ડિમાન્ડ:કોરોના સંક્રમણને કારણે જૂની ગાડીઓ ખરીદવાની ડિમાન્ડ વધી, એક વર્ષમાં લગભગ 40 લાખ જેટલી જૂની ગાડીઓ વેચાઈ ગઈ

7 મહિનો પહેલા

કોરોના રોગચાળાને કારણે ભયનું વાતાવરણ ફેલાયેલું છે. લોકો હવે ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે. જેને બહુ મહત્ત્વનું કામ હોય તે જ મજબૂરીમાં બહાર નીકળે છે. લોકડાઉનને કારણે પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ બંધ છે. આવી સ્થિતિમાં પોતાની ગાડી હોય તો ટ્રાન્સપોર્ટેશનમાં સરળતા રહે છે. પરંતુ ઓછા બજેટના કારણે લોકો પોતાના માટે નવી ગાડી નથી લઈ શકતા અને એટલે જ આવી સ્થિતિમાં સેકન્ડ હેન્ડ કાર લેવી એ બેસ્ટ ઓપ્શન બનતો જઈ રહ્યો છે.

ભારતમાં સેકન્ડ હેન્ડ કારના વેચાણની વાત કરીએ તો તેમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્ટેટિસ્ટાના રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ 2020માં માર્કેટની સાઇઝ 4.4 લાખ યૂનિટથી વધુ હતી. જે તે સમયે નવા કાર માર્કેટની સાઇઝ કરતાં વધારે હતું. જ્યારે ભારતમાં વર્ષ 2019માં સેકન્ડ હેન્ડ કારનું વેચાણ આ મહિનાની તુલનામાં ડિસેમ્બર 2020 કરતાં વધારે છે, જેમાં લગભગ 50% જેટલો વધારો થયો છે.

લોકડાઉનના કારણે ડિમાન્ડ વધી
ઇન્ડિયન બ્લુ બુકમાં જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2020માં ભારતનું સેકન્ડ હેન્ડ કાર માર્કેટ 4.2 લાખ યૂનિટ હતું. એવો દાવો કરવામાં આવે છે કે, સમાન નાણાકીય વર્ષમાં ગાડીઓના વેચાણમાં વાર્ષિક ધોરણે 5%નો વધારો થયો છે, જ્યારે વર્ષ 2019માં નવી ગાડીઓના વેચાણમાં કોરોના રોગચાળાને કારણે 17.8%નો ઘટાડો નોંધાયો હતો. તેમજ, સેકન્ડ હેન્ડ કારનું વેચાણ ખરેખરમાં 2.8 મિલિયન યૂનિટમાં નોંધાયું હતું, જે નવી ગાડીઓના વેચાણ કરતાં 50% વધારે છે.

છેલ્લાં નાણાકીય વર્ષની તુલનામાં આ વર્ષે નવી અને સેકન્ડ કારનાં વેચાણમાં ઘટાડો થયો છે. પાછલા વર્ષમાં સેકન્ડ હેન્ડ કારનું વેચાણ માત્ર 3.9 લાખ યૂનિટ હતું કારણ કે, વચ્ચે જ્યારે લોકડાઉન પૂરું થયું તો વપરાયેલી ગાડીઓની માગ અચાનક વધી ગઈ હતી.

લોન લઇને કાર ખરીદવામાં રિસ્ક
કોરોના વાઇરસને કારણે લોકો પોતાની જ ગાડીમાં ટ્રાવેલ કરવા માગે છે. આવી સ્થિતિમાં સેકન્ડ હેન્ડ કારની માગ વધી છે. જેમની પાસે નવી નોકરી છે અને બજેટ ઓછું છે તેમના માટે સેકન્ડ હેન્ડ કાર બેસ્ટ ઓપ્શન બની રહી છે. લોકડાઉનમાં ઘણા લોકોને પગાર પણ ઓછો મળી રહ્યો છે, તો સાથે નોકરી જતી રહેવાનું ટેન્શન પણ છે. આવી સ્થિતિમાં, કોઈપણ વ્યક્તિ લોન લઈને નવી કાર લેવાનું જોખમ લેવા માગતી નથી.

મારુતિ સુઝુકી, મહિન્દ્રા અને મહિન્દ્રા કંપની પર વધુ વિશ્વાસ
સેકન્ડ હેન્ડ કારમાં પણ લોકો બ્રાંડ કંપની તરફ જઈ રહ્યા છે. તેમાં લોકો મારૂતિ સુઝુકી, મહિન્દ્રા અને મહિન્દ્રા, ટાટા મોટર્સ અને ટોયોટાની ગાડીઓ ખરીદી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...