તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારનું વેચાણ વધવાનો અંદાજ:મે 2021ની તુલનામાં જૂનમાં વેચાણના આંકડામાં તેજી જોવા મળશે, 2.45 લાખ યુનિટ વેચાયા હોવાની સંભાવના છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

1 જુલાઈના રોજ ઓટોમોબાઈલ કંપનીઓ મે 2021ના રોજ સેલ્સ આંકડા જાહેર કરશે. એવું માનવામાં આવે છે કે, આ વખતે સેલ્સના આંકડામાં માસિક અને વાર્ષિક આધારે ધમાકેદાર ગ્રોથ જોવા મળી શકે છે. મે મહિનામાં રિટેલ આઉટલેટ્સ દ્વારા 245,000 યુનિટ વેચાયા હોવાની ધારણા છે. જો આવું થાય છે તો લોકડાઉનથી સતત પ્રભાવિત થતા ઓટો સેલ્સ માટે તે ઓક્સિજનનું કામ કરશે.

આ વર્ષે જૂનમાં ફેક્ટરી ડિસ્પેચ ગત વર્ષે આ જ મહિનાની તુલના કરતાં ડબલ છે. જૂન 2019માં વાહન નિર્માતાઓએ સમગ્ર દેશમાં રિટેલ આઉટલેટ્સમાં 220,000 યુનિટ મોકલ્યા. ઈન્ડસ્ટ્રીના આંકડા દર્શાવે છે કે, એપ્રિલ અને મે મહિનામાં વોલ્યુમમાં ઘટાડો નોંધાયો હતો તે જૂનમાં ફરીથી પ્રાપ્ત કરી શકાય છે.

કારનું વેચાણ વધવાના 3 મુખ્ય કારણ

  • મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખુલ્યાઃ કોવિડ 19 મહામારીને કારણે આ વર્ષે સતત કાર કંપનીઓના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બંધ રહ્યા હતા. ઘણી કંપનીઓએ પોતાના પ્લાન્ટને બંધ કરીને ત્યાં બનતા ઓક્સિજનનો સપ્લાય હોસ્પિટલમાં કર્યો હતો. જો કે, મેના અંતમાં અને જૂનના શરૂઆતના સપ્તાહમાં સ્થિતિ સામાન્ય થવા લાગી. ત્યારબાદ પ્લાન્ટને પ્લાનિંગની સાથે ખોલવામાં આવ્યા.
  • સપ્લાય ચેન શરૂ થઈઃ મે મહિનામાં કારનું વેચાણ ઘટવાનું મોટું કારણ સપ્લાય ચેન તૂટવાનું પણ હતું. પ્રોડક્શનમાં ઉપયોગ થતા કાચા માલની સાથે તેને સપ્લાય કરતી ચેન તૂટી ગઈ હતી. જો કે, જૂનમાં સપ્લાય ચેન ફરી શરૂ થતા કારની ડિમાન્ડ વધી ગઈ.
  • તબક્કાવાર રીતે લોકડાઉન ખોલ્યું: કોવિડના વધતા કેસોને ધ્યાનમાં રાખતા એપ્રિલથી જ ઘણા રાજ્યોએ લોકડાઉન લાગુ કરી દીધું હતું. જો કે, વેક્સિનેશન ઝડપથી થવાથી કોવિડના કેસ ઘટી ગયા. જેના કારણે જૂનમાં તબક્કાવાર રીતે લોકડાઉન ખોલવામાં આવ્યું. આવી સ્થિતિમાં કારની ડિમાન્ડમાં તેજી જોવા મળી.

મે 2021માં ગાડીઓની ડિમાન્ડ ઘટી હતી
કોવિડ-19 મહામારીની બીજી લહેરના કારણે મે 2021માં મોટાભાગની કંપનીઓ માટે ઓટો સેલ્સના આંકડા નિરાશાજનક રહ્યા હતા. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડને મંથલી આધાર પર 71%નું નુકસાન થયું હતું. તેમજ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું વેચાણ 52%, ટાટા મોટર્સના સેલ્સમાં 38%, અશોક લેલેન્ડના વેચાણમાં 51.59% સુધીનો ઘટાડો નોંધાયો હતો.

ફાડાના ઓલ ઈન્ડિયા વ્હીકલ રિટેલ ડેટાના અનુસાર, મે 2021માં પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં માસિક આધારે 58.96%નો ઘટાડો જોવા મળ્યો હતો. મે મહિનામાં PV સેગમેન્ટમાં 85,733 ગાડીઓનું વેચાણ થયું હતું, જ્યારે એપ્રિલમાં આ આંકડા 2,08,883 યુનિટના હતા.