તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Automobile
  • Create A 6 Feet Long Single Bed In Just 2 Minutes On The Back Seat Of The Car, Find Out The Price And Features Of This Air Bed Where 6 Children Can Play Comfortably

ફ્રંટ ગિયર:કારની બેક સીટ પર માત્ર 2 મિનિટમાં જ 6 ફૂટ લાંબો સિંગલ બેડ બનાવો, 6 બાળકો આરામથી રમી શકે એવા આ એર બેડની કિંમત અને ફીચર્સ વિશે જાણો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ એર બેડને કારની બહાર ગાર્ડનમાં પણ ઉપયોગ કરી શકાય
  • બાળકો સાથે મોટા પણ આ બેડ પર પોતાની ઊંઘ પૂરી કરી શકે છે

તાજેતરમાં અમે તમને હેચબેક કારમાં ઉપયોગમાં લેવાતા એર બેડ વિશે જણાવ્યું હતું. આ બેડની વિશેષતા એ છે કે બેક સીટ પર તેને મૂકીને તેમાં બે બાળકો સરળતાથી સૂઈ શકે છે. આ ક્રમમાં આજે અહીં તમને સિંગલ બેડ જેટલી સ્પેસવાળા એર બેડ વિશે જણાવી રહ્યા છીએ. આ બેડથી કારમાં એટલી સ્પેસ બની જાય છે કે ચાલતી કારમાં 4થી 6 બાળકો આરામથી રમી શકે અથવા 3 મોટા લોકો આરામ કરી શકે.

એર બેડની ખાસ વાત એ છે કે ડ્રાઇવિંગ કરતી વખતે લોકો સરળતાથી ઊંઘ પૂરી કરી શકે છે. આ બેડ એર પંપની મદદથી માત્ર 2મિનિટમાં જ તૈયાર થઈ જાય છે. તેને કારની અંદર ઉપયોગ કર્યા સિવાય કારની બહાર પણ ઉપયોગમાં લઈ શકાય છે. એટલે કે જો તમે ટેન્ટ લગાવીને ક્યાંય સ્ટે કરતા હો તો આ બે તમને બહુ કામમાં આવશે.

ટ્રાવેલ એર બેડ શું છે?
ટ્રાવેલિંગ દરમિયાન વપરાતો આ એક એવો બેડ છે જેમાં હવા ભરવામાં આવે છે. આ બેડ સાથે એર પંપ આવે છે. જેને કારના ચાર્જિંગ પ્લગમાં લગાવીને યુઝ કરવામાં આવે છે. અમે જે એર બેડ વિશે વાત કરી રહ્યા છીએ તેનો ઉપયોગ 6 અને 7 સીટર કારમાં થાય છે. એટલે કે સેકન્ડ અને થર્ડ રોની સીટને ડાઉન કરીને તેની ઉપર આ બેડ ફિક્સ કરવામાં આવે છે. તેની લંબાઈ અને પહોળાઈ એટલી છે કે 4 બાળકો અથવા 3 મોટા આરામથી સૂઈ શકે છે.

ટ્રાવેલ એર બેડનાં ફીચર્સ

  • આ એર બેડનો ઉપયોગ કારમાં સેકન્ડ અને થર્ડ રોને ડાઉન કરીને તેની ઉપર કરવામાં આવે છે. આ એર બેડ ફ્લેટ સરફેસવાળો હોય છે, જેની કારમાં વધારે સ્પેસ જોવા મળે છે. આ બેડ કારમાં ચારેબાજુથી પેક હોય છે. જેના કારણે તેની પરથી ઊંધા પડવાનું જોખમ નથી હોતું. બેડ સાથે ઓશીકું પણ આવે છે. આને પણ એર સાથે તૈયાર કરવો પડે છે.
  • બેડને PVC મટિરિયલથી બનાવવામાં આવ્યો હોય છે. જેના કારણે તેઓ ખૂબ જ મજબૂત બને છે. આ મટિરિયલ સંપૂર્ણ રીતે વોટરપ્રૂફ છે. તેને કારની બહાર પણ વાપરી શકાય છે. તેમાં ઘણા કલર ઓપ્શન મળે છે. તેનો અર્થ એ કે તમે તમારી કારની સીટ કવર્સને મેચિંગ એર બેડ ખરીદી શકો છો.
  • આ એર બેડની સાઇઝ પોર્ટેબલ હોય છે. જેના કારણે આ નાની બેગમાં પણ આવી જાય છે. એટલે કેતમે તેને હંમેશાં તેને તમારી કારમાં રાખી શકો છો. તે કારમાં થોડી જગ્યા લે છે. હવા ભર્યા પછી તેની પહોળાઈ 4 ફુટથી વધુ અને લંબાઈ લગભગ 6 ફૂટ થાય છે. તે 400 કિલો સુધીનું વજન સરળતાથી ઉપાડી શકે છે.

એર બેડની કિંમત
આ એર બેડની ઓનલાઇન કિંમત આશરે 5,000 રૂપિયાથી શરૂ થાય છે. જે પછી ક્વોલિટી અને ડિઝાઇનને જોતા તેની કિંમત 12,000 રૂપિયા સુધી પહોંચી જાય છે. આ કિંમત 6 અને 7 સીટર કારમાં વપરાતા એર બેડની છે. આ બેડ ઓનલાઇન તેમજ ઓફલાઇન માર્કેટમાંથી પણ ખરીદી શકાય છે. તમે તેને કારની સાઇઝ અને મોડેલ અનુસાર પણ ખરીદી શકો છો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો