ટૂ-વ્હીલર સેલમાં પોઝિટિવ ગ્રોથ:કંપનીઓએ જૂનમાં થયેલા વેચાણના આંકડા જાહેર થયાં, TVS મોટર્સે ગત વર્ષ કરતાં 25% વધુ ટૂ-વ્હીલર્સ વેચ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઇરસ રોગચાળાને કારણે વર્ષ 2020માં ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીની વૃદ્ધિને ખરાબ અસર થઈ હતી. તેમજ, 2021ની શરૂઆતમાં ધંધામાં થોડો સુધારો થયો હતો. જો કે, બીજી લહેરે આ ગ્રોથ પર બ્રેક લગાવી દીધી. હવે લોકડાઉન હટાવ્યા પછી ટૂ-વ્હીલરનું વેચાણ વધી રહ્યું છે, જેમાં મોટાભાગની ટૂ-વ્હીલર કંપનીઓમાં પોઝિટિવ ગ્રોથ જોવા મળી રહ્યો છે.

રોયલ એન્ફિલ્ડ, TVS મોટર કંપની, હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયા અને બજાજ ઓટોએ જૂન 2021ના ​​વેચાણના આંકડા જાહેર કર્યા છે.

TVS મોટર કંપની

  • TVS મોટર કંપનીનું કહેવું છે કે, જૂન 2021માં 2,38,092 યૂનિટના વેચાણ સાથે ટૂ-વ્હીલરના વેચાણમાં 25%નો ગ્રોથ જોવા મળ્યો છે, જ્યારે જૂન 2020માં 1,91,076 યૂનિટ વેચાયાં હતાં.
  • તેમજ, 2020માં 84,401 યૂનિટના વેચાણની સામે જૂન 2021માં બાઇક્સનું વેચાણ 1,46,874 યૂનિટ નોંધાયું છે.
  • આ કંપનીના સ્કૂટર્સ વિશે વાત કરીએ તો જૂન 2021માં 54,595 યૂનિટ વેચાયાં હતાં, જ્યારે જૂન 2020માં 65,666 યૂનિટ વેચાયાં હતાં. કંપનીના સ્કૂટર સેગમેન્ટમાં વેચાણમાં ઘટાડો જોવા મળ્યો હતો.
  • લોકલ ટૂ-વ્હીલરનું વેચાણ જૂન 2021માં 1,45,413 યૂનિટ નોંધાયું હતું, જે જૂન 2020માં 1,44,817 યૂનિટનું વેચાણ થયું હતું.

હીરો મોટોકોર્પ
હીરો મોટોકોર્પે મે 2021માં 1,83,044 યૂનિટની સરખામણીએ બે ગણાથી વધુનો 4,69,160 યૂનિટનો ગ્રોથ નોંધાવ્યો. એપ્રિલથી જૂન ગાળામાં કંપનીનું હોલસેલ વેચાણ 2020-21 જૂન ક્વાર્ટરમાં 5,64,665 યૂનિટની સરખામણીએ 10,24,507 યૂનિટ હતું.

હોન્ડા ટૂ-વ્હીલર
તેનાં કુલ ડિસ્પેચ જૂન 2021માં 2,34,029 યૂનિટમાં લોકલ 2,12,446 અને એક્સપોર્ટ 21,583 થયાં. તેમજ, જૂન 2020માં 2,10,879 યૂનિટમાં લોકલ 2,02,837 અને એક્સપોર્ટ 8,042 યૂનિટ વેચાણ થયું. આનાથી ટૂ-વ્હીલરના વેચાણમાં 11%નો વધારો જોવા મળ્યો છે.

બજાજ ઓટો
બજાજ ઓટોમાં ટોટલ બાઇક્સની ગયા વર્ષે જૂનમાં વેચવામાં આવેલાં 2,55,122 યૂનિટની સરખામણીએ જૂન 2021માં 3,10,578 યૂનિટ સાથે 22%નો ગ્રોથ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...