જુલાઈ સેલ્સ:કોમર્શિયલ વ્હીકલમાં 165%, થ્રી-વ્હીલરમાં 83% અને પેસેન્જર વ્હીકલમાં 62%નો વાર્ષિક ગ્રોથ નોંધાયો, ઓવરઓલ રજિસ્ટ્રેશનમાં 34%નો ઉછાળો નોંધાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોવિડને કારણે નિયંત્રણો ઘટાડવાથી ઓટો ઇન્ડસ્ટ્રીના વેચાણને પણ ફાયદો થયો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ અસોસિએશન્સ (FADA)ના જણાવ્યા અનુસાર, જુલાઈ 2021માં વાહનોનાં રજિસ્ટ્રેશનમાં વાર્ષિક ધોરણે 34.12%નો વધારો થયો છે. જુલાઈમાં પેસેન્જર વ્હીકલ્સ, ટૂ વ્હીલર અને કોમર્શિયલ વ્હીકલ સહિત તમામ સેગમેન્ટમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો. ગયા મહિને દેશભરમાં કુલ 15,56,777 ગાડીઓનું વેચાણ થયું હતું, જે ગયા વર્ષે આ જ મહિનામાં 11,60,721 હતું.

કોમર્શિયલ વ્હીકલમાં 165%નો ઉછાળો નોંધાયો
જુલાઈ 2021માં કોમર્શિયલ વ્હીકલ્સને સૌથી વધુ ફાયદો થયો છે. FADAના જણાવ્યા મુજબ, આ કેટેગરીમાં 52,130 ગાડીઓના રજિસ્ટ્રેશન નોંધાયા હતા, જે વાર્ષિક ધોરણે 165.94%નો વધારો છે. ગયા વર્ષે આ જ મહિનામાં આ આંકડો 19,602 યૂનિટ રહ્યું હતું. જો કે, જુલાઈ 2019ની સરખામણીમાં તે 24.84% ઓછું છે. બે વર્ષ પહેલા આ કેટેગરીમાં 69,361 ગાડીઓનું રજિસ્ટ્રેશન થયું હતું.

થ્રી વ્હીલરમાં 83% કરતાં વધુનો ઉછાળો નોંધાયો
જુલાઈમાં થ્રી-વ્હીલર સેગમેન્ટમાં પણ વૃદ્ધિ જોવા મળી હતી. 83.05%ની વાર્ષિક વૃદ્ધિ સાથે ગયા મહિને કુલ 27,904 ગાડીઓનું રજિસ્ટ્રેશન થયું. જુલાઈ 2020માં આ આંકડો 15,244 હતો. જો કે, બે વર્ષ પહેલાની સરખામણીએ થ્રી-વ્હીલર્સનું વેચાણ અડધાથી પણ ઓછું છે. જુલાઈ 2019માં થ્રી-વ્હીલરના 58,943 યૂનિટ રજિસ્ટર્ડ થયાં હતાં.

ટૂ-વ્હીલરમાં 27% અને પેસેન્જર વ્હીકલમાં 62% ગ્રોથ
ગયા મહિનામાં ટૂ-વ્હીલર અને પેસેન્જર વ્હીકલ્સની ખરીદીની સંખ્યામાં પણ જબરદસ્ત વધારો થયો છે. પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં પણ છેલ્લાં બે વર્ષનો રેકોર્ડ બ્રેક ગ્રોથ નોંધાયો છે. જુલાઈ 2021માં 11,32,611 ટૂ-વ્હીલરના રજિસ્ટ્રેશન થયાં, જે ગયા વર્ષે આ જ મહિનામાં 8,87,937 યૂનિટ હતાં. એટલે કે, ટૂ-વ્હીલરમાં 27.56%નો વધારો થયો છે.
તેમજ, 62.90%ના વાર્ષિક ગ્રોથ સાથે પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં 2,61,744 રજિસ્ટ્રેશન થયાં. ગયા વર્ષે આ જ મહિનામાં આ આંકડો 1,60,681 યૂનિટનો હતો. તેમજ, જુલાઈ 2019માં આ આંકડો 2,10,626 યૂનિટ હતો. એટલે કે, 2019ની સરખામણીમાં 24.27%નો ગ્રોથ હતો.

ટ્રેક્ટરનું વેચાણ ઓછું થયું
જુલાઈ મહિનામાં ટ્રેક્ટરના 82,388 યૂનિટ રજીસ્ટર થયાં હતાં. ગયા વર્ષે આ આંકડો 77,257 યૂનિટનો હતો. એટલે કે તેમાં 6.64%નો વધારો થયો છે. જો કે, હવે આ વૃદ્ધિ ધીમી પડી રહી છે. જૂન 2021માં ટ્રેક્ટરની વાર્ષિક વૃદ્ધિ 14% હતી. જો કે, તે સમયે 52,261 યૂનિટનું રજિસ્ટ્રેશન થયું હતું.

પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં મારુતિનું વર્ચસ્વ
જુલાઈ 2020માં મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ 43.67% માર્કેટ શેર સાથે પ્રથમ સ્થાને રહી. આ દરમિયાન કંપનીની 1,14,294 ગાડીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જો કે, જુલાઈ 2020માં તેનો માર્કેટ શેર 50.21% હતો. હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડ 17.09% માર્કેટ શેર સાથે બીજા ક્રમે હતી. ટોપ-5માં ટાટા મોટર્સ લિમિટેડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ અને કિઆ મોટર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સામેલ રહી.

ટૂ-વ્હીલરમાં હીરોનું વર્ચસ્વ કાયમ રહ્યું
જુલાઈ 2021માં ટૂ-વ્હીલર કંપનીઓના માર્કેટ શેરની વાત કરીએ તો, હીરો મોટોકોર્પ લિમિટેડનું વર્ચસ્વ કાયમ રહ્યું. કંપનીએ ગયા મહિને 4,01,904 યૂનિટ વેચીને 35.48% માર્કેટ શેર મેળવ્યો હતો. જો કે, વાર્ષિક ધોરણે તેના શેરમાં ઘટાડો થયો છે. જુલાઈ 2020માં તેનો માર્કેટ શેર 40.50% હતો. હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા લિમિટેડ 24.53% માર્કેટ શેર સાથે બીજા નંબરે છે.

અન્ય સમાચારો પણ છે...