• Gujarati News
  • Utility
  • Automobile
  • Check These 5 Documents Including RC And Documents When Buying A Second Hand Car, Find Out When To Submit Forms 32 And 35

યુઝ્ડ કાર બાઈંગ ટિપ્સ:સેકન્ડ હેન્ડ કાર ખરીદતી વખતે RC અને ડોક્યુમેન્ટ સહિત આ 5 ડોક્યુમેન્ટ ચેક કરો, ફોર્મ 32 અને 35 ક્યારે સબમિટ કરશો, જાણો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેકન્ડ હેન્ડ કાર ખરીદતી વખતે ઈન્શ્યોરન્સ પોલિસી સમજ્યા બાદ તમારે નામે ટ્રાન્સફર કરાવો
  • બાઈંગ બિલ અને કાર સર્વિસ ડોક્યુમેન્ટ ચેક કર્યા બાદ જ કારની ખરીદી કરો

કોરોનાની એન્ટ્રી બાદ દેશમાં સેકન્ડ હેન્ડ કારની ડિમાન્ડ વધી છે. લોકો ઓછી કિંમતમાં વેલ મેન્ટેન કાર ખરીદવા માગતા હોય છે. ભારતમાં સેકન્ડ હેન્ડ કારની ટ્રાન્સફર પ્રોસેસ થોડી જટિલ છે. કાર ઓનરનું આઈડી અને એડ્રેસ, PAN કાર્ડ અને RTOનું CC (ક્લીયરન્સ સર્ટિફિકેટ) જરૂર ચેક કરવું જોઈએ. cardekho દ્વારા લિસ્ટેડ ડોક્યુમેન્ટ નીચે આપેલા છે. તમારાં નામ પર વ્હીકલ ટ્રાન્સફર કરાવવા માટે આ ડોક્યુમેન્ટ જમા કરાવવાની જરૂર પડે છે.

1. બાઈંગ બિલ
આ કંપની અથવા ડીલરનું ઓફિશિયલ ચણલ હોય છે. સેકન્ડ હેન્ડ કાર ખરીદતી વખતે બાઈંગ બિલ ચકાસવું જરૂરી છે.

2. RC (રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ)

સેકન્ડ હેન્ડ વ્હીકલ ખરીદવા માટે RCની ડિમાન્ડ કરો. ડુપ્લિકેટ કોપી પર ભરોસો ન કરો. RC અગત્યનો દસ્તાવેજ છે કારણ કે તેમાં વાહન વિશે ATO Z તમામ વિગતો હોય છે. વ્હીકલ ડ્રાઈવ કરતી વખતે પણ તે હંમેશાં સાથે રાખવું જરૂરી છે.

3. કાર સર્વિસ ડોક્યુમેન્ટ

કાર સર્વિસિંગ હિસ્ટ્રી રેકોર્ડ કરવા માટે સર્વિસ બુક રાખવી આવશ્યક હોય છે. આ રેકોર્ડ જોઈને સેકન્ડ હેન્ડ કારની ખરીદી કરી રહેલા વ્યક્તિને વ્હીકલની સ્ટ્રેન્થ ખબર પડે છે. જો કારની સર્વિસ શિડ્યુલ પ્રમાણે થઈ હોય તો તે વધુ સારી સ્થિતિમાં હોય છે. આ સિવાય ઓનર પાસેથી PUC સર્ટિફિકેટ પણ લેવું જરૂરી છે.

4. ઈન્શ્યોરન્સ

સેકન્ડ હેન્ડ કારની ખરીદી કરતાં સમયે કારનું ઈન્શ્યોરન્સ છે કે કેમ તે પણ જાણી લેવું જોઈએ. ઈન્શ્યોરન્સ પોલિસી તમારાં નામ પર ટ્રાન્સફર કરાવવાનું ન ભૂલવું જોઈએ. ઈન્શ્યોરન્સના પ્રીમિયમની ચૂકવણી સમયસર કરવામાં આવી છે કે નહિ તે પણ તપાસો. પ્રીમિયમની ચૂકવણી સમયસર ન થઈ હોય તો તેની ગંભીર અસર તમારા પર થઈ શકે છે. પોલિસીના નિયમો અને શરતો વિગતે વાંચી સમજો કે તમારે ઈન્શ્યોરન્સની જરૂર છે કે નહિ.

5. માલિકીનું ફોર્મ
ફોર્મ 29 સબમિટ કરાવવું જરૂરી છે. આ ફોર્મ કારની ઓનરશિપ ટ્રાન્સફર કરવાની નોટિસ દર્શાવે છે. ફોર્મ 30 ઓનરશિપની સૂચના અને ટ્રાન્સફર માટેની અરજી છે તે પણ સબમિટ કરવું આવશ્યક છે. સેકન્ડ હેન્ડ કારની ખરીદી દરમિયાન આ ફોર્મ આવશ્યક છે. સેલરે ફોર્મ્સની કોપી ઓનરશિપ ટ્રાન્સફર માટે RTO મોકલવાની હોય છે. એક રાજ્યથી બાજ રાજ્યના ટ્રાન્સફર માટે ફોર્મ 28ની આવશ્યકતા હોય છે. આ ફોર્મ ટ્રાન્સફર માટેનું NOC હોય છે. પ્રથમ માલિકે કાર લોનથી લીધી હોય તો સેકન્ડ હેન્ડ કાર ખરીદતાં સમયે ફોર્મ 32 અને 35 સબમિટ કરાવવું પણ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...