• Gujarati News
  • Utility
  • Automobile
  • Cars Cost More Than 50 Lakhs But Despite 5 Star Safety Rating Death Due To Seat Belt, Keep This In Mind While Traveling In Car

મર્સિડીઝ GLC 220માં હતા સાયરસ:50 લાખથી વધુની કારની કિંમત, 5 સ્ટાર સેફટી રેટિંગ છતાં સીટ બેલ્ટને કારણે થયું મોત, કારમાં મુસાફરી દરમિયાન આ વાતનું રાખો ધ્યાન

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મુંબઈ-અમદાવાદ હાઈવે પર પાલઘર નજીક રોડ એક્સિડન્ટમાં રવિવારે નિધન થયું હતું. 54 વર્ષના સાયરસ મિસ્ત્રી 50 લાખથી વધુની કિંમતની મર્સિડીઝ GLC 220માં જઈ રહ્યા હતા. એ સમયે આ દુર્ઘટના ઘટી હતી. મર્સિડીઝ GLC 220ને સુરક્ષાની દૃષ્ટિએ સારી માનવામાં આવે છે. આજે અમે તમને જણાવીએ છીએ કે ફર્સ્ટ જનરેશન મર્સિડીઝ GLC 220 કેટલી સુરક્ષિત છે અને શું-શું સેફટી ફીચર્સ છે.

મર્સિડીઝ GLC 220ની કિંમત 50 લાખ રૂપિયા છે
મર્સિડીઝ બેંઝ SUV GLC 220 કારને ભારતમાં સૌથી પહેલા 2016ના ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવી હતી અને એને 2 જૂન 2016ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. આ કાર 2 વેરિએન્ટમાં આવે છે. પ્રથમ 220D 4 મેટિક છે, જેની કિંમત 50.70 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ કિંમત) છે. તો બીજું વેરિઅન્ટ 300 4 મેટિક છે, જે 50.90 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ કિંમત)માં આવે છે.

GLC ને યુરો NCAP દ્વારા 5 સ્ટાર સેફ્ટી રેટિંગ આપવામાં આવ્યું
મર્સિડીઝ GLCકારની સેફ્ટી વિશે વાત કરવામાં આવે તો યુરો NCAP દ્વારા આ કારને સૌથી વધુ 5 સ્ટાર સેફ્ટી રેટિંગ આપવામાં આવ્યું હતું. 1950 cc એન્જિન મર્સિડીઝ બેન્ઝ SUV GLC 220ના સેફ્ટી ફીચર્સમાં 7 એરબેગ્સ, ક્રોસવિન્ડ આસિસ્ટ, પાર્કિંગ આસિસ્ટ, અટેન્શન આસિસ્ટ, એડેપ્ટિવ બ્રેક લાઇટ્સ, ટાયર-પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, હિલ ડિસેન્ટ કન્ટ્રોલ અને મર્સિડીઝની પ્રી-સેફ કબજેદાર પ્રોટેક્શન સિસ્ટમનો સમાવેશ થાય છે.

GLCના પ્રથમ જનરેશન મોડલને 3 ડિસેમ્બર, 2019ના રોજ ફેસલિફ્ટેડ વર્ઝન દ્વારા બદલી દેવામાં આવ્યું હતું. ભારતીય બજારમાં મર્સિડીઝ બેન્ઝ જીએલસીનું લેટેસ્ટ મોડલ 20 જાન્યુઆરી, 2021ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.

કારમાં પાછળની સીટમાં બેલ્ટ બાંધવો જરૂરી
સાયરસ જે કારમાં સવાર હતા એ કારનો નંબર H-47-AB-6705 છે. સાયરસ મિસ્ત્રીનું મૃત્યુ થયું એ આગળની સીટ સાથે જોરથી અથડાવવાને કારણે થયું અને તેમના શરીરમાં અંદરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જો તેમણે પાછલી સીટે બેસીને પણ સીટ બેલ્ટ બાંધ્યો હોત તો કદાચ તેઓ ઘાયલ થયા હોત, પણ તેમનો જીવ બચી જાત. બ્રીચકેન્ડી હોસ્પિટલનાં મહિલા ડોક્ટર અનાયતા પંડોલે અને તેમના પતિ દરિયસ પંડોલે ઘાયલ થયાં છે. બંનેએ સીટ બેલ્ટ બાંધ્યો હતો અને એરબેગ ઓપન થઈ હતી.

કેવી રીતે થાય છે NCAP ક્રેશ ટેસ્ટ?
ગ્લોબલ કાર સેફ્ટી એજન્સી NCAP દ્વારા લગભગ તમામ કંપનીઓની કારના ક્રેશ ટેસ્ટ કરવામાં આવે છે. અલગ અલગ સ્કેલ પર ક્રેશ ટેસ્ટ બાદ કારને સેફ્ટી રેટિંગ આપવામાં આવતું હોય છે. આ ટેસ્ટ માટે કારમાં ડમીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ડમી માણસની જેમ તૈયાર કરવામાં આવે છે. ટેસ્ટિંગ દરમિયાન વાહનને નિશ્ચિત ગતિએ સખત વસ્તુ સાથે અથડાવવામાં આવે છે.

ટેસ્ટિંગ દરમિયાન કારમાં 4થી 5 ડમીનો ઉપયોગ કરવામાં આવે છે. પાછળની સીટ પર એક ચાઇલ્ડ ડમી છે. એ ચાઇલ્ડ સેફ્ટી સીટ પર નિશ્ચિત કરવામાં આવે છે. ક્રેશ ટેસ્ટ પછી કારની એરબેગ કામ કરી કે નહીં? ડમીને કેટલું નુકસાન થયું? કારના સેફ્ટી ફીચર્સ કેટલું કામ કરે છે? આ બધાના આધારે રેટિંગ આપવામાં આવે છે.

કારની ખરીદી કરતા સમયે સેફ્ટી ફીચર્સ ખાસ જુઓ
કાર ખરીદતી વખતે તમારે ક્રેશ ટેસ્ટ રેટિંગની સાથે અન્ય સેફ્ટી ફીચર્સ પણ ચેક કરવા જોઈએ. સુરક્ષા વિશેષતાઓમાં એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક બ્રેક-ફોર્સ ડિસ્ટ્રિબ્યુશન, રિયર કેમેરા, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ઓટો ડોર લોક/અનલોક, વેરેબલ લોક/અનલોક, ડેટાઇમ રનિંગ લાઇટ્સ, રિયર ડિફોગર અને વાઇપર, રિવર્સ પાર્કિંગ સેન્સર્સ, દિવસ/નાઇટ મિરર્સ અને ફોગ લેમ્પ્સનો સમાવેશ થાય છે.

કારમાં મુસાફરી કરતા સમયે રાખો ધ્યાન

  • વાહન ચલાવતી વખતે ધ્યાન ન ભટકે એનું ધ્યાન રાખો
  • મહત્તમ ઝડપ મર્યાદા જાળવો
  • કારમાં સીટ બેલ્ટ પહેરો
  • ઓવરટેક કરતી વખતે ધ્યાન રાખો
  • અન્ય વાહનોથી અંતર જાળવો
  • ટ્રાફિક સિગ્નલોનું પાલન કરો