• Gujarati News
  • Utility
  • Automobile
  • Chinese Company's Electric Car Xpeng G9 Will Offer 200km Range In 5 Minutes Of Charging, Price Has Not Been Announced Yet

ઈલેક્ટ્રિક કાર:ચાઈનીઝ કંપનીની ઈલેક્ટ્રિક કાર એક્સપેંગ G9 5 મિનિટના ચાર્જિંગમાં 200km રેન્જ આપશે, કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ કારમાં નેક્સ્ટ જનરેશન એક્સપાવર 3.0 પાવરટ્રેન સિસ્ટમ આપવામાં આવી છે

ઈલેક્ટ્રિક કારની રેન્જને લઈને દુનિયાભરની કંપનીઓ કામ કરી રહી છે. ચીનની એક્સપેંગ મોટર્સે આવી જ એક ઈલેક્ટ્રિક કાર તૈયાર કરી છે. આ કારનું નામ G9 SUV છે. કંપનીએ આ કારને લઈને દાવો કર્યો છે કે તે માત્ર 5 મિનિટના ચાર્જિંગમાં 200KMનું અંતર કાપે છે. આ એક સ્માર્ટ SUV કાર છે. કંપનીએ આ EVનું ટીઝર પહેલા જ રિલીઝ કરી દીધું છે.

એક્સપેંગ મોટર્સે આ ઈવીને ઓટો ગુઆંગજૌ 2021 ઈવેન્ટ દરમિયાન રજૂ કરી છે. ગાડીમાં સેફ્ટીની સાથે એડવાન્સ્ડ ડ્રાઈવર અસિસ્ટન્ટ સિસ્ટમ XPILOT 4.0 ADAS આપવામાં આવી છે. એનવાયરમેન્ટ સાથે સંબંધિત સ્ટાન્ડર્ડને ફોલો કરીને તેને તૈયાર કરવામાં આવી છે.

એક્સપેંગ મોટર્સ G9 ઈલેક્ટ્રિકની ખાસ બાબતો
આ કારમાં નેક્સ્ટ જનરેશન એક્સપાવર 3.0 પાવરટ્રેન સિસ્ટમ આપવામાં આવી છે, જે ચીનની પહેલા 800V હાઈ વોલ્ટેજ પ્રોડક્શનની સાથે આવે છે. તેમાં ડ્રાઈવર અસિસ્ટન્ટ સિસ્ટમ XPILOT 4.0 ADAS આપવામાં આવી છે. તે ઓટોનોમસ કાર માટે એક નવી સિસ્ટમ છે. જે કારને સેફ બનાવે છે. કારમાં સ્માર્ટ કોકપિટ ફીચર પણ આપવામાં આવ્યું છે.

રિપોર્ટના અનુસાર, આ SUV સંપૂર્ણ રીતે આરામદાયક અને સ્પેસિયસ છે. કારના ઈન્ટિરિયરની વાત કરીએ તો તેમાં ફૂલી ફંગ્શનલ સ્ટીયરિંગ, લગભગ 10થી 12 ઈંચની ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. ઇન્ફોટેનમેન્ટને કારના સ્પીડો મીટર સાથે જોડવામાં આવી છે. જેનાથી ડિસ્પ્લે સ્ક્રિન ઘણી મોટી દેખાય છે. તે ફ્લોટિંગ સ્ક્રિન છે, જેને ડેશબોર્ડ પર સ્ટેન્ડ કરવામાં આવી છે.

લોન્ચિંગને લઈને કંપનીએ હજી કોઈ ખુલાસો નથી કર્યો
કારને રજૂ તો કરી દીધી છે, પરંતુ તેની લોન્ચિંગને લઈને કંપનીએ ખુલાસો નથી કર્યો. માનવામાં આવી રહ્યું છે કે, કારને 2022 સુધી લોન્ચ કરી શકાય છે. કારમાં સૌથી ખાસ વાત એ છે કે તે 5 મિનિટના ચાર્જિંગમાં 200 કિમી સુધી અંતર કાપે છે. તેની ફૂલ રેન્જ શુ હશે તે વિશે પણ કંપનીએ કોઈ જાણકારી નથી આપી.