ફ્રેન્ચ કાર મેકર કંપની સિટ્રોએને પોતાની કારની કિંમત વધારવા અંગેની જાહેરાત કરી દીધી છે. કંપનીની ઈન્ડિયન ઓટોમોબાઈલ માર્કેટમાં બે કાર C3 અને C5 એરક્રોસ છે. સિટ્રોએને C3ની કિંમતમાં ₹27,500 અને C5 એરક્રોસમાં ₹50,000નો વધારો કર્યો છે. વધેલા ભાવ 1 જાન્યુઆરી, 2023થી લાગૂ થઈ ચૂક્યા છે.
C5 એરક્રોસ 37.17 લાખ રુપિયાની થઈ છે
સિટ્રોને C5 એરક્રોસનાં ફેસલિફ્ટ વર્ઝનને સપ્ટેમ્બર 2022માં 36.67 લાખ રુપિયાની એક્સ શો-રુમ કિંમત પર ભારતમાં લોન્ચ કર્યું હતું. આ SUV સિંગલ ટોપ સ્પેક વેરિઅન્ટમાં આવે છે. કિંમત વધવાના કારણે તેની એક્સ શો-રુમ કિંમત 37.17 લાખ રુપિયા થઈ ગઈ છે.
C5 એરક્રોસ ફીચર
અપડેટની વાત કરીએ તો કંપનીએ C5 એરક્રોસનાં ફ્રન્ટ લૂકને ફ્રેશ ડિઝાઈન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેનાં ફ્રન્ટમાં ટ્વિક્ડ હેડલાઈટ્સ, બંને તરફ ટ્વિન DRLs આપવામાં આવી છે. C5 એરક્રોસમાં નવી બોડી ક્લોટિંગ અને એલોય વ્હીલ્સ જોવા મળશે. આ SUVનાં ઈન્ટિરિયરમાં અનેક નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. તેમાં એન્ડ્રોઈડ ઓટો પ્લે અને એપલ કારપ્લે કનેક્ટિવિટીની સાથે 10 ઈંચની ટચસ્ક્રિન ઈન્ફોનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. તે સિવાય હાઈડ્રોલિક કુશન સસ્પેંશનની સાથે હિટીંગ અને કૂલિંગ ફીચરવાળી સીટ મળે છે.
₹27,500 રુપિયા મોંઘી થઈ સિટ્રોએન C3
આ સાથે જ સિટ્રોન C3નાં કુદરતી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન વેરિઅન્ટની કિંમતમાં ₹27,500નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ટર્બો પેટ્રોલ વેરિઅન્ટની કિંમતમાં 20,000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. સિટ્રોને C3માં નવું ફીલ 1.2 ટર્બો-પેટ્રોલ ડ્યુઅલ ટોન વેરિઅન્ટ રજૂ કર્યું છે, જેની કિંમત 8.10 લાખ રૂપિયા એક્સ શો-રૂમ છે.
સિટ્રોન C3નાં ફીચર્સ
જો દેખાવની વાત કરીએ તો કાર શેવરોન (બ્રાન્ડ લોગો)થી લઈને કોન્ટ્રાસ્ટ ઇન્સર્ટ્સ સાથે ડ્યુઅલ-ટોન ટ્રીટમેન્ટ, આકર્ષક ક્રોમ એલિમેન્ટ્સથી લઈને હેવી ક્લેડીંગ સુધી દરેક રીતે અદભૂત છે. હકીકતમાં, કાર બેબી C5 જેવી લાગે છે. C3માં 10 ઇંચના કેપેસિટિવ ટચસ્ક્રીન યુનિટ સાથે સ્ટીક-આઉટ ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેને એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો જેવી ડ્રાઇવરની સ્માર્ટફોન એપ્લિકેશનોની એક્સેસ મળે છે. આ કારમાં એક USB ચાર્જર અને ફ્લેટ-બોટમ મલ્ટી-ફંક્શનલ સ્ટીયરિંગ વ્હીલ સાથે 12V સોકેટ પણ મળે છે.
ડેશબોર્ડ પરની વાઈબ્રન્ટ પેનલ કારનાં એક્સટીરિયર શેડને મળે છે, જ્યારે ગ્લોસી બ્લેક બેઝલ્સવાળા એર-કોન વેન્ટ્સ સી5 એરક્રોસ જેવા હોય છે. આ કસ્ટમમાં 8 સીટર કોવ ઓપ્શન પણ મળશે અને સ્માર્ટફોન ક્લેમ્પ્સને અટેચ કરવાની જગ્યા છે. C3માં 2540mm વ્હીલબેઝ અને 315 લીટરની બૂટ સ્પેસ પણ આપવામાં આવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.