તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજથી કાર લેવાનું મોંઘું થયું:કાર, બાઇક અને ટ્રેક્ટર મોંઘા થયા, કારમાં 2 એરબેગ્સનો નિયમ લાગુ; ગાડીઓનું રેકોર્ડ બ્રેક વેચાણનો અંદાજ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજથી નવું ફાઈનાન્શિયલ યર શરૂ થઈ ગયું છે. તેની ઓટો ઈન્ડસ્ટ્રી પર સીધી અસર થવાની છે. ઘણી ઓટોમોબાઈલ કંપનીઓ પોતાના વ્હીકલની કિંમત વધારવાની છે. તેમજ કંપનીઓ ગત મહિનાના સેલ્સના આંકડા પણ જાહેર કરશે. આ તમામની સીધી અસર તમારા પર થશે. જાણો આજથી થયેલા આ તમામ ફેરફાર વિશે...

ઓટો કંપનીઓ સેલ્સ આંકડા જાહેર કરશે
દર મહિનાની પહેલી તારીખે કંપનીઓ પોતાના સેલ્સના આંકડા જાહેર કરે છે. આવી સ્થિતિમાં આજે આ આંકડા જાહેર થશે. જો કે, નિર્મલ બેંગ ઇન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટી રિસર્ચ કંપનીના અનુસાર, માર્ચ 2021માં ઓટો કંપનીઓના સેલ્સમાં વધારો થવાનો છે. મારુતિ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, TVS મોટર કંપની સહિત લગભગ તમામ કંપનીઓના સેલ્સમાં વધારો જોવા મળશે.

મારુતિ અને નિસાનની કાર મોંઘી
આજથી જ મારુતિ પણ પોતાની કારોને મોંઘી કરવા જઈ રહી છે. કંપની સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કિંમતોમાં 3%થી 5%નો વધારો કરવામાં આવશે. એટલે કે ટૂંક સમયમાં કાર 47,000 રૂપિયા સુધી મોંઘી થઈ શકે છે. કંપની શરૂઆતના મોડેલ અલ્ટો 800ની સૌથી ઓછી અને બ્રેજા, સિયાઝ, XL6 જેવી લક્ઝરી કારોનું ઉત્પાદન મોંઘુ કરી શકે છે. તેમજ નિસાન ઈન્ડિયાએ પણ પોતાની કારની કિંમતોમાં 1 એપ્રિલથી વધારો કરવાની જાહેરાત કરી હતી. ​​​​​​​

એસ્કોર્ટ્સ ટ્રેક્ટર્સ પણ મોંઘા થશે
ફોર્મ ઈક્વિપમેન્ટ બનાવનાર કંપની એસ્કોર્ટ્સ લિમિટેડના ટ્રેક્ટર અને એગ્રી મશીનરી આજથી મોંઘી થશે. કંપનીએ કહ્યું કે કોમોડિટીની કિંમતોમાં સતત વૃદ્ધિ થવાને કારણે આ નિર્ણય લેવાયો છે. કંપની કયા મોડેલ પર કેટલો ભાવવધારો કરશે તેનું લિસ્ટ જાહેર કરશે. ભાવવધારો મોડેલ અને વેરિઅન્ટ પ્રમાણે અલગ અલગ હશે. ભાવવધારાનું કારણ સ્ટીલની કિંમતમાં વૃદ્ધિનું છે.

હીરો મોટોકોર્પની બાઈક પણ મોંઘી થશે
આજથી હીરો મોટોકોર્પ પોતાની બાઈક્સની કિંમતમાં વધારો કરવા જઈ રહી છે. કંપનીએ જણાવ્યું કે તે પોતાના ટુ વ્હીલરની કિંમતમાં 2500 રૂપિયા સુધીનો ભાવવધારો કરશે. બાઈક અને સ્કૂટરના કયા મોડેલમાં કેટલો ભાવવધારો થશે તે માર્કેટ પ્રમાણે નક્કી થશે. કંપની તેનો ખર્ચો ઘટાડી રહી છે તેથી ગ્રાહકો પર ઓછી અસર પડે. કંપનીએ જણાવ્યું કે કાચા માલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને સ્ટીલની કિંમત 1 વર્ષની અંદર 50% સુધી વધી છે.

સેફ્ટી માટે ફ્રન્ટ એરબેગ્સ ફરજિયાત
આજથી વેચનાર દરેક કારમાં વધારે સેફ્ટી મળશે. કારમાં હવે ડ્રાઈવર સાથે ફ્રન્ટ પેસેન્જર માટે એરબેગ ફરજિયાત રહેશે. કાયદા મંત્રાલયે માર્ગ અને પરિવહન મંત્રાલયને તેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેનો સ્વીકાર થયો છે. હવે આજથી સેફ્ટી સંબંધિત આ નિયમ લાગુ થશે. આજથી વેચનાર દરેક કામમાં 2 સેફ્ટી એરબેગ્સ મળશે. અર્થાત કારના બેઝિક વેરિઅન્ટમાં 2 એરબેગ્સ મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો