ટાટાની ધમાકેદાર ઓફર:ગ્રાહકોને 7.15%ના વ્યાજે લોન મળશે, માત્ર 10%ના ડાઉન પેમેન્ટ પર નવી કાર ખરીદી શકાશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટાટા મોટર્સે પેસેન્જર વ્હીકલ ખરીદનાર લોકોને લોન આપવા માટે બેંક ઓફ મહારાષ્ટ્ર (BOM)સાથે પાર્ટનરશિપ કરી છે. BOM હવે ટાટા મોટર્સના પેસેન્જર વ્હીકલના ગ્રાહકોને ઓછા રેટ પર લોન આપશે. ટાટા મોટર્સ ગ્રાહકોને 7.15%ના પ્રારંભિક વ્યાજ દર સાથે લોન આપશે. આ વ્યાજ રેપો દરના હિસાબથી હશે.

કોર્પોરેટ ગ્રાહકોને કારની કિંમતના 80% લોન મળશે
કંપનીના જણાવ્યા પ્રમાણે, આ પ્લાનમાં પેન્શનર કર્મચારીઓ, પોતાના સ્ટાર્ટઅપમાં રોકાયેલા લોકો, પ્રોફેશનલ, બિઝનેસ મેન અને ખેડૂતોને વ્હીકલના કુલ ખર્ચના (ઓન-રોડ)ના 90% સુધી લોન આપવામાં આવશે. તેમજ કોર્પોરેટ ગ્રાહકોને વ્હીકલના કુલ ખર્ચના 80% લોન આપવામાં આવશે.

ઓફર 30 સપ્ટેમ્બર સુધી મળશે
ટાટા મોટર્સના જણાવ્યા પ્રમાણે, આ પાર્ટનરશિપથી ગ્રાહકોને 30 સપ્ટેમ્બર 2021 સુધી ચાલનાર મોનસૂન ધમાકા ઓફર અંતર્ગત લોન અપ્રૂવલ માટે એક સરળ ઓપ્શન તૈયાર કરશે.

નવા ગ્રાહકોને 7 વર્ષ માટે પ્રતિ લાખ પર 1517 રૂપિયાની પ્રારંભિક સ્પેશિયલ EMI ઓફર પણ મળશે. તે ઉપરાંત હોમ લોન લેનાર અને કોર્પોરેટ સેલરી અકાઉન્ટવાળાને રિટર્નમેન્ટ ઓફ ઈન્ટરેસ્ટ (ROI)માં 0.25%નું ડિસ્કાઉન્ટ મળશે.

કંપની 250 નવા સેલ્સ સેન્ટર શરૂ કરશે
ટાટા નેક્સન, હેરિયર અને સફારી જેવા મોડેલ વેચનારી મુખ્ય કાર કંપનીએ 9 વર્ષ બાદ આ વર્ષે જુલાઈમાં પેસેન્જર વ્હીકલમાં 10%થી વધારે માર્કેટ શેર હાંસલ કર્યો છે. જેને કંપની જાળવી રાખવા માગે છે. વધારે સંખ્યામાં કાર વેચવા અને વધારે ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે કંપની ફાઈનાન્શિયલ યરના અંત સુધી લગભગ 250 નવા સેલ્સ સેન્ટર શરૂઆત કરશે.