તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે દેશનું પગેલું CNG ટ્રેક્ટર લોન્ચ કર્યું. તે એક જૂનું ડીઝલ ટ્રેક્ટર હતું, જેને CNGમાં ફેરવવામાં આવ્યું હતું. તેને રોમેટ ટેક્નો સોલ્યુશન અને ટોમાસેટો ઇકાઇલ ઇન્ડિયાએ મળીને ડેવલપ કર્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેના ઉપયોગથી બળતણના ખર્ચ પર વાર્ષિક 1 લાખથી 1.5 લાખ રૂપિયા સુધીની બચત કરી શકશે. અત્યારે તેની કિંમત અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
નિતિન ગડકરીએ કહ્યું કે, અમારા વિભાગે CNG ટ્રેકટર્સ માટે સ્ટાન્ડર્ડ નક્કી કર્યા છે. તેનું સર્ટિફિકેશન થયું છે. ત્યારબાદ દેશના કોઈપણ મેન્યુફેક્ચરર તે સ્ટાન્ડર્ડનો ઉપયોગ કરીને ટ્રેક્ટર બનાવી શકે છે અને તેને માર્કેટમાં લાવી શકે છે.
ખેડૂતોને ટ્રેક્ટર આત્મનિર્ભર બનાવશે
નિતિન ગડકરીએ જણાવ્યું કે, જો ખેડૂત દિવસ-રાત ટ્રાન્સપોર્ટેશનમાં ટ્રેક્ટરનો ઉપયોગ કરતા હોય તો તે વર્ષે ડીઝલ પર 3.50 લાખ રૂપિયા ખર્ચ કરે છે. તેમજ, તેનો ઉપયોગ કૃષિ કાર્યમાં કરતા હોય તો તે વર્ષ દરમિયાન ડીઝલ પર લગભગ 2.25 લાખથી 2.50 લાખ રૂપિયા ખર્ચ કરે છે. પરંતુ CNG ટ્રેક્ટરથી સીધી 55%ની બચત થશે. એટલે કે 3.50 લાખ રૂપિયાના ખર્ચમાં 1.50 લાખ રૂપિયાની બચત થશે. જે ખેડૂતને આત્મનિર્ભર બનવામાં મદદ કરશે.
CNG ટ્રેક્ટરમાં નહીંવત પ્રદૂષણ થશે
ખાસ વાત એ છે કે આનાથી વાયુ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. જ્યારે ડીઝલ ટ્રેકટર્સ 70% પ્રદૂષણ કરે છે, ત્યારે CNG ટ્રેકટર્સ માત્ર 15% પ્રદૂષણ ફેલાવશે. નિતિન ગડકરીએ કહ્યું કે, બાયો-CNGની મદદથી તેમાં વધુ ઘટાડો કરવામાં આવશે. 5 ટન પરાળી/7 ટન કોટન સ્ટ્રો/5 ટન રાઇસ સ્ટ્રોથી એક ટન બાયો-CNG બને છે. એટલે કે ખેડૂતો આ ટ્રેક્ટર માટે બળતણ તૈયાર કરશે અને કમાણી કરશે. તેમણે માહિતી આપી કે, દેશભરના ખેડૂતો પરાળીથી બાયો CNG બનાવીને 1500 કરોડની કમાણી કરશે.
દેશભરમાં ટ્રેક્ટર કન્વર્ઝન સેન્ટર ખૂલશે
આ કિટ કોઈપણ ડીઝલ ટ્રેક્ટરમાં મૂકીને CNGમાં ફેરવી શકાય છે. આ માટે દેશભરમાં ટ્રેક્ટર કન્વર્ઝન સેન્ટર્સ ખોલવામાં આવશે. તેમણે જણાવ્યું કે, અત્યારે આ કિટમાં થોડો સામાન વિદેશનો પણ છે. અમે મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત ભારતમાં પણ આ કોમ્પોનન્ટ્સ બનાવીશું. ધીમે-ધીમે પબ્લિક ટ્રાન્સપોર્ટને પણ CNGમાં ફેરવી નાખવામાં આવશે. કોઈપણ વાહનને CNGમાં ફેરવવાથી તેની લાઇફ વધી જશે.
તેમણે કહ્યું કે, જો આ કિટ 15 વર્ષ જુના ટ્રેક્ટરમાં નાખવામાં આવે તો તે નવા જેવું બની જશે અને દોઢ વર્ષમાં રેટ્રોફિટિંગનો ખર્ચ (ડીઝલને CNGમાં રૂપાંતર) પણ વસૂલ થઈ જશે.
અત્યારે વિશ્વભરમાં 1.2 કરોડ CNG બેઝ્ડ વાહનો છે
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, હાલ વિશ્વભરમાં 1.2 કરોડ વાહનો CNGથી ચાલી રહ્યા છે અને ઘણી કંપનીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશન્સ દરરોજ તેમના કાફલામાં CNG વાહનો ઉમેરી રહી છે. CNG એન્જિન્સ ડીઝલ એન્જિન કરતાં 70% ઓછું ઉત્સર્જન કરે છે. ડીઝલનો વર્તમાન ભાવ પ્રતિ લિટર 77.43 રૂપિયા છે, જ્યારે CNGનો વર્તમાન ભાવ કિલો દીઠ 42 રૂપિયા છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.