આજે લોન્ચ થશે ફોક્સવેગન વર્ચસ 2022:6 એરબેગ સાથે મળશે સેફ્ટી, 8 સ્પીકર સાઉન્ડ સિસ્ટમ પણ હશે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફોક્સવેગન આજે પોતાની મિડ-સાઇઝ સેડાન વર્ચસ 2022 લોન્ચ કરશે. સ્કોડા કુશક, ફોક્સવેગન તાઈગુન અને સ્કોડા સ્લાવિયા બાદ વર્ચસ ચોથું સ્કોડા ઓટો ફોક્સવેગન ઈન્ડિયા પ્રોડક્શન હશે, જેનું નિર્માણ MQB A0 ઈન પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું છે. તેની કિંમત 11.5 લાખ રૂપિયા એક્સ શો-રૂમ હોઈ શકે છે. તેમાં 1.0 લિટરનું TSI અને 1.5 લિટરનું TSI ટર્બો પેટ્રોલ એન્જિન મળે છે. કારમાં 6 કલર વિકલ્પ મળશે. તેમાં વાઇલ્ડ ચેરી રેડ, કુરકુમા યલો, રાઇસિંગ બ્લુ મેટાલિક, રેફ્લેક્સ સિલ્વર, કાર્બન સ્ટીલ ગ્રે અને કેન્ડી વ્હાઇટનો સમાવેશ થાય છે.

2022 ફોક્સવેગન વર્ચ્યુઅલ સેફ્ટી
વર્ચસના સેફ્ટી સ્યૂટમાં 6 એરબેગ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, ISOFIX ચાઇલ્ડ સીટ માઉન્ટ, EBD સાથે ABS, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, મલ્ટી-કોલિઝન બ્રેક્સ, હિલ-હોલ્ડ કન્ટ્રોલ રિયર પાર્કિંગ કેમેરા અને રિવર્સ પાર્કિંગ સેન્સર સામેલ હશે.

2022 ફોક્સવેગન વર્ચસ ફીચર
ફીચરના મોરચે, વર્ચસ ન્યૂ ફોક્સવેગન કનેક્ટિવિટી 2.0 કનેક્ટેડ કાર ટેકનોલોજી, વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથે 10 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે આવે છે. જેમાં 8-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ, વાયરલેસ મોબાઇલ ચાર્જર, ઇલેક્ટ્રિક સનરૂફ, ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, ક્રુઝ કન્ટ્રોલનો સમાવેશ થાય છે.

2022 ફોક્સવેગન વર્ચસનું એન્જિન અને ટ્રાન્સમિશન
ફોક્સવેગન વર્ચસના હૂડમાં તાઈગુનની જેમ જ 1.0 લીટર ત્રણ સિલિન્ડરવાળી TSI અને 1.5 લીટરના ચાર સિલિન્ડરવાળા TSI એન્જિન હશે. પહેલું 115 ps અને 178 nm પેદા કરે છે, જ્યારે બીજું 150 ps અને 250 nm પેદા કરે છે. નાનું એન્જિન 6-સ્પીડ MT અથવા વૈકલ્પિક 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર AT સાથે હોઈ શકે છે, જ્યારે મોટી પાવર મિલ સ્ટાન્ડર્ડ તરીકે 7-સ્પીડ DSG સાથે આવશે.