TVS એ પોતાની નવી બાઇકને ભારતમાં લોન્ચ કરી છે. આ કંપનીએ પોતાની નવી બાઇકને ‘રોનિન’ નામ આપ્યું છે. રોનિન TVS પહેલી નિયો-રેટ્રો રોડસ્ટર બાઇક છે. તેને ભારતમાં ત્રણ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. તેની શરૂઆતી કિંમત 1.49 લાખ રૂપિયા (એક્સ શો-રૂમ) છે. આ કિંમત બેઝ વેરિયન્ટની છે. તે જ સમયે, બેઝ પ્લસ 1.56 લાખ અને મિડ-વેરિઅન્ટની કિંમત 1.69 થી 1.71 લાખની વચ્ચે છે. TVSની આ પહેલી બાઇક છે, જે 225.9 cc સિંગલ એન્જિન અને નવી સ્પ્લિટ ડ્યુઅલ ક્રેડલ ફ્રેમ સાથે આવશે.
એલોય વ્હીલ્સ મળશે
TVSની ‘રોનિન’ બાઈક ભારતીય બજારમાં બજાજ પલ્સર 250, ડોમિનાર 250, રોયલ એનફિલ્ડ હન્ટર 350, રોયલ એનફિલ્ડ હિમાલયન સ્ક્રામ 411 અને યેઝદી સ્ક્રેમ્બલર જેવી બાઈક સાથે ટકકર લેશે. TVS એ નવી બાઈકને બુલેટ લુકમાં લોન્ચ કરી છે. કંપનીએ બાઈકમાં 17 ઇંચ એલોય વ્હીલ્સ આપ્યા છે. તેની પાછળના ભાગમાં ગેસ ચાર્જ્ડ મોનોશોક રિયર સસ્પેન્શન પણ આપવામાં આવ્યા છે.
બાઇકના કલર ઓપ્શન
બાઇકના આગળના ભાગમાં તમને રાઉન્ડ હેડલાઇટ સાથે અંદર T આકારની LED DRL મળે છે. તેમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને બ્લૂટૂથ કનેક્ટિવિટી જેવી સુવિધાઓ મળશે. બાઈકની સેફ્ટીની વાત કરીએ તો તેના ટોપ વેરિએન્ટમાં ડ્યુઅલ ચેનલ ABS ફીચર આપવામાં આવ્યું છે. બેઝ વેરિઅન્ટના કલર ઓપ્શનમાં લાઈટનિંગ બ્લેક અને મેગ્મા રેડનો સમાવેશ થાય છે જ્યારે બેઝ પ્લસને ડેલ્ટા બ્લુ અને સ્ટારગેજ બ્લેક શેડ્સમાં મૂકી શકાય છે. ટોપ-ઓફ-ધ-રેન્જ રોનિન ગેલેક્ટિક ગ્રે અને ડોન ઓરેન્જ કલરમાં હશે.
રેઈન અને અર્બન ડ્રાઈવ મોડ્સ
આ બાઈકમાં રેઈન અને અર્બન જેવા બે ડ્રાઇવ મોડ પણ મળશે. TVS રોનીનમાં ક્રોમ કેસિંગ, ફ્લોટિંગ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, સિંગલ-પીસ સીટ, 3D TVS લોગો, ટુ-ટોન બોડી કલર, સર્ક્યુલર રિયરવ્યુ મિરર, ટીયર-ડ્રોપ આકારની ફ્યૂઅલ ટેન્ક, મેટ બ્લેક સાઇડ સ્લંગ સાથે રાઉન્ડ શેપ હેડલાઇટ ક્લસ્ટર્સ આપવામાં આવ્યા છે.
બાઈકમાં 120 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ મળશે
આ TVS બાઈકના એન્જિનની વાત કરીએ તો, તેનું એન્જિન 7,750 RPM પર 20.1 bhpનો મહત્તમ પાવર અને 3,750RPM પર 19.93nm પીક ટોર્ક જનરેટ કરે છે. કંપની મુજબ આ બાઈકમાં 120 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ મળશે. તેનું એન્જિન પાંચ ગિયરબોક્સ સાથે આવશે. કંપનીએ અર્બન એડવેન્ચર માટે રોનિન લોન્ચ કરી છે.
કંપની હજુ એક બાઈક લોન્ચ કરી શકે છે
ટૂંક સમયમાં જ TVS અપાચે RR 310નું નવું વર્ઝન તેની ક્રુઝર બાઈક ઝેપેલીનને પણ લોન્ચ કરી શકે છે. જો કે તેના વિશે વધુ માહિતી મીડિયામાં નથી, પરંતુ ઘણાં વર્ષો પહેલાં કંપનીએ એક ક્રુઝર કોન્સેપ્ટ બાઈક લોન્ચ કરી હતી અને એવું માનવામાં આવી રહ્યું છે કે કંપની હવે તેને જેપ્લિન તરીકે લોન્ચ કરવા જઈ રહી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.