કારમાં ટ્રાવેલિંગ કરવાની સાચી મજા ત્યારે જ આવે કે જ્યારે કાર કમ્ફર્ટેબલ હોય. જો કારમાં ટ્રાવેલિંગ કરવાનો અનુભવ આરામદાયક ન હોય તો લોંગ ડ્રાઈવ દરમિયાન તમારે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જરા વિચારો કે, જો તમને કારમાં બેડરુમ જેટલો જ આરામ મળે તો? જરા વિચારો કે, તમારો બેડરુમ તમારી કારમાં આવી જાય તો? તમને આ વાત સાંભળીને મજાક લાગશે પણ આ વાત જરાપણ મજાક નથી.
આજે અમે તમને એક એવી કાર એક્સેસરીઝ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે તમારી કારને જરુરિયાતનાં સમયે બેડરુમમાં ટ્રાન્સફોર્મ કરી દેશે. આની મદદથી તમે તમારી કારની બેકસીટને બેડરુમની જેમ ઉપયોગમાં લઈ શકો છો. તમે તમારી કારની બેકસીટને બેડ બનાવીને ટ્રાવેલિંગમાં પણ સૂકૂન ભરેલી ઊંઘ લઈ શકો છો.
ઓનલાઈન મળી રહેશે આ કાર એક્સેસરીઝ
બજારમાં કાર ઈન્ફ્લેટેબલ મેટ્રેસ ઉપલબ્ધ છે, જે તમને તમારી કારને બેડરૂમમાં ટ્રાન્સફોર્મ કરવામાં મદદરુપ સાબિત થઈ શકે છે. તમે આ કાર એક્સેસરીઝને ઓનલાઈન પણ સર્ચ કરી શકો છો. આ મેટ્રેસ તમને અનેક બ્રાન્ડનાં મળી રહેશે. તમે તમારા બજેટ અને રિવ્યૂ મુજબ આ મેટ્રેસની ખરીદી શકો છો. હા પણ આ મેટ્રેસની ખરીદી કરતા પહેલા તમારા કાર મોડેલને તે અનૂકુળ છે કે નહી તે ચોકકસપણે તપાસજો. મોટાભાગે SUV, સેડાન, હેચબેક અને મિની વેન જેવી અલગ-અલગ કારો માટે તમને ઈન્ફલેટેબલ કાર મેટ્રેસ બજારમાં અને ઓનલાઈન બંને જગ્યાએ મળી શકે છે.
આ મેટ્રેસની કિંમત શું છે?
ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોન પર ₹1700ની આસપાસ તેની સ્ટાર્ટિંગ પ્રાઈસ છે. આ ઉપરાંત ફ્લિપકાર્ટ પર તમને ₹1500ની આસપાસ પણ મળી રહે છે. હા પછી બ્રાન્ડ અને ક્વોલિટી મુજબ ઈન્ફ્લેટેબલ મેટ્રેસની કિંમત વધુ પણ હોઈ શકે છે. આ ઈન્ફ્લેટેબલ કાર મેટ્રેસ લાંબી કાર ટ્રીપ માટે પણ યૂઝફૂલ હોય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.