• Gujarati News
  • Utility
  • Automobile
  • Check Out This List If You Are Buying A New Car, With The WagonR The Best selling SUV In July, At The Top Of Creta's Demand.

કાર ખરીદવામાં ઉપયોગી લિસ્ટ:જુલાઈમાં વેગનઆર સૌથી વધુ વેચાઈ, SUVમાં ક્રેટાની ડિમાન્ડ ટોપ પર, નવી કાર ખરીદી રહ્યા હો તો આ લિસ્ટ ચેક કરી લો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતીય બજારમાં કઈ કારની સૌથી વધુ ડિમાન્ડ છે અને શા માટે? આ વાત ખબર પડી જાય તો નવી કાર ખરીદવી સરળ બને છે. અમે તમને જુલાઈમાં સૌથી વધુ વેચાતી ગાડીઓ વિશે જણાવી રહ્યા છીએ. એટલે કે, હેચબેક, SUV, MPV જેવા વિવિધ સેગમેન્ટમાં કઈ કાર સૌથી વધુ વેચાઈ. તો ચાલો હેચબેકથી શરૂઆત કરીએ...

ગયા મહિને મારુતિ સુઝુકી વેગનઆરને સૌથી વધુ વેચાતી ગાડી તાજ મળ્યો હતો. આ કારના 22,836 યૂનિટ વેચાયાં હતાં. તેણે વાર્ષિક ધોરણે 69%નો ગ્રોથ નોંધાવ્યો છે. જુલાઈ 2020માં વેગનઆરના 13,515 યૂનિટ વેચાયાં હતાં. બાય ધ વે, જો આપણે જુલાઈની ટોપ-10 કારની વાત કરીએ તો, મારુતિના 8 મોડલ લિસ્ટમાં સામેલ હતા. તેમજ, હ્યુન્ડાઇ અને ટાટાની એક-એક કાર આ લિસ્ટનો ભાગ હતી. મારુતિની સ્વિફ્ટ, બલેનો અને અલ્ટોને વેગનઆર સાથે હેચબેક કેટેગરીમાં સમાવવામાં આવી હતી. તેમજ, હ્યુન્ડાઇની ગ્રાન્ડ i10 પણ આ લિસ્ટનો એક ભાગ બની છે. સ્વિફ્ટને સૌથી વધુ 81%નો વાર્ષિક ગ્રોથ મળ્યો છે.

સસ્તી હેચબેકની ડિમાન્ડ સૌથી વધારે
નવા નિયમોને કારણે હવે કોઈપણ કારના બેઝ વેરિઅન્ટમાં ABS, EBD, પાર્કિંગ સેન્સર, એરબેગ્સ, સ્પીડ અલર્ટ, સીટ બેલ્ટ અલર્ટ જેવાં બેઝિક ફીચર્સ મળી રહ્યાં છે. આને કારણે સસ્તી કાર પણ સંપૂર્ણપણે સેફ બને છે. તેમજ, સ્ટીલ અને કાચા માલની વધતી કિંમતોને કારણે કારની કિંમત પણ વધી ગઈ છે. આનાથી બેઝ વેરિએન્ટ પણ મોંઘુ થયું છે. આ કારણોસર, મોટાભાગના લોકો બેઝ વેરિએન્ટ અને સસ્તી કાર તરફ વળી રહ્યા છે.

જુલાઈમાં જે મલ્ટિ પર્પઝ વ્હીકલ (MPV)ની ડિમાન્ડ સૌથી વધુ હતી, તેમાં પણ મારુતિનું વર્ચસ્વ જોવા મળ્યું હતું. ટોપ-5 MPVની વાત કરીએ તો, અર્ટિગા 13,434 યૂનિટ વેચીને પ્રથમ સ્થાને રહી. આ વાહનમાં વાર્ષિક ધોરણે 58%નો ગ્રોથ જોવા મળ્યો છે. તેમજ, ઇકોના પણ 10 હજારથી વધુ યૂનિટ વેચાયાં હતાં. XL6 તરીકે ઓળખાતી મારુતિની લક્ઝરી MPV પણ આ લિસ્ટમાં સામેલ હતી. આ સિવાય, મહિન્દ્રા બોલેરો અને ટોયોટા ઈનોવા ક્રિસ્ટા પણ આ લિસ્ટનો એક ભાગ બની છે.

હવે વાત કરીએ SUV ગાડીઓની તો હ્યુન્ડાઇ ક્રેટાને આ સેગમેન્ટની ટોપ-5 કેટેગરીમાં ગોલ્ડ મેડલ મળ્યો. જુલાઈ 2020માં તેનાં 11,549 યૂનિટ વેચાયાં, જુલાઈ 2021માં આ આંકડો 13%ના વાર્ષિક ગ્રોથ સાથે 13,000 સુધી પહોંચ્યો. ત્યારબાદ મારુતિ બ્રેઝાનો નંબર આવ્યો. ટાટાની સૌથી લોકપ્રિય નેક્સન પણ આ લિસ્ટમાં ત્રીજા નંબરે રહી. તેમજ, હ્યુન્ડાઇ વેન્યૂ અને કિઆ સોનેટ ટોપ-5માં સામેલ રહી.

જુલાઈની ટોપ-25 ગાડીઓના લિસ્ટમાં માત્ર 2 સિડેનનો જ સમાવેશ કરાયો. આમાં મારુતિ ડિઝાયર 10,470 યૂનિટ વેચાઇને 8મા નંબરે અને હ્યુન્ડાઇ એક્સસેન્ટ 4,034 યૂનિટ વેચાઇને 24મા નંબરે રહી. વેચાણના આ આંકડા જોઇને એક વાત સ્પષ્ટ છે કે લોકો સિડેન ઓછું પ્રિફર કરી રહ્યા છે. જો કે, મારુતિ ડિઝાયર એક પોપ્યુલર સિડેન કાર છે. વધુ બુટ સ્પેસ અને હાઈ એવરેજને કારણે તે હંમેશાં ટોપ-5 અથવા ટોપ-10 કારમાં સામેલ થતી રહે છે.