તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીપ કમ્પસની કોમ્પીટિટર:C5 એરક્રોસ SUV ભારતમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર, કિંમતથી લઈને ફીચર્સ સુધી બધું જાણો

4 મહિનો પહેલા
  • સિટ્રોન C5 એરક્રોસમાં 2.0 લિટર, ઈનલાઈન-4, ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન મળશે
  • કંપની અન્ય ઉત્પાદકોની તુલનામાં પેટ્રોલની જગ્યાએ ડીઝલ એન્જિન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે

ભારતીય માર્કેટ માટે સિટ્રોન (Citroen)નું પહેલું વાહન 'C5 એરક્રોસ' મે 2021 સુધી માર્કેટમાં આવવાની સંભાવના છે. ટેસ્ટિંગ દરમિયાન SUVના પ્રોડક્શન-નીયર મોડેલને ઘણી વખત ભારતીય રસ્તાઓ પર દેખાઈ છે. આ SUVને તમિલનાડુના હોસુરમાં ગ્રુપમાં PSA અને સીકે બિરલાના જોઈન્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં એસેમ્બલ કરવામાં આવશે.

C5 એરક્રોસમાં 2.0 લિટર ડીઝલ એન્જિન મળશે
સિટ્રોન C5 એરક્રોસમાં 2.0 લિટર, ઈનલાઈન-2, ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિનથી સજ્જ કરવામાં આવશે. આ એન્જિન ક્રમશઃ 176 હોર્સ પાવર અને 400NMનો મેક્સિમમ પાવર અને ટોર્ક રેટેડ છે. તે ઉપરાંત કંપની 1.5 લિટર ઓયલ-બર્નર રજૂ કરવાની પણ યોજના બનાવી રહી હતી, પરંતુ અપકમિંગ SUVના પ્રીમિયમ માર્કેટ પ્લેસમેન્ટને ધ્યાનમાં રાખતા કંપનીએ આ પ્લાનને ડ્રોપ કરી દીધો છે.

એન્ટ્રી લેવલથી લઇને લક્ઝુરિયસ ગાડીઓમાં થ્રી-સિલિન્ડર એન્જિનની ડિમાન્ડ વધી રહી છે, તેના ફાયદા અને નુકસાન શું છે જાણો

અન્ય ઉત્પાદકોથી અલગ છે સિટ્રોનની સ્ટ્રેટજી
રિપોર્ટ્સના અનુસાર, ગ્રુપ PSA પોતાના ઉત્પાદનોમાં પેટ્રોલ એન્જિનને રજૂ કરવા માટે ઉત્સુક નથી, તે પણ શરૂઆતના તબક્કામાં નહીં. તે ભારતમાં અન્ય તમામ કાર ઉત્પાદકોથી વિપરીત છે, જે પેટ્રોલ પાવરટ્રેન (મોટાભાગે ટર્બોચાર્જ્ડ) પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જેમ કે, સ્કોડા અને ફોક્સવેગનની પાસે તેમની રેન્જમાં કોઈ ડીઝલ એન્જિન નથી, એટલે સુધી કે સ્કોડા સુપર્બ અને કારૉક અથવા ફોક્સવેગન ટિગુઆન ઓલસ્પેસ જેવા પ્રીમિયમ વાહનો પર પણ નથી.

લુક્સની બાબતમાં C5 એરક્રોસ શાનદાર છે
લુક્સની વાત કરીએ તો, C5 એરક્રોસ તેના સ્પિલ્ટ હેડલેમ્પ્સ અને ગ્રિલ ડિઝાઈન, સ્ટાઈલિંશ ફ્રંટ બંપર, બ્લેક-આઉટ પિલર્સ, મશીન-કટ અલોય વ્હીલ્સ અને બ્લેક રૂફરેલ્સની કારણે ઘણી અલગ દેખાય છે. તેની નોઝ પર લોગોને ફ્રન્ટ ગ્રિલ પર સારી રીતે લગાવવામાં આવ્યો છે, જે એકદમ આકર્ષક દેખાય છે. SUVમાં ઓલ-LED લાઈટિંગ પણ મળે છે, જે સ્ટાઈલમાં એક પ્રીમિયમ ફીલ આપે છે.

ટોપ-10નાં લિસ્ટમાં મારુતિ સુઝુકીની 7 ગાડીઓ, વાર્ષિક આધારે 80%ના ગ્રોથ સાથે ક્રેટાએ 6 નંબર પર જગ્યા બનાવી

ભારતીય મોડેલમાં આ ફીચર્સ મળી શકે છે
તેના ઈન્ટરનેશનલ વર્ઝનમાં 12.3 ઈંચના ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, 8.0- ઈંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ, ડ્યુઅલ-ઝોન ક્લાઈમેટ કંટ્રોલ, પાવર-એડજસ્ટેબલ ડ્રાઇવર, ઈ-પાર્કિંગ બ્રેક, પેનારમિક સનરૂફ, પાવર્ડ ટેલગેટ વિધ જેશ્ચર કંટ્રોલ અને 6 એરબેગ્સ જેવા ઘણા ઈમ્પ્રેસિવ ઈક્વિપમેન્ટ્સ છે. ઈન્ડિયા-સ્પેક મોડેલમાં પણ કદાચઃ એક જ ટ્રિમમાં ઉપલબ્ધ થશે, જેમાં આ તમામ ફીચર્સ જોવા મળી શકે છે.

ભારતમાં આટલી કિંમત હોઈ શકે છે
અપકમિંગ સિટરોઈન C5 એરક્રોસની કિંમત 25-30 લાખ રૂપિયાની વચ્ચે હોવાની અપેક્ષા છે. ભારતીય માર્કેટમાં તેની સૌથી મોટી ટક્કર જીપ કમ્પસ સાથે થશે. ગ્રુપ PSAના C5 બાદ વધારે વાહન લોન્ચ કરવાની યોજના છે, જેમાં એક સબ-4 મીટર SUV (કોડનેમ C21), એક પ્રીમિયમ હેચબેક અને એક સેડાન સામેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો