તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેસ્લા દમદાર તૈયારીની સાથે ભારત આવશે:વર્ષના અંત સુધીમાં કંપની દેશમાં 7 ઈ-કાર લોન્ચ કરશે, જેની કિંમત 60 લાખથી 2 કરોડ રૂપિયા હશે

ન્યૂયોર્કથી મોહમ્મદ અલીએક મહિનો પહેલા
કંપની ભારતમાં એકથી વધારે મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા જઈ રહી છે. તેમાંથી એક કર્ણાટકમાં હશે. આ ફેક્ટરીની ક્ષમતા અઢી લાખ કાર બનાવવાની હશે અને લગભગ 10,000 લોકોને રોજગારી મળશે.

ઈલોન મસ્કની ટેસ્લા શાનદાર તૈયારીની સાથે ભારત આવી રહી છે. કંપનીનો ઈરાદો ખાનગી અને જાહેર પરિવહન ક્ષેત્રમાં ક્રાંતિકારી ફેરફાર કરવાનો છે. આ વર્ષના અંત સુધી કંપની ભારતમાં સાત ઈ-કાર લોન્ચ કરશે, જેના એન્ટ્રિ લેવલ મોડેલની કિંમત 60 લાખ રૂપિયા હશે.

તે સાથે જ ટેસ્લાની નજર ભારતમાં સસ્તી ઈ-કાર, બાઈક અને ઓટો માર્કેટ પર છે. કંપની પબ્લિક ટ્રાન્સપોર્ટ સેગમેન્ટ પર શહેરોની વચ્ચે હાઈપર લૂપ નેટવર્ક પર કામ કરી રહી છે. ટેસ્લાના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે, અમે ભારતમાં એકથી વધારે મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા જઈ રહ્યા છીએ.

તેમાંથી એક કર્ણાટકમાં હશે, જે આ વર્ષના અંત સુધી શરૂ થઈ શકે છે. આ ફેક્ટરીની ક્ષમતા વાર્ષિત અઢી લાખ કાર બનાવવાની હશે અને લગભગ 10 હજાર લોકોને રોજગાર મળશે. તેમણે કહ્યું કે, કંપની માર્કેટમાં પોતાની જગ્યા બનાવવા માટે અગ્રેસિવ સ્ટ્રેટજીની સાથે આવશે.

આ વર્ષના અંત સુધી ટેસ્લા ભારતમાં સાત પ્રીમિયમ ઈ-કાર લોન્ચ કરશે. તેમાં ચાર એક્સ લોન્ગ રેન્જ અને ત્રણ મોડેલ 3 સ્ટાન્ડર્ડ રેન્જના હશે. ટેસ્લા મોડેલ 3ની અંદાજિત કિંમત 60 લાખ, મોડેલ Sની કિંમત 1.50 કરોડ અને મોડેલ Xની કિંમત 2 કરોડ રૂપિયા હશે.

તે સ્પષ્ટ છે કે ભારતમાં કારનું સસ્તુ વર્ઝન નિર્માણ શરૂ કરતા પહેલા કંપનીનું ધ્યાન શરૂઆતના કેટલાક વર્ષોમાં પ્રીમિયમ કાર માર્કેટ પર છે. મોડેલ 3 સેડાન (યુએસ-સ્પેક) ત્રણ ઈલેક્ટ્રિક પાવરટ્રેન ઓપ્શન છે- સ્ટાન્ડર્ડ પ્લસ, લોન્ગ રેન્જ અને પર્ફોર્મન્સ. ભારતીય મોડેલને સ્ટાન્ડર્ડ પ્લસ વરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવે તેવી સંભાવના છે. બાકીના બે બાદમાં આવશે. મોડેલ Sના પણ ત્રણ વેરિઅન્ટ હશે- 75D, 100D, P100D.

ત્રણેય સિંગલ-સ્પીડ ગિયરબોક્સ વર્ઝન છે. એક્સ મોડેલ પણ ત્રણ વેરિઅન્ટમાં હશે. તેમાં મુખ્ય તફાવત બેટરીનું પ્રદર્શન હશે. ઓટો એક્સપર્ટ ડેવિડ લેગેટના જણાવ્યા પ્રમાણે, ભારતના શહેરી મધ્યમ વર્ગ, ખાસ કરીને શહેરી શ્રીમંત વર્ગ પર્યાવરણ પ્રત્યે જાગૃત છે.

આવી સ્થિતિમાં લોન્ચિંગ બાદ ટેસ્લાની માર્કેટમાં ભાગીદારી બે ગણી થઈ શકે છે. ટેસ્લા દેશમાં શહેરોને જોડવા માટે હાઈપર લૂપ ટેક્નિકથી પોડ ટેક્સી પર કામ કરી રહી છે. પોડ ટેક્સી પર્સનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ છે, જેમાં નાના સ્વચાલિત વાહનો સામેલ હોય છે. તે ખાસ ટ્રેક પર ચાલે છે.

ટેસ્લા દેશમાં આવા ત્રણ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. તેમાં મુંબઈ-પુણેની વચ્ચે, બેંગલુરુ, ઈન્ટરનેશનલ એરપોર્ટને શહેરથી જોડવા અને દિલ્હીને ચંડીગઢથી જોડવા માટે હાઈપર લૂપ પ્રોજેક્ટ લાવશે. પોડ ટેક્સીની સ્પિડ વીમાન કરતા ત્રણ ગણી વધુ ઝડપી છે. ટેસ્લાને 2025 સુધીમાં પોડ ટેક્સીઓ માટે સિક્યોરિટી સર્ટિફિકેશ મળવાની આશા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો