તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોમ્પિટીશન:ટેસ્લા પર ચીનની ગાડી ભારે પડી, છેલ્લાં 2 મહિનામાં ટેસ્લા મોડેલ 3 કરતાં હાંગ ગુઆંગ મિની EVનાં 20,800 યૂનિટ વધુ વેચાયાં

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ (EV)ની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે. તેમજ, EV બનાવતી કંપનીઓ સમગ્ર વિશ્વમાં સતત વધી રહી છે. ટેસ્લા EV સેગમેન્ટમાં સૌથી મોટી કંપની છે. જો કે, વર્ષના પહેલાં બે મહિનામાં ચીનની SAIC મોટરની ડિમાન્ડ જોવા મળી છે. આ કંપનીની હોંગ ગુઆંગ મિની EV વેચાણના મામલે ટેસ્લાના મોસ્ટ ડિમાન્ડિંગ મોડેલ 3ને વટાવી ગઈ છે.

ટેસ્લા મોડેલ 3 કરતાં મિની EVના 20,800 યૂનિટ વધુ વેચાયાં છે

  • હોંગ ગુઆંગ મિની EVએ વર્ષના જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ટેસ્લા મોડેલ 3થી આગળ નીકળી ગઈ. મિની EVનાં જાન્યુઆરીમાં 36,000 યૂનિટ વેચાયાં હતાં. આ દરમિયાન મોડેલ 3ના 21,500 યૂનિટ વેચાયાં. એ જ રીતે, મિની EVએ ફેબ્રુઆરીમાં 20,000 યૂનિટ વેચ્યાં હતાં. આ સમય દરમિયાન મોડેલ 3ના 13,700 યૂનિટ વેચાયાં.
  • એટલે કે હોંગ ગુઆંગ મિની EVના બે મહિના દરમિયાન કુલ 56,000 યૂનિટ વેચાયાં છે. તેમજ, મોડેલ 3ના 35,200 યૂનિટ વેચાયાં છે. બંને EVના વેચાણમાં 20,800 યૂનિટનો તફાવત હતો.
હોંગ ગુઆંગ મિની EVના બે મહિના દરમિયાન કુલ 56,000 યૂનિટ વેચાયાં
હોંગ ગુઆંગ મિની EVના બે મહિના દરમિયાન કુલ 56,000 યૂનિટ વેચાયાં

હોંગ ગુઆંગ મિની EV શા માટે આટલી લોકપ્રિય?

  • ચીનમાં હોંગ ગુઆંગ મિની EVની કિંમત 28,800 યુઆન (આશરે 3,20,500 રૂપિયા) છે. તેમજ, ટેસ્લા મોડેલ 3ની પ્રારંભિક કિંમત 38,190 (લગભગ 27,65,300 રૂપિયા) છે.
  • મિની EVમાં 17.4hp (13.0 kW) મેગ્નેટ ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે. તેમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. કારમાં 9.2 kWhની બેટરી આપવામાં આવી છે.
  • મિની EV અંગે કંપનીનું કહેવું છે કે, તે સિંગલ ચાર્જમાં 170 કિમી સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. તેની ટોપ સ્પીડ 100 KM/H છે. જો કે, મોડેલ 3 ની પ્રારંભિક રેન્જ 402 KM છે.
  • મિની EVમાં 4 પેસેન્જર ટ્રાવેલ કરી શકે છે. જો કે, તેમાં વધુ બૂટ સ્પેસ નથી મળતી. પાછળની સીટને ફોલ્ડ કરીને મોટી બૂટ સ્પેસ બનાવી શકાય છે.
  • મિની EVની લંબાઈ 115 ઇંચ, પહોળાઈમાં 59 ઇંચ અને ઉંચાઇ 64 ઇંચ છે. તેમાં 76.4 ઇંચનું વ્હીલબેઝ આપવામાં આવ્યું છે. આ કારનું વજન માત્ર 665 કિલો છે.
  • ટેસ્લા મોડેલ 3ની લંબાઈ 185 ઇંચ, પહોળાઈ 73 ઇંચ અને ઉંચાઈ 57 ઇંચ છે. તેમાં 113 ઇંચનું વ્હીલબેઝ આપવામાં આવ્યું છે. આ કારનું કુલ વજન 1587 કિલો છે.
અન્ય સમાચારો પણ છે...