ટોપ-5 સેફેસ્ટ કાર:ટાટાથી લઇને મહિન્દ્રા સુધીની ટોપ-5 સેફેસ્ટ કારનું લિસ્ટ ચેક કરી લો, NCAP ક્રેશ ટેસ્ટમાં આ ગાડીઓને 4 અને 5 સ્ટાર મળ્યા છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હવે કારના વેચાણમાં તેનું સેફ્ટી રેટિંગ ખૂબ મહત્ત્વપૂર્ણ બની ગયું છે. મોટાભાગના લોકો કાર ખરીદતાં પહેલાં તેનાં સેફ્ટી ફીચર્સ ચેક કરે છે. ખાસ કરીને ક્રેશ ટેસ્ટમાં કારનું રેટિંગ શું છે? જો કે, કાર જેટલી સેફ હોય છે તેની કિંમત પણ એટલી વધે છે. જો તમે પણ નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા હો તો અમે તમને અહીં દેશની 5 સેફેસ્ટ કાર વિશે જણાવી રહ્યા છીએ.

સૌપ્રથમ જાણીએ કારની સલામતીનું સૌથી મોટું માપ શું છે?
સ્કેલ નંબર-1: ક્રેશ ટેસ્ટ રેટિંગ

ગ્લોબલ કાર સેફ્ટી એજન્સી ગ્લોબલ NCAP દ્વારા ભારતમાં વેચાતી લગભગ તમામ ગાડીઓનો ક્રેશ ટેસ્ટ કરવામાં આવે છે. ક્રેશ ટેસ્ટ માટે કારમાં ડમીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ડમી માણસની જેમ તૈયાર કરવામાં આવે છે. ટેસ્ટ દરમિયાન ગાડીને ફિક્સ સ્પીડથી કોઈ હાર્ડ ઓબ્જેક્ટ સાથે અથડાવવામાં આવે છે. આ દરમિયાન કારમાં 4થી 5 ડમીનો ઉપયોગ કરવામાં આવે છે. પાછળની સીટ પર એક બાળકનું ડમી મૂકવામાં આવ્યું હોય છે. આ ચાઇલ્ડ સેફ્ટી સીટ પર ફિક્સ કરવામાં આવે છે. ક્રેશ ટેસ્ટ બાદ કારની એરબેગે કામ કર્યું છે કે નહીં, ડમી કેટલી ડેમેજ થઈ તેના આધારે રેટિંગ આપવામાં આવે છે.

સ્કેલ નંબર 2: કારનાં સેફ્ટી ફીચર્સ
કાર ખરીદતી વખતે ક્રેશ ટેસ્ટ સાથે અન્ય સેફ્ટી ફીચર્સ જેવાં કે એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક બ્રેક-ફોર્સ ડિસ્ટ્રીબ્યુશન, રિઅર કેમેરા, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ઓટો ડોર લોક/અનલોક, વેરેબલ લોક/અનલોક, ડે ટાઈમ રનિંગ લાઇટ્સ, રિઅર ડિફોગર અને વાઇપર, રિવર્સ પાર્કિંગ સેન્સર્સ, ડે/નાઇટ મિરર અને ફોગ લેમ્પ સામેલ છે.
હવે અમને જણાવીએ કે ભારતમાં કઈ 5 સલામત કાર ઉપલબ્ધ છે.

1. મહિન્દ્રા XUV300
NCAP રેટિંગ: 5 સ્ટાર

મહિન્દ્રા XUV300 એ રસ્તા પરની સૌથી સલામત કાર માનવામાં આવે છે. તેને 'સેફ ચોઇસ' અવોર્ડ પણ મળ્યો છે. NCAPએ તેને ડલ્ટ ઓક્યુપન્ટ પ્રોટેક્શનમાં 4 સ્ટાર રેટિંગ પણ આપ્યું છે. આ ગ્લોબલ NCAPના #SaferCarsforIndia કેમ્પેનમાં ટેસ્ટ કરવામાં આવેલી કોઇપણ કારનાં સૌથી વધુ કમ્બાઇન સેફ્ટી રેટિંગ હતાં. તેમાં 7 એરબેગ્સ, ફ્રંટ અને રિઅર પાર્કિંગ સેન્સર, 4 ડિસ્ક બ્રેક્સ, કોર્નર બ્રેકિંગ કંટ્રોલ, ABS, EBD, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, ફ્રંટ અને રિઅર ફોગ લેમ્પ્સ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, રિઅર પાર્કિંગ કેમેરા જેવાં અનેક સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યાં છે.

2. ટાટા અલ્ટ્રોઝ
NCAP રેટિંગઃ 5 સ્ટાર

NCAPએ આ હેચબેકને 5 સ્ટાર રેટિંગ પણ આપ્યાં છે. સ્ટાન્ડર્ડ તરીકે તેમાં ફ્રંટમાં બે એરબેગ્સ આપવામાં આવી છે. અલ્ટ્રોઝને તેના સ્ટેબલ સ્ટ્રક્ચર માટે ઘણી પ્રશંસા મળી ચૂકી છે. ગ્લોબલ NCAPએ જણાવ્યું હતું કે, કારમાં માથા અને ગળાને સારી સુરક્ષા મળે છે. આગળની સીટ પર બેસનારા બે પુખ્તવયના લોકોને ચેસ્ટ પ્રોટેક્શન સારું મળે છે. કારમાં ABS, EBD, કોર્નર સ્ટેબિલિટી કંટ્રોલ, પાર્કિંગ આસિસ્ટન્ટ. વોઇસ અલર્ટ વોર્નિંગ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

3. ટાટા નેક્સન
NCAP રેટિંગ : 5 સ્ટાર

ટાટાની આ સબ 4 મીટર SUVને NCAP દ્વારા 5 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યાં છે. 5 સ્ટાર રેટિંગ ધરાવનારી ભારતની આ પહેલી કાર હોવાનું પણ કહેવાય છે. તેને અડલ્ટ પ્રોટેક્શન માટે 5 સ્ટાર અને ચાઇલ્ડ ઓક્યુપન્ટ પ્રોટેક્શન માટે 3 સ્ટાર રેટિંગ મળ્યાં છે. તેનાં બોડી સ્ટ્રક્ચરને પણ સ્ટેબલ રેટિંગ આપવામાં આવી છે.

4. મહિન્દ્રા થાર
NCAP રેટિંગ: 4 સ્ટાર

મહિન્દ્રા થારને ક્રેશ ટેસ્ટ દરમિયાન 4 રેટિંગ મળ્યાં હતાં. તેને અડલ્ટ પ્રોટેક્શન અને ચાઇલ્ડ ઓક્યુપન્ટ પ્રોટેક્શન બંને માટે 4 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે. થારનો સાઇડ ઇમ્પેક્ટ ટેસ્ટ રણ કરવામાં આવ્યો છે. આ ટેસ્ટ દરમિયાન ઊભેલી થારમાં 50kmhની સ્પીડથી એક મોબાઇલ બેરિઅર અથડાય છે. આ ટેસ્ટમાં આ કાર પાસ થઈ ગઈ. તેમજ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ (ESC) ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. આ ટેસ્ટમાં થાર માત્ર 3 સેકંડમાં કન્ટ્રોલ થઈ ગઈ.

5. ફોક્સવેગન પોલો
NCAP રેટિંગ: 4 સ્ટાર

ગ્લોબલ NCAP કાર ક્રેશ રેટિંગમાં ફોક્સવેગન પોલો હેચબેકને 4 સ્ટાર મળ્યા છે. તેમાં ફ્રંટ સીટ માટે બે એરબેગ આપવામાં આવી છે. આ હેચબેકમાં ટ્રેક્શન કંટ્રોલ, ISOFIX ચાઇલ્ડ સીટ એન્કરેજ, ESC, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, રિઅર પાર્કિંગ સેન્સર અને એક રિઅર પાર્કિંગ કેમેરા પણ આપવામાં આવ્યો છે.