તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Automobile
  • Chetak Electric Scooter Launches At Rs 1 Lakh, Will Run 95+ Km At Full Charge, Will Also Get The Necessary Details On The App.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1 લાખ રૂપિયામાં ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ, ફુલ ચાર્જ પર 95+ કિમી ચાલશે, એપ પર જરૂરી ડિટેલ પણ મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીએ પહેલું સ્કૂટર પૂણેમાં લોન્ચ કર્યું, આગળ બેંગલુરૂ, મુંબઈ, દિલ્હી, ચેન્નઇ અને હૈદરાબાદમાં લોન્ચ થશે
  • બજાજ ઈલેક્ટ્રિક સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત 1 લાખ રૂપિયા, 3 વર્ષ અથવા 50 હજાર કિલોમીટરની વોરંટી પણ મળશે

ઓટો ડેસ્ક: બજાજે લાંબા સમય પછી મંગળવારે તેમના ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરનો લોન્ચ કર્યું હતું. તેની એક્સ-શોરૂમ કિંમત એક લાખ રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ તેના અર્બન અને પ્રીમિયમ બે વેરિયન્ટ રજૂ કર્યા છે. તેમાં છ કલર વેરિયન્ટ સાયબર વ્હાઇટ, હેઝલનટ, સિટ્રસ રશ, વેલ્યૂટો રોજો, ઇન્ડિગો મેટેલિક અને બ્રુક્લન બ્લેકમાં ખરીદી શકાશે. ઇલેક્ટ્રિક સ્કૂટરની પ્રી બુકિંગ 15 જાન્યુઆરીથી શરૂ થશે. ડિલીવરી ફેબ્રુઆરીના અંત સુધી મળશે. 

95+ કિલોમીટરની રેન્જ
બજાજ ચેતક ઇલેક્ટ્રિકમાં 3 કિલોવોટની બેટરી અને 4080 વોટની મોટર આપવામાં આવી છે. તે 16Nmનો ટોર્ક જનરેટ કરે છે . બેટરી અને મોટરને IP67 રેટિંગ આપવામાં આવી છે. મતલબ કે તે ડસ્ટપ્રૂફ અને વોટરપ્રુફ છે. કંપનીનો દાવો છે કે 5 કલાકમાં બેટરી ફુલ ચાર્જ થઇ જાય છે. સ્કૂટરમાં ઇકો અને સ્પોર્ટના બે ડ્રાઇવિંગ મોડ આપવામાં આવ્યા છે. ફુલ ચાર્જ થવા પર ઇકો મોડમાં 95 કિલોમીટર સુધીની રેન્જ આપે છે. બીજી તરફ સ્પોર્ટ મોડમાં 85 કિલોમીટર ચાલશે. સ્કૂટર સાથે ચાર્જર ફ્રી હશે જ્યારે ફાસ્ટ DC ચાર્જરને કંપની આવીને તમારા ઘરે મફતમાં ઇન્સ્ટોલ કરશે.

એપ પર જરૂરી જાણકારી મળશે
કંપનીએ સ્કૂટરને રેટ્રો લુક આપ્યું છે. તેમાં રાઉન્ડ હેડલેમ્પ, 12 ઇન્ચ એલોય વ્હીલ અને સિંગલ સાઇડ સસ્પેન્શન આપવામાં આવ્યું છે. સમગ્ર મેટલ બોડી સાથે બનેલું તે દેશનું પહેલું સ્કૂટર છે. સ્કૂટરને કંપનીના એપ સાથે કનેક્ટ કરી શકાશે. ત્યાર બાદ તેની રેન્જ , ચાર્જિંગ, લોકેશન જેવી અગત્યની જાણકારી ફોન પર જ મળી જશે. મોબાઇલ એપમાં સ્કૂટર મોબિલીટી સોલ્યૂશન, ડેટા કમ્યુનિકેશન, સિક્યોરીટી, યૂઝર ઓથેન્ટિકેશન જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. 

રિવર્સ ગિયર અને 3 વર્ષની વોરંટી
આ સ્કૂટરમાં રિવર્સ ગિયર ફીચર પણ મળશે. મતલબ કે ઢોળાવ હોય તેવી જગ્યાએ આસાનીથી તેને પાછળ કરી શકાય છે. આ ફીચરથી મહિલાઓ માટે પણ ડ્રાઇવિંગ સરળ થઇ જશે. બજાજે પહેલું સ્કૂટર પૂણેમાં લોન્ચ કર્યું છે. ત્યારબાદ તેને બેંગલુરૂ, મુંબઈ, દિલ્હી, ચેન્નઇ અને હૈદરાબાદ જેવા શહેરોમાં લોન્ચ કરવામાં આવશે. કંપની સ્કૂટર પર ત્રણ વર્ષ અથવા તો 50 હજાર કિલોમીટરની વોરંટી આપી રહી છે. 
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો