• Gujarati News
  • Utility
  • Automobile
  • Check And Then Buy What Are The Top 5 Vehicles In The Market From Average, Maintenance To Safety Rating, Triber Is Also Getting A Discount Of ₹ 45,000

ટોપ-5 કાર:એવરેજ, મેન્ટેનન્સથી લઇને સેફ્ટી રેટિંગ સુધી માર્કેટની ટોપ-5 ગાડીઓ કઈ છે ચેક કરો અને પછી ખરીદો, ટ્રાઇબર પર ₹45,000નું ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશમાં ફેસ્ટિવ સિઝન શરૂ થઈ ગઈ છે. ઘણી ઓટો કંપનીઓ ફેસ્ટિવ ડિસ્કાઉન્ટ ઓફર્સ પણ આપી રહી છે. જો તમે પણ આ મહિને ગાડી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હો તો અહીં સેગમેન્ટ પ્રમાણે 5 ગાડીઓ વિશે જણાવવામાં આવ્યું છે, જેને છેલ્લાં 6 મહિનામાં લોકોએ સૌથી વધુ પસંદ કરી છે અને ખરીદી પણ છે. તેમજ, આ સાથે આ ગાડીઓ પર મળી રહેલાં ડિસ્કાઉન્ટ, ઓફર્સ, ગાડીની એવરેજ, પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત અને મેન્ટેનન્સ કોસ્ટ વિશે પણ જાણકારી આપવામાં આવી છે. જો કે, આ ઓફર્સ શહેરો અને ઝોન પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે.

અલ્ટો એ બજેટેડ કાર છે. તેની કિંમત 3.15 લાખ રૂપિયા છે. સેમિકન્ડક્ટરની અછતને કારણે આ ફેસ્ટિવલ સિઝનમાં અલ્ટોનું વેટિંગ લિસ્ટ વધી ગયું છે, જે 126-140 દિવસનું છે. અલ્ટો 800 મોડેલ પર કેશ ડિસ્કાઉન્ટ 20 હજાર, એક્સચેન્જ બોનસ 15 હજાર રૂપિયા અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ 3 હજાર રૂપિયા છે.

બલેનો મારુતિની પ્રીમિયમ હેચબેક ગણાય છે. પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં કંપની બલેનો પર કેશ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બોનસ 10 હજાર રૂપિયા સાથે 2,500નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપી રહી છે. તેમજ, બલેનોને સેફ્ટીમાં 4 સ્ટાર રેટિંગ મળ્યાં છે. ગાડીની 5 વર્ષમાં મેન્ટેનન્સ કોસ્ટ લગભગ 18,280 રૂપિયા થાય છે.

હોન્ડા અમેઝ પર કંપની કેશ ડિસ્કાઉન્ટ નથી આપી રહી. પરંતુ તેમાં 9 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 4 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપી રહી છે. તેમજ, આ કારમાં 21થી 26 દિવસનું વેટિંગ ચાલી રહ્યું છે. ગાડીની મેન્ટેનન્સ કોસ્ટ 5 વર્ષમાં 27,290 રૂપિયા છે. હોન્ડા અમેઝને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 4 સ્ટાર રેટિંગ મળ્યાં છે. તેમજ, અડલ્ટ સેફ્ટીમાં 4 સ્ટાર અને ચાઇલ્ડ સેફ્ટીમાં 1 સ્ટાર રેટિંગ મળ્યાં છે.

ટાટા નેક્સનમાં કંપની કેશ ડિસ્કાઉન્ટ નથી આપી રહી પણ આ SUV ખરીદવા પર 15 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 3 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળશે. તેમજ, આ કાર પર 80થી 100 દિવસનો વેટિંગ પિરિયડ ચાલી રહ્યો છે. નેક્સનને સેફ્ટીમાં 5 સ્ટાર રેટિંગ મળ્યાં છે. તેના કારણે આ સૌથી સુરક્ષિત કાર ગણાય છે. કારની મેન્ટેનન્સ કોસ્ટ 5 વર્ષમાં લગભગ 22,230 રૂપિયા આવે છે.

કંપની ટ્રાઇબર Rxlમાં કેશ ડિસ્કાઉન્ટ 10 હજાર, એક્સચેન્જ બોનસ 25 હજાર અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ 10 હજાર રૂપિયાનું આપી રહી છે. તેમજ, ટ્રાઇબર Rxt,Rxzમાં કંપની 15 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 25 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 10 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપી રહી છે. કારનું વેટિંગ લિસ્ટ 30 દિવસનું છે. ટ્રાઇબરને NCAP સેફ્ટી રેટિંગમાં 4 સ્ટાર રેટિંગ મળ્યાં છે. તેમાં અડલ્ટમાં 4 અને ચાઇલ્ડ સેફ્ટી માટે 3 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે. કારની મેન્ટેનન્સ કોસ્ટ 5 વર્ષમાં લગભગ 10,170 રૂપિયા આવે છે.

અન્ય સમાચારો પણ છે...