ન્યૂ લોન્ચ / CEATએ બાઇક્સ માટે પંક્ચર સેફ ટાયર લોન્ચ કર્યાં, ટાયર જાતે જ પંક્ચરવાળી જગ્યાને સીલ કરી દેશે

X

દિવ્ય ભાસ્કર

Jul 27, 2020, 05:32 PM IST

દિલ્હી. વાહનચાલકો માટે ડ્રાઇવિંગ વખતે સૌથી મોટી ચિંતા એ હોય છે કે ક્યાંક ટાયરમાં પંક્ચર ન પડી જાય. ખાસ કરીને ટૂ-વ્હીલર રાઇડર્સ માટે આ મોટી સમસ્યા બની જાય છે. પરંતુ ટાયર બનાવતી ફેમસ કાર કંપની CEATએ ઇન્ડિયન માર્કેટમાં પંક્ચર સેફ ટાયર્સ લોન્ચ કર્યાં છે. આ ટાયર્સ દરેક બાઇક્સની સાઇઝમાં અવેલેબલ છે.

ટાયર્સમાં સીલન્ટ ટેક્નોલોજીનો ઉપયોગ
કંપનીએ આ ટાયર્સને પંક્ચર સેફ ટાયર નામ આપ્યું છે અને કંપનીનો દાવો છે કે, આ ટાયર પંક્ચર નથી થતા. એટલે કે રાઇડર કોઇપણ ચિંતા વગર ટ્રાવેલ કરી શકે છે. આ ઉપરાંત, આ ટાયર્સમાં સીીલન્ટ ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નોલોજીની મદદથી ટાયર જાતે જ પંક્ચરવાળી જગ્યાને સીલ કરી લે છે અને ડ્રાઇવિંગ માટે તૈયાર રહે છે. આ ટાયર ખાસ કરીને સ્પેશિયલ બોક્સ પેકેજમાં આવે છે.

ટાયર કેવી રીતે કામ કરે છે?
આ નવા ટ્યૂબલેસ ટાયર CEATની પેટન્ડેડ સીલન્ટ ટેક્નોલોજી સાથે આવે છે. જો ટાયરમાં કોઈ ખીલ્લી વગેરે લાગી જાય તો આ ટેક્નોલોજી ટાયરમાંથી હવા નીકળતા અટકાવે છે અને રાઇડર ક્યાંય અટક્યા વગર ડ્રાઇવ કરી શકે છે. કંપનીનો દાવો છે કે, આ સીલન્ટ ટેક્નોલોજી 2.5mm ડાયામીટર સુધીનું કાંણું સરળતાથી ભરી શકે છે અને ટાયરને પંક્ચર થતાં અટકાવે છે.

ટાયર ક્યાંથી ખરીદી શકાશે?
કંપનીએ આ ટાયર્સ 7 અલગ-અલગ સાઇઝમાં લોન્ચ કર્યાં છે. જે હીરોથી લઇને હોન્ડા અને બજાજના સિલેક્ટેડ મોડેલ્સ માટે અવેલેબલ છે. કંપની સમયાંતરે તેની આ રેન્જમાં વધારો કરશે અને પ્રયત્ન કરશે કે મોટાભાગના મોડેલ્સ માટે આ પ્રકારના ટાયર્સ બનાવવામાં આવે. અત્યારે આ ટાયર્સ દેશની કેટલીક સિલેક્ટેડ ડીલરશિપ પર જ વેચાણ માટે ઉપલબ્ધ છે, જેમાં કેરળ, બેંગલુરુ, મસૂર, તમિળનાડુ અને કોઇમ્બતુરના શહેરો સામેલ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી