નીતિ આયોગે ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ નેટવર્ક સ્થાપવા માટે રાજ્ય સરકારો અને સ્થાનિક સંસ્થાઓને પોલિસી પર નવી હેન્ડબુક બહાર પાડી છે. તેનો ઉદ્દેશ દેશમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાનો અને દેશમાં ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવાનો છે.
પાવર મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર, હાઇવે પર દર 25 કિલોમીટરે ઓછામાં ઓછો એક ચાર્જિંગ પોઇન્ટ બનાવવો પડશે. ચાર્જિંગ સ્ટેશન મૂકવાથી ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવામાં મદદ મળશે. ઘણી વખત લાંબી જર્ની હોય તો વ્યક્તિએ વિચારવું પડે છે કે કાર કેવી રીતે અને ક્યાં ચાર્જ થશે. આ સમસ્યાનું સમધાન હવે મળી જશે.
10 વર્ષમાં ઇલેક્ટ્રિક વ્હીકલની સંખ્યામાં ઉછાળો આવશે
તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે ભારત ટૂંક સમયમાં વિશ્વમાં ઇલેક્ટ્રિક વાહનોનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બનશે. આવનારા 10 વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનો તમામ કોમર્શિયલ ગાડીઓમાં 70%, પ્રાઇવેટ ગાડીમાં 30%, બસોમાં 40% અને ટૂ-વ્હીલર અને થ્રી-વ્હીલરમાં 80% ઇલેક્ટ્રિક વ્હીકલનો સમાવેશ થશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
ડિસ્કોમ કંપની ઇલેક્ટ્રિકનો સપ્લાય કરશે
આ EV ચાર્જિંગની સર્વિસ જરૂરી ટેકનોલોજી અને રેગ્યુલેટર માળખા વિશે માહિતી આપે છે. સરકાર ડિસ્કોમ કંપનીને ઇલેક્ટ્રિક સર્વિસ પૂરી પાડવાની જવાબદારી આપશે. પાવર મિનિસ્ટ્રી ભારતમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે સેન્ટ્રલ નોડલ એજન્સી એટલે કે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE), ડિસ્કોમ અને રાજ્ય એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.