તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂ લોન્ચ:ઇન્ટિરિયર અને એક્સટિરિયરમાં ફેરફાર સાથે ટાટા અલ્ટ્રોઝની ડાર્ક એડિશન લોન્ચ થઈ, કિંમત 8.71 લાખ રૂપિયા

2 મહિનો પહેલા

દેશની ઓટોમોબાઇલ કંપની ટાટા મોટર્સે તેની પોપ્યુલર ગાડી ટાટા અલ્ટ્રોઝની ડાર્ક એડિશન માર્કેટમાં લોન્ચ કરી દીધી છે. ટાટા અલ્ટ્રોઝની આ ડાર્ક એડિશન 8.71 લાખ રૂપિયા (એક્સ-શો રૂમ દિલ્હી) ની કિંમતે લોન્ચ કરવામાં આવી છે.

ઇન્ટિરિયરમાં લેધર સીટ, ડોર પેડ અને બ્લેક કલરનું ડેશબોર્ડ મળશે
ઇન્ટિરિયરમાં લેધર સીટ, ડોર પેડ અને બ્લેક કલરનું ડેશબોર્ડ મળશે

ફીચર્સથી લઇને ડિઝાઇન નવી મળશે
અલ્ટ્રોઝની ડાર્ક એડિશનમાં પણ બ્લેક ગ્રિલ અને લોઅર બંપર આપવામાં આવ્યાં છે. તેમાં ફ્રંટ ફેન્ડર્સ પર ખાસ ડાર્ક બેજિંગ આપવામાં આવ્યું છે. તેના એલોય વ્હીલ્સની સાઇઝમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તેને બ્લેક ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. તેના ઇન્ટિરિયરમાં લેધર સીટ, ડોર પેડ અને બ્લેક કલરનું ડેશબોર્ડ આપવામાં આવ્યું છે. આ કારમાં ઓટો હેડલેમ્પ્સ, રેન સેન્સિંગ વાઇપર્સ, સ્ટિયરિંગ માઉન્ટ કંટ્રોલ, વેરેબલ કી, એમ્બિયન્ટ લાઇટિંગ, ક્લાઇમેટ કંટ્રોલ, ફ્રંટ અને રિઅર આર્મરેસ્ટ્સ અને રિઅર એસી વેન્ટ્સ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

નવી એડિશનમાં 1.2 લિટર પેટ્રોલ અને 1.5 લીટર ડીઝલ એન્જિન મળશે
નવી એડિશનમાં 1.2 લિટર પેટ્રોલ અને 1.5 લીટર ડીઝલ એન્જિન મળશે

એન્જિન
અલ્ટ્રોઝની ડાર્ક એડિશન પેટ્રોલ (NA અને iTurbo) XZ+ના ટોપ વેરિએન્ટમાં ઉપલબ્ધ હશે. તેમાં 1.2 લિટર પેટ્રોલ અને 1.5 લીટર ડીઝલ એન્જિન મળશે. પેટ્રોલ એન્જિન 86bhp પાવર અને 113Nm ટોર્ક જનરેટ કરે છે, જ્યારે ડીઝલ એન્જિન 90bhp પાવર અને 200Nm ટોર્ક જનરેટ કરે છે.

ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સના ટૂંક સમયમાં ભાવ વધારશે
ટાટા મોટર્સ પ્રોડક્શન ખર્ચમાં વધારાને કારણે તેના પેસેન્જર વ્હીકલ્સના ભાવમાં વધારો કરવાની યોજના બનાવી રહી છે. જો કે, કંપનીએ તે જણાવ્યું નથી કે તે પેસેન્જર વ્હીકલ્સના ભાવ ક્યારે વધારશે. પરંતુ કહ્યું છે કે તે જલ્દીથી આ પગલું ભરશે. કંપનીએ જણાવ્યું હતું કે કુલ ઉત્પાદન ખર્ચમાં ખાસ કરીને સ્ટીલ અને કિંમતી ધાતુઓ સહિતના આવશ્યક કાચા માલની કિંમતમાં મોટો વધારો થવાને કારણે તેને પેસેન્જર વ્હીકલ્સના ભાવ વધારવા પડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...