સપ્ટેમ્બરમાં કાર સસ્તી મળશે:મારુતિ S-પ્રેસો પર 25 હજાર અને અલ્ટો પર 20 હજાર રૂપિયાની ડિસ્કાઉન્ટ ઓફર, જાણો અન્ય મોડલ્સ પર કેટલી છૂટ છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અલ્ટોના પેટ્રોલ AC વેરિઅંટ પર 20 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે
  • વેગનઆરના પેટ્રોલ વર્ઝન પર 10 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ છે

સપ્ટેમ્બર 2021માં ફેસ્ટિવલ સીઝન શરૂ થવાની સાથે જ કાર બનાવતી કંપનીએ પોતાની ગાડીઓ પર ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કરી દીધું છે. મારુતિ સુઝુકીએ તેની કાર પર આકર્ષક ડીલ આપવાની જાહેરાત કરી છે. કંપની એરિના રેન્જની કાર પર મેક્સિમમ 25 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

અમે તમને મારુતિની એરિના લાઈન-અપ પર સપ્ટેમ્બર 2021માં અવેલેબલ દરેક ઓફર્સ વિશે જણાવી રહ્યા છીએ..

હેચબેકના દરેક વેરિઅંટ પર 15 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળશે
અલ્ટોના પેટ્રોલ AC વેરિઅંટ પર 20 હજાર રૂપિયા અને નોન AC વેરિઅંટ પર 15 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો કે, અલ્ટોના CNG વર્ઝન પર કોઈ પણ કેશ ડિસ્કાઉન્ટ નહીં મળે. નાની હેચબેકના દરેક વેરિઅંટ પર 15 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ 3 હજાર રૂપિયાનું મળી રહ્યું છે.

S-પ્રેસો પર 25 હજાર રૂપિયાની કેશ ડિસ્કાઉન્ટ
S-પ્રેસોના પેટ્રોલ વર્ઝન પર 25 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળશે, જ્યારે CNG વર્ઝન પર કોઈ પણ પ્રકારનું કેશ ડિસ્કાઉન્ટ નહીં મળે. સિલેરિયોની વાત કરીએ તો તેમાં પણ કોઈ કેશ ડિસ્કાઉન્ટ નથી. S-પ્રેસો અને સિલેરિયો એ બંને પર 15 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ છે અને 3000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

વેગનઆરના પેટ્રોલ વર્ઝન પર 10 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ
મારુતિ વેગનઆરના પેટ્રોલ વર્ઝન પર 10 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને CNG વર્ઝન પર કોઈ કેશ ડિસ્કાઉન્ટ નહીં મળે. સ્વિફ્ટ અને ડિઝાયર બંને પર 10 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળશે.

નોટ: અહીં આપેલા દરેક ડિસ્કાઉન્ટ ઓફર્સની જાણકારી ઓનલાઇન વેબસાઈટ પરથી લીધી છે. આ ઓફર્સ અલગ-અલગ ડીલરશિપમાં અલગ હોય શકે છે.

અન્ય સમાચારો પણ છે...