસાન મોટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર રાકેશ શ્રીવાસ્તવે જણાવ્યું કે, મેગ્નાઇટને એક્સપોર્ટ કરવાની પણ યોજના છે. મેગ્નાઇટને ASEAN NCAP ક્રેશ ટેસ્ટમાં 4 સ્ટાર આપવામાં આવ્યા છે.

મહિનામાં જ લગભગ એક વર્ષ જેટલાં ઓર્ડર મળી ગયા
જ્યારે કંપનીએ 2 ડિસેમ્બર 2020ના રોજ મેગ્નાઇટ લોન્ચ કરી તો તેને કોઈ ખ્યાલ નહોતો કે લગભગ એક વર્ષનો ઓર્ડર એક મહિનામાં જ મળી જશે. કંપનીએ 2 ડિસેમ્બરના રોજ લોન્ચ કરેલી કોમ્પેક્ટ SUV માટે અત્યાર સુધીમાં 32,800 યૂનિટથી વધુ બુકિંગ મળી ચૂક્યું છે. એટલે કે દરરોજ આ 1,000 ગાડીઓ બુક થઈ છે. કંપની તેના ચેન્નાઈ પ્લાન્ટમાં દર મહિને 2,700 કારનું પ્રોડક્શન કરે છે, જે હવે 4,000 યૂનિટ લઈ જવાનો પ્લાન બનાવ્યો છે. શ્રીવાસ્તવે કહ્યું કે, કંપની તેની કોમ્પેક્ટ SUV મેગ્નાઇટને ઇન્ડોનેશિયા અને સાઉથ આફ્રિકામાં પણ નિકાસ કરવા માગે છે. પરંતુ લોકલ માગ પૂરી કરવી તેની પહેલી પ્રાથમિકતા રહેશે.

હેવી ડિમાન્ડને કારણે ડીલર્સે બુકિંગ બંધ કર્યું
નિસાનને મેગ્નાઇટ માટે સૌથી વધુ બુકિંગ વર્ષ 2020ના અંતિમ દિવસે મળ્યાં. આ દિવસે તેને 5,000થી વધુ ગાડીઓના ઓર્ડર મળ્યા. એક જ દિવસમાં આટલું બુકિંગ કરવાનું કારણ તેના તમામ વેરિઅન્ટની કિંમતમાં 50 હજારથી 55 હજાર રૂપિયા સુધી વધારો થવાની સંભાવના હતી. જો કે, કંપનીએ ફક્ત મેગ્નાઇટ XEની શોરૂમ કિંમત 4.99 લાખ રૂપિયાથી વધારીને 5.49 લાખ રૂપિયા કરી છે. કોમ્પેક્ટ SUVની માગમાં યુ-ટર્ન હોવાને કારણે કંપનીના ડીલર્સે નવાં બુકિંગ લેવાનું બંધ કરી દીધું છે. મેગ્નાઇટના કેટલાક વેરિઅન્ટનો વેટિંગ પિરિઅડ 10 મહિનાથી વધુ છે.