• Gujarati News
  • Utility
  • Automobile
  • Calls, Messages And Data Can Now Be Accessed From The Vehicle If The Phone Is Forgotten At Home, The Car Will Alert Even If You Go Out Of The Lane

ન્યૂ ફીચર:ફોન ઘરે ભૂલી ગયાતો હવે ગાડીથી જ કોલ, મેસેજ અને ડેટા એક્સેસ કરી શકાશે, લેનથી બહાર ગયા તો પણ કાર અલર્ટ કરી દેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકામાં મહામારી પછી પહેલીવાર શિકાગો ઓટો શોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર મેન્યુફેક્ચરરે તેમાં એડવાન્સ ટેક્નોલોજી અને ફીચર્સથી સજ્જ ગાડીઓ રજૂ કરી છે. ડ્રાઇવિંગને આરામદાયક બનાવવા ઉપરાંત નવી કારમાં સેફ્ટી પર પણ ખૂબ ધ્યાન આપવામાં આવ્યું છે.

લેનથી બહાર નીકળી ગયા તો અલાર્મ વાગશે
જો તમારી કાર તેની લેનમાંથી બહાર નીકળી ગઈ તો કાર તમને અલર્ટ કરી દેશે. જો અચાનક કોઈ રાહદારી સામે આવી ગયું તો ઓટોમેટેડ બ્રેકિંગ સિસ્ટમથી ગાડી તરત જ અટકી જશે. લેફ્ટ ટર્ન પર કોઈ ગાડી આવી અને તે દેખાઈ નહીં તો તેનું અલર્ટ પણ મળશે. રોડ સાઇન ડિટેક્શન જેવી હાઇ ટેક્નોલોજી પણ ગાડીઓમાં આપવામાં આવી છે.

જાણો શોના છેલ્લા દિવસે મેકકોર્મિક પેલેસમાં કઈ કંપનીઓની ગાડીઓ અને ફીચર્સ ચર્ચામાં રહ્યા...
બ્લાઇન્ડ સ્પોટ મોનિટરિંગ, પેડેસ્ટ્રિયન ડિટેક્શન અને ઇન્ટેલિજન્ટ લો બીમ જેવાં એડવાન્સ ફીચર એક્સિડન્ટ રોકવામાં મદદ કરશે.
30 કલરની એમ્બિયન્ટ લાઇટિંગથી ઇન્ટિરિયરને પ્રીમિયમ લુક મળશે.

ફોક્સવેગન ગોલ્ફ GTI/R સ્પેસિફિકેશન
ગોલ્ફ સિરીઝમાં કંપનીએ બે ગાડીઓ GTI અને R રજૂ કરી છે. બંનેમાં ડ્રાઇવર આસિસ્ટન્ટ ટેક સુટ છે. તેમાં સેમી ઓટોમેટેડ ડ્રાઇવિંગ અને પાર્કિંગ ઓપ્શન છે. ગાડી આગળથી અથડાશે તો અલર્ટ, ઓટોમેટેડ ઇમરજન્સી બ્રેકિંગ, બ્લાઇન્ડ સ્પોટ મોનિટરિંગ, લેન ડિપાર્ચર વોર્નિંગ અને લેન કીપિંગ આસિસ્ટ જેવાં સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યાં છે. R મોડેલમાં 30 કલરવાળી એમ્બિઅન્ટ લાઇટિંગ છે. સામેથી ગાડી આવી તો બીમ લો થઈ જશે અને દરવાજા આપમેળે ખુલશે.

લેક્સસ NX 2022 સ્પેસિફિકેશન
આ પ્લગ ઇન હાઇબ્રિડ મોડેલ છે. ડોર ઇલેક્ટ્રોનિક મિકેનિઝમવાળા છે. તેને સ્પર્શ કરતા જ તે ધીમેથી ખૂલી જાય છે. ઇન્ટેલિજન્ટ લો બીમ ફીચર સામેથી ગાડી આવવા પર લાઇટ ઓછી કરી દે છે. જેથી ડ્રાઇવરની આંખ પર સીધી લાઇટ ન પડે. ગાડીના કેટલાક ભાગ પર લાઈટ પડે છે. જેથી આપણને સામેની ગાડી આવવાનો અંદાજ પણ આવી શકે છે. પેડેસ્ટ્રિયન ડિટેક્શન એન્ડ બ્રેકિંગ ફીચર પણ આપવામાં આવ્યું છે. બિલ્ટ ઇન સિમ 5G ટેક્નોલોજીથી સ્માર્ટ ડિવાઇસનું કામ કરે છે.

BMW IXનાં સ્પેસિફિકેશન્સ
આ કંપનીની ફ્લેગશિપ ઇલેક્ટ્રિક ક્રોસઓવર છે. ગ્રિલમાં જ રડાર, સેન્સર અને કેમેરા આપવામાં આવ્યા છે. ફ્યુચરિસ્ટિક કેબિન છે અને તેમાં કંપનીએ પહેલીવાર હેક્સાગોનલ સ્ટિયરિંગ આપવામાં આવ્યું છે. તેમાં બિલ્ટ ઇન સિમ 5G ટેક્નોલોજી છે. તેનાથી કાર સ્માર્ટ ડિવાઇસમાં બદલી નાખવામાં આવે છે. તેનાથી કાર સ્માર્ટ ડિવાઇસમાં ફેરવાઈ જાય છે. એટલે જો ફોન ઘરે ભૂલી ગયા તો કાર દ્વારા મેસેજ, કોલ અને ડેટા એક્સેસ કરી શકાશે.