બ્રિટિશ કાર કંપની MG મોટર ઈન્ડિયાએ આજે એટલે કે 2 માર્ચનાં રોજ પોતાની અપકમિંગ સ્માર્ટ ઈલેક્ટ્રિક કારનું નામ જાહેર કર્યું છે. કંપનીની આ નાનકડી EVનું નામ ‘કોમેટ’ હશે. MG એ આ કારની ડિઝાઈન અને ફીચર્સ અંગે કોઈ જ ખુલાસો કર્યો નથી. એવુ માનવામાં આવી રહ્યું છે કે, ભારતીય બજારમાં લાંબા સમયથી ચાલી રહેલી ઈલેક્ટ્રિક કાર ટેસ્ટિંગનું મોડેલ હોય શકે.
આ ઈલેક્ટ્રિક કાર Wuling Air EV નામથી ઈન્ડોનેશિયામાં રજૂ કરવામાં આવી ચૂકી છે. ભારતીય પરિસ્થિતિ મુજબ કંપની તેના મોડેલમાં અમુક ફેરફાર કરી શકે છે. MG મોટર આ મોડેલને ભીડભાડવાળા વિસ્તારો માટે તૈયાર કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ઈલેક્ટ્રિક કારમાં મોટી ટચસ્ક્રિન, ડિજિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ કંસોલ, કનેક્ટેડ કાર ટેક્નોલોજી, વાયરલેસ કનેક્ટિવિટી અને અનેક હાઈ-એન્ડ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. વિશેષ વાત એ છે કે, તેની લંબાઈ ફક્ત 2.9 મીટર હશે એટલે કે તે મારુતિ અલ્ટો કરતા પણ નાની હશે.
એતિહાસિક વસ્તુઓનાં નામ પર હોય છે MGની કારોના નામ
MG મોટર પોતાની કારનાં નામ ઐતિહાસિક ચીજવસ્તુઓનાં નામ પર રાખવા માટે પ્રચલિત છે. કંપનીએ અપકમિંગ સ્માર્ટ EVનું નામ 1934નાં બ્રિટિશ પ્લેનથી પ્રેરિત થઈને ‘કોમેટ’ રાખવામાં આવ્યુ છે. આ પ્લેને ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા મેકરોબર્ટસન એર રેસમાં ભાગ લીધો હતો. કોમેટનો અર્થ ‘ધૂમકેતુ’ પણ થાય છે.
તમને જણાવી દઈએ કે, MG મોટર ઈન્ડિયાનાં ઉપલબ્ધ પોર્ટફોલિયોમાં હેક્ટર સામેલ છે. તેનું નામ વર્ષ 1930નાં દાયકાનાં અંતમાં તૈયાર બીજી વર્લ્ડ વોરનાં ફાઈટર બ્રિટિશ બાયપ્લેનનાં નામ પર રાખ્યુ હતુ. આ રીતે ગ્લોસ્ટરનું નામ એક પ્રોટોટાઈપ જેટ એન્જિનનાં વિમાનનાં નામ પર રાખવામાં આવ્યુ છે, જે બ્રિટનમાં બનાવવામાં આવ્યુ હતુ અને પહેલીવાર તેને વર્ષ 1941માં તેને ઉડાડવામાં આવ્યુ હતું.
ફેબ્રુઆરીમાં MGનાં વેચાણમાં 7%નો ઘટાડો નોંધાયો
ફેબ્રુઆરી 2023માં કંપનીની 4,193 કારોનું વેચાણ થયું. જો કે, ગયા વર્ષે આ મહિનામાં 4,528 યૂનિટ્સનું વેચાણ થયુ હતું. કંપનીનાં વેચાણમાં 7%નો ઘટાડો નોંધાયો છે. કંપનીએ તેના વિશે કહ્યું કે, ‘નવી હેક્ટર બુકિંગ માટે ગ્રાહકોને આકર્ષિત કરી રહી છે પણ અમુક વેરિઅન્ટની ડિલિવરી સમયસર ન થવાના કારણે વેચાણ પર અસર પડ્યુ હતું.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.