થોડી વધારે રાહ:ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરની ડિલિવરી એક મહિનો મોડી થશે, સેમિકન્ડક્ટર ચિપની અછત પ્રોડક્શન પર પડી

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓલા S1 99,999 અને ઓલા S1 પ્રો 129,999 રૂપિયામાં મળશે

દેશમાં ઘણા ગ્રાહકો ઓલા ઇલેક્ટ્રિકની ટેસ્ટ ડ્રાઈવિંગ લઇ ચૂક્યા છે. અનેક લોકોએ આ સ્કૂટરનું બુકિંગ પણ કરાવી દીધું છે અને હવે તેઓ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રાહ જોઈ રહેલા ગ્રાહકો માટે એક નિરાશાજનક સમાચાર છે. સ્કૂટરની ડિલિવરી નવેમ્બર એન્ડની જગ્યાએ ડિસેમ્બર એન્ડમાં થશે.

કંપનીના CEO ભાવિશ અગ્રવાલે ગ્રાહકોને S1 અને S1 પ્રો સ્કૂટરની ડિલિવરી ડીલે વિશે જણાવ્યું. દુનિયા આખી હાલ સેમિકન્ડકટર ચિપની અછતનો સામનો કરી રહી છે. આની અસર ઓલા સ્કૂટરના પ્રોડક્શન પર પણ પડી છે. પૂરતી ચિપના હોવાને લીધે ડિલિવરી પાછળ ઠેલાઇ છે. નવી તારીખ પ્રમાણે, ફર્સ્ટ બેચની ડિલિવરી 15 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર દરમિયાન થશે. આની પહેલાં આ તારીખ 25 ઓક્ટોબરથી 25 નવેમ્બર હતી.

ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરના CEO ભાવિશ અગ્રવાલે કંફર્મ કર્યું હતું કે, આવતા વર્ષે ઇલેક્ટ્રિક બાઈક્સ બનાવવાનું શરૂ થઈ શકે છે. આની પહેલાં ભાવિશે એક બ્લોગ પોસ્ટમાં ઉલ્લેખ કર્યો હતો કે,કંપની પોતાની EV રેન્જને ઈ-સ્કૂટરથી ઈ-બાઈક સુધી લઇ જવાનું પ્લાનિંગ કરી રહી છે.

ઓલા S1 99,999 અને ઓલા S1 પ્રો 129,999 રૂપિયામાં મળશે
ઓલા S1ની કિંમત 99,999 અને ઓલા S1 પ્રોની કિંમત 1,29,999 રાખવામાં આવી છે. પરંતુ દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન જેવા કેટલાક રાજ્યોમાં તે અલગ અલગ ભાવે ઉપલબ્ધ છે. ગુજરાતમાં ઓલા S1 ની કિંમત 79,999 રૂપિયા છે, જ્યારે ઓલા S1 પ્રો 1,09,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. તેનું કારણ એ છે કે તે રાજ્યોમાં વિવિધ દરે સબસિડી મળી રહી છે.

બે દિવસમાં થયેલા 1100 કરોડના વેચાણનું ગણિત

  • ઓલા સ્કૂટરની કંપનીએ 2 દિવસમાં 1100 કરોડ રૂપિયાની કમાણી કરી
  • 24 કલાકની કમાણી (1100 કરોડ/2 દિવસ)= 550 કરોડ રૂપિયા
  • 1 કલાકની કમાણી (550 કરોડ/ 24 કલાક) = આશરે 23 કરોડ રૂપિયા
  • 1 સેકન્ડની કમાણી (38 લાખ/60 સેકન્ડ) = 63 હજાર રૂપિયા
  • 1 મિનિટની કમાણી (23 કરોડ/60 મિનિટ) = 38 લાખ રૂપિયા