અપકમિંગ ટોપ-10:આ વર્ષે 10 ઇલેક્ટ્રિક કાર આવી રહી છે, મહિન્દ્રા eKUV100થી લઇને ટાટા અને મર્સિડીઝ સહિત ટોપ-10 ગાડીઓનું લિસ્ટ ચેક કરી લો

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

છેલ્લાં કેટલાક વર્ષોમાં ઇલેક્ટ્રિક ગાડીઓનો ટ્રેન્ડ વધ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોની સબસિડીના કારણે ઈલેક્ટ્રિક ગાડીઓને પ્રોત્સાહન પણ મળ્યું છે. આ સાથે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી હેરાન થઇને પણ લોકો ઈલેક્ટ્રિક ગાડીઓ ખરીદી રહ્યા છે. ઇલેક્ટ્રિક વ્હીકલ સોસાયટી (SMEV) દાવો કરે છે કે, આ વર્ષે ભારત ઇલેક્ટ્રિક વ્હીકલના 10 લાખ યૂનિટ વેચાણનો આંકડો પાર કરી દેશે.

દેશમાં અત્યાર સુધીમાં ઘણી ઈલેક્ટ્રિક ગાડીઓ લોન્ચ થઈ ગઈ છે અને વર્ષ 2022 ઈલેક્ટ્રિક કાર માટે મોટું વર્ષ સાબિત થશે એવી અપેક્ષા છે, કારણ કે ઓટોમોબાઇલ કંપનીઓ આ વર્ષે ઘણી નવી ગાડીઓ લોન્ચ કરવા જઈ રહી છે. તો આજે અમે તમારા માટે તેમાંથી ટોપ 10 લાવ્યા છીએ.

1. ટાટા અલ્ટ્રોઝ EV
નેક્સન EVને સારો રિસ્પોન્સ મળ્યા પછી ટાટા તેની નવી ઇલેક્ટ્રિક કાર અલ્ટ્રોઝ ​​EV લોન્ચ કરવા જઈ રહી છે. તેને કંપનીના નવા એજિલ લાઇટ એડવાન્સ્ડ (ALFA) પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે. તે સૌપ્રથમ 2019 જીનીવા મોટર શો દરમિયાન શોકેસ કરવામાં આવી હતી, જે કંપનીની Ziptron ટેકનોલોજી સાથે આવશે. તેમાં 250થી 300 કિમીની રેન્જ મળે એવી ધારણા છે.

2. BMW i4
લક્ઝરી ઓટોમેકર BMW ભારતમાં તેની બીજી ઇલેક્ટ્રિક કાર i4 વર્ષ 2022માં લોન્ચ કરી શકે છે. તેણે તાજેતરમાં જ દેશમાં iX-ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. BMW i4 સિરીઝ એ ગ્રેન કૂપનું ઇલેક્ટ્રિક વેરિઅન્ટ છે અને તે વધુ સારી ડિઝાઇન સાથે આવે છે. તે 83.9 kWh બેટરી પેકથી સજ્જ હોવાની અપેક્ષા છે. તેમજ, તેમાં સિંગલ ચાર્જમાં 450 કિમીની રેન્જ મળી શકે છે.

3. વોલ્વો XC40 રિચાર્જ
વોલ્વો XC40 રિચાર્જ વર્ષ 2021માં લોન્ચ થવાની ધારણા હતી. પરંતુ સેમિકન્ડક્ટરની અછતને કારણે તેમાં વિલંબ થયો હતો. આ કાર હવે આ વર્ષે જૂનમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ કાર 78 kWh બેટરી પેકથી સજ્જ છે અને સિંગલ ચાર્જ પર 418 કિમી સુધીની રેન્જ આપે છે.

4. મિનિ કૂપર SE
મિનિ કૂપર SEને કંપનીની વેબસાઇટ પર લિસ્ટ કરી દેવાઈ છે અને તે વર્ષના પહેલા 6 મહિનામાં લોન્ચ થશે એવી ધારણા છે. તે 270 કિમીની મેક્સિમમ રેન્જ સાથે 32.6 kWh બેટરી પેક સાથે આવશે એવી અપેક્ષા છે.

5. મહિન્દ્રા eKUV100
મહિન્દ્રા eKUV100 ડિઝાઇનની દૃષ્ટિએ KUV100 જેવી જ છે. તેને 2020 ઓટો એક્સપોમાં શોકેસ કરવામાં આવી હતી. ગ્લોબલ ચિપની અછતને કારણે આ કારના લોન્ચિંગમાં પણ વિલંબ થયો હતો. તેની જાહેરાત 2022માં થઈ શકે છે. તેમાં 15.9 kWh બેટરી પેક મળશે. આ ઉપરાંત, તેમાં મેક્સિમમ 140 કિમીની રેન્જ મળશે.

6. ટાટા ટિયાગો EV
અલ્ટ્રોઝ ​​EV સિવાય ટાટા ભારતમાં Tiago EVને 10 લાખ રૂપિયાના ભાવે લોન્ચ કરી શકે છે. આ કાર વર્ષ 2022ના બીજા ભાગમાં લોન્ચ થવાની આશા છે. તેની ડિઝાઈન કરન્ટ ટાટા ટિયાગો કાર જેવી જ હોઈ શકે છે.

7. રેનો ઝોએ
રેનો ઇન્ડિયન માર્કેટમાં તેની ફર્સ્ટ ઈલેક્ટ્રિક કાર ઝોએને એન્ટ્રી લેવલની એક તરીકે લોન્ચ કરી શકે છે. આ કાર 2020 ઓટો એક્સપો શોકેસ થઈ હતી. તે 52 kWh બેટરી પેક અને 394 કિમીની મેક્સિમમ રેન્જ આપે એવી અપેક્ષા છે.

8. મર્સિડીઝ બેન્ઝ EQS
મર્સિડીઝ-બેન્ઝ EQS, જે લોકપ્રિય S-Classનું ઇલેક્ટ્રિક વર્ઝન છે તે વર્ષ 2022ના બીજા ભાગમાં દેશમાં લોન્ચ થવાની ધારણા છે. તેમાં 107.8 kWh બેટરી પેક મળે એવી અપેક્ષા છે અને તે સિંગલ ચાર્જમાં 770 કિમી સુધીનું અંતર કાપી શકશે.

9. ટાટા સિયેરા
કંપનીની સૌથી પો્યુલર ગાડીઓમાંની એક ટાટા સિયેરા વર્ષ 2022માં ઇન્ડિયન માર્કેટમાં કમબેક કરે એવી અપેક્ષા છે. તે સૌપ્રથમવાર 2020 ઓટો એક્સ્પો દરમિયાન શોકેસ કરવામાં આવી હતી.

10. રેનો K ZE
રેનો K ZE કંપનીની ક્વિડ હેચબેક પર આધારિત છે અને તેની કિંમત રેનો ઝોએ કરતાં વધુ હશે એવી ધારણા છે. આ કાર 2020 ઓટો એક્સ્પોમાં શોકેસ થઈ હતી અને તે 26.8kWh બેટરી પેકથી સજ્જ છે, જેની મેક્સિમમ રેન્જ 260 કિમી છે.