તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Automobile
  • Check Out The List Of Top 10 Cars, The Swift Became The People's First Choice In March 2021 And The Creta The Best selling SUV.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટોપ-10 લિસ્ટ:માર્ચ 2021માં સ્વિફ્ટ લોકોની ફર્સ્ટ ચોઈસ બની અને ક્રેટા સૌથી વધુ વેચાનારી SUV બની, ટોપ-10 ગાડીઓનું લિસ્ટ ચેક કરી લો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

નવું વર્ષ ઓટો ઇન્ડસ્ટ્રી માટે સારી શરૂઆત લાવ્યો છે. દર મહિને ગાડીઓનું વેચાણ વધી રહ્યું છે. લગભગ બધી કંપનીઓ વાર્ષિક ધોરણે રેકોર્ડબ્રેક વેચાણ કરી રહી છે. જો કે, દેશની નંબર વન કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડનું વર્ચસ્વ કાયમ રહ્યું છે. 2021 માર્ચની ટોપ-10 કારમાં 7 મોડેલ્સ મારુતિના રહ્યાં છે. તેમજ, હ્યુન્ડાઇમાં 3 મોડેલ્સ સામેલ છે. ટોપની 5 કારમાંથી 4 કાર મારુતિની હતી.

સ્વિફ્ટ સૌથી વધુ ડિમાન્ડમાં રહી
મારુતિની સ્વિફ્ટ દર મહિને સૌથી વધુ વેચાયેલી કારનાં લિસ્ટમાં પહેલા કે બીજા નંબરે છે. ગયા મહિને સ્વિફ્ટની ભારે ડિમાન્ડ રહી હતી. કંપનીએ 21,714 સ્વિફ્ટ વેચી હતી. વાર્ષિક ધોરણે સ્વિફ્ટની માગમાં 153%નો વધારો થયો છે. માર્ચ 2020માં કંપનીએ 8,575 સ્વિફ્ટ વેચી. સ્વિફ્ટનો માર્કેટ શેર 14.7% હતો.

બલેનો, વેગનઆર અને અલ્ટો પણ ટોપ ડિમાન્ડમાં સામેલ
મારુતિની અન્ય ગાડીઓમાં બલેનો, વેગનઆર અને અલ્ટો સામેલ છે. આ કાર ટોપ-5માં સામેલ છે. કંપનીએ માર્ચમાં 21,217 બલેનો, 18,757 વેગનઆર અને 17,401 અલ્ટોનું વેચાણ કર્યું. તેમનો માર્કેટ શેર અનુક્રમે 14.36%, 12.70% અને 11.78% રહ્યો છે.

હ્યુન્ડાઇ ક્રેટા સૌથી વધુ વેચાયેલી SUV બની
હ્યુન્ડાઇના 3 મોડેલ માર્ચ 2021માં વેચાણની ટોપ-10 કારમાં સામેલ હતાં. આમાં ક્રેટાને ટોપ-5માં સામેલ કરવામાં આવી હતી. એટલે કે, તે દેશમાં સૌથી વધુ વેચાયેલી SUV પણ બની ગઈ છે. ગયા મહિને કંપનીએ 12,640 યૂનિટ વેચ્યાં હતાં. ઇન્ડિયન માર્કેટમાં ક્રેટાનો માર્કેટ શેર 8.56% છે. હ્યુન્ડાઇના 2 અન્ય મોડેલ ગ્રાન્ડ i10 10 નિયોસ અને વેન્યૂ રહ્યાં.

મારુતિએ 1,67,014 ગાડી વેચી

  • દેશની સૌથી મોટી અને સૌથી વધુ કાર વેચતી કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ છે. તેણે ગયા મહિને 91.77%ના ગ્રોથ સાથે કુલ 1,67,014 વાહનોનું વેચાણ કર્યું છે. તેમાં યુટિલિટી વ્હીકલ, કોમ્પેક્ટ સેગમેન્ટ, LCV અને વેન સેગમેન્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ગયા વર્ષે સમાન ગાળામાં મારુતિએ 83,792 વાહનોનું વેચાણ કર્યું હતું. એટલે કે, કંપનીએ આ વખતે બમણી કાર વેચી છે.
  • આ સમયગાળા દરમિયાન તેનું ડોમેસ્ટિક સેલ્સ 1,46,203 ગાડીઓ સાથે ડબલ રહ્યું. કંપનીએ 146%ના ગ્રોથ સાથે 11,597 ગાડીઓની નિકાસ કરી. જે ગયા વર્ષે માર્ચમાં 4,712 ગાડીઓ હતી. મિની અને કોમ્પેક્ટ વ્હીકલ સેગમેન્ટમાં તેણે 103%ના ગ્રોથ સાથે 82,201 ગાડીઓનું વેચાણ કર્યું. તેમજ, તેનું યુટિલિટી સેલ્સ 26,174 ગાડીઓનું રહ્યું.

હ્યુન્ડાઈએ 52,600 ગાડી વેચી

  • દેશની બીજી સૌથી મોટી કાર વેચનારી કંપની હ્યુન્ડાઇએ ગયા મહિને 52,600 ગાડીઓનું વેચાણ કર્યું હતું. તે માર્ચ 2020ની તુલનામાં 100% ગ્રોથ હતો. ગયા વર્ષે કંપનીએ સમાન સમયગાળા દરમિયાન 26,300 ગાડીઓનું વેચાણ કર્યું હતું. તેમજ, ફેબ્રુઆરી 2021ની તુલનામાં તે ગ્રોથ 1.94% રહ્યો હતો. ત્યારબાદ કંપનીએ 51,600 ગાડીઓનું વેચાણ કર્યું.
  • જો કે, કંપનીને માર્કેટ શેરમાં નુકસાન થયું છે. માર્ચ 2020માં કંપનીનો માર્કેટ શેર 18.7% હતો, જે માર્ચ 2021માં ઘટીને 16.4% થઈ ગયો. ક્રેટા કંપની માટે સૌથી વધુ વેચાયેલું મોડેલ રહ્યું. ઇન્ડિયન માર્કેટમાં આ SUV સેગમેન્ટની બેસ્ટ કાર પણ રહી છે.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો