ફેબ્રુઆરના અંતે ગરમીની શરૂઆત થવા લાગી છે. બહારના વધેલાં તાપમાનમાં કાર ડ્રાઈવિંગ આરામદાયક રહે છે. જોકે તેમાં કેટલીક સાવેચેતી રાખવી જરૂરી છે. ગરમીમાં કારનું AC, સીટ, ટાયરની સાર સંભાળ કરવી આવશ્યક હોય છે. જો આમ ન કરવામાં આવે તો માઈલેજ પ્રોબ્લેમ થઈ શકે છે. આવી કોઈ પ્રોબ્લેમ ન ઊભી થાય તેના માટે તમે નીચે આપેલી કેટલીક ટિપ્સનો પ્રયોગ કરી શકો છો...
1. ACનું ચેકઅપ કરતાં રહો
ઉનાળામાં કારનું AC મહત્ત્વનો પાર્ટ બની જાય છે. તેથી ACમાં કોઈ પણ જાતની ખામી ન રહે તે ધ્યાન રાખવું જરૂરી છે. તેથી ACના ગેસની તપાસ કરાવો તેનાં વેન્ટ્સ, ટ્યુબ અને વાલ્વનું ક્લિનિંગ કરો. આ પાર્ટ્સ સાફ રહેશે તો AC સારી હવા આપશે.
2. કૂલન્ટ ચેક કરો
ઉનાળામાં જો તમે લોન્ગ ડ્રાઈવ પર જઈ રહ્યા છો તો કારનું કૂલન્ટ જરૂર ચેક કરો. કૂલન્ટ કારનાં એન્જિનને ઠંડું રાખવામાં મદદ કરે છે. કંપનીના શૉ રૂમમાં જ સમયાંતરે કૂલન્ટ બદલાવો.
3. ટાયર પ્રેશર યોગ્ય રાખો
ઉનાળામાં જો ટાયર્સમાં હવાનું પ્રમાણ યોગ્ય ન હોય તો ટાયરને નુક્સાન થઈ શકે છે. તેથી કંપનીએ રેકમન્ડ કર્યું હોય તેટલું ટાયર પ્રેશર રાખો. આ એટલા માટે જરૂરી છે કારણ કે ઉનાળામાં ડ્રાઈવિંગ દરમિયાન ટાયર ઝડપથી ગરમ થાય છે.
4. પાર્કિંગ માટે યોગ્ય જગ્યાની પસંદગી કરો ઉનાળામાં આકરા તાપના પ્રભાવથી તમારી કારને બચાવવા માટે બને તો કોઈ ઝાડની નીચે કે કોઈ શેડેડ જગ્યાએ કાર પાર્ક કરો. જો તમે કાર ઘરની બહાર પાર્ક કરો છો તો ટિન શૅડ્સ લગાવી કાર કવર કરો.
5. એકાદી વિન્ડો અડધી ઈંચ ખુલ્લી રાખો
જો તમે તડકો આવે છે તેવી જગ્યાએ કાર પાર્ક કરી છે તો કારમાં એકાદી બારી અડધી ઈંચ ખુલ્લી રાખો, જેથી કારની અંદર વેન્ટિલેશન જળવાઈ રહે. આમ કરવાથી કાર અંદરથી ગરમ નહિ રહે.
6. સન વાઈઝરનો ઉપયોગ કરો
માર્કેટમાં વિવિધ કાર અનુરૂપ સન વાઈઝર અવેલેબલ હોય છે. તમે પણ તમારી કાર માટે તેનો ઉપયોગ કરો. તેનાથી કારની અંદર સૂર્યપ્રકાશ નથી આવતો અને કારની અંદર કૂલિંગ જળવાઈ રહે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.