ઓલાની પહેલી EV ફોર-વ્હીલર:CEO ભાવિશ અગ્રવાલે કર્યો ખુલાસો, 15મી ઓગષ્ટે લોન્ચ થઈ શકે પહેલી ઓલા ઈલેક્ટ્રિક કાર

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓલા ઈલેક્ટ્રિક એક નવી પ્રોડક્ટ લોન્ચ કરે તેવી શક્યતા છે. ઓલાની પહેલી ઇલેક્ટ્રિક કારનું લોન્ચિંગ હવે 15 ઓગષ્ટનાં રોજ થવાની અપેક્ષા છે. તે દિવસે કંપનીના સ્થાપક અને CEO ભાવિશ અગ્રવાલ પણ કંપનીની ભાવિ યોજનાઓ શેર કરશે તેવી સંભાવનાઓ છે. આ લાઇવસ્ટ્રીમ કયા સમયે શરૂ થશે? તે અંગે હજુ કોઈ સતાવાર જાહેરાત થઈ નથી, પરંતુ ટૂંક સમયમાં શેર કરવામાં આવશે. ઓલા ઈલેક્ટ્રીક તેનાં આગામી ઈલેક્ટ્રિક ફોર-વ્હીલરની આકર્ષક ઝલક ઓફર કરીને તેનાં લોન્ચિંગને વધુ સફળ કરવાનો પ્રયાસ કરી રહી છે.

‘આ 15મી ઓગસ્ટે નવી પ્રોડક્ટની જાહેરાત કરવા માટે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ! અમારી મોટી ભવિષ્યની યોજનાઓ વિશે પણ વધુ શેર કરીશું!! લાઇવસ્ટ્રીમ જુઓ. સમય અમે ટૂંક સમયમાં શેર કરી રહ્યાં છીએ.’ CEOએ ટ્વીટ કર્યું. ઓલા ઈલેક્ટ્રીક તેની ફોર વ્હીલર ઈલેક્ટ્રિક કારને છેલ્લા કેટલાક સમયથી ટીઝ કરી રહી છે અને ખાસ કરીને તેનાં ઈલેક્ટ્રિક સ્કૂટરનાં લોન્ચ પછી તેની અપેક્ષાઓ વધારે છે.

નવી પ્રોડક્ટનાં લોન્ચિંગ અને ભવિષ્યની યોજનાઓની ઘોષણા સાથે ભાવિશે ઓલા ઈ-સ્કૂટર્સ દર્શાવતો 10 સેકન્ડનો એક નાનો વીડિયો પણ શેર કર્યો છે અને લોકોને જોડાયેલાં રહેવા માટે કહ્યું છે. વીડિયોમાં કારની આગળ અને પાછળની ડિઝાઇનની ઝલક પણ આપવામાં આવી છે જેમાં બંને બાજુઓ પર Ola લોગો છે આ .વીડિયોને Ola ઈલેક્ટ્રીકની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકાય છે.

ઓલાની ઈલેક્ટ્રિક કારનાં ટીઝર પરથી જોઈ શકાય છે કે આ કાર લાલ રંગની છે. આ કારની મધ્યમાં LED લાઇટ બાર સાથે બે U-આકારનાં LED હેડલેમ્પ્સ જોવા મળે છે અને આગળના ભાગમાં ફોક્સ ગ્રિલ હોય તેવી શક્યતા છે. કારનાં પાછળના ભાગમાં સ્લિમ LED લાઇટ્સ પણ છે. ઓલાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર લાંબા બેટરી બેકઅપ સાથે 4-દરવાજાની સેડાન હોવાની પણ અફવા છે. Ola હાલમાં ભારતમાં બે ઈલેક્ટ્રિક સ્કૂટરનું રિટેલ કરે છે જેનું નામ છે Ola S1 અને Ola S1 Pro.