TVSનાં મોટોવર્સમાં ‘RAIDER 125’ લોન્ચ:સ્માર્ટફોન કનેક્ટ કરીને વોઈસથી કમાન્ડ આપી શકશો, પેટ્રોલ પૂરું થતાં પહેલા મળશે નોટિફિકેશન

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

TVS કંપનીએ ભારતમાં ‘RAIDER 125’ બાઈકમાં નવું બ્લૂટુથ કનેક્ટિવિટીવાળું મોડેલ લોન્ચ કર્યો છે. ટૂ-વ્હીલર ઓટો જાયન્ટે 125ccની બાઈકમાં નવું 5 ઈંચનું TFT ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે. તમે તમારી બાઈકને સ્માર્ટફોનથી કનેક્ટ કરીને ગૂગલ વોઈસ અસિસટન્ટની મદદથી કંટ્રોલ કરી શકશો. બાઈકની સ્ટાર્ટિંગ પ્રાઈસ 99,999 રુપિયા (એક્સ શો-રુમ, ન્યૂ દિલ્હી) રાખવામાં આવી છે. 5.9 સેકન્ડમાં બાઈક 0-60 કિમીની સ્પીડ એક્સીલરેટ કરી શકો.

મોટોવર્સે રિલિઝ કરી Raider
TVS એ પોતાના મેટાવર્સ પ્લેટફોર્મમાં ‘મોટોવર્સ’ પણ રિલીઝ કર્યું. મોટોવર્સમાં યુઝર્સને ગેમિંગ ગ્રાફિક્સનો અનુભવ પણ મળશે. મોટોવર્સમાં જ કંપનીએ પોતાની ‘TVS RAIDER 125’ બાઈક લોન્ચ કરી. મોર્ડન વર્લ્ડમાં ડિજિટલ ઓડિયન્સને ધ્યાનમાં રાખીને કંપનીએ ટેકનોલોજીનો સહારો લીધો. આ પહેલા કોઈપણ ટુ-વ્હીલર બ્રાન્ડે પોતાની પ્રોડક્ટ મેટાવર્સમાં લોન્ચ કરી ન હતી.

TVSએ નવા TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથે મોટોવર્સમાં RAIDER 125 લોન્ચ કરી, તેની કિંમત 99,999 રૂપિયા છે
TVSએ નવા TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથે મોટોવર્સમાં RAIDER 125 લોન્ચ કરી, તેની કિંમત 99,999 રૂપિયા છે

TFT કંસોલમાં બ્લૂટુથ કનેક્ટિવિટી મળશે
કારની ઈન્ફોટેન્મેન્ટની બાઈકમાં TFT કનેક્ટિવિટી જાહેરાત કરી હતી. TVSને પાછળના દિવસોમાં NTorq સ્કૂટીમાં પણ આ પ્રકારના કનેક્ટિવિટી ફીચર ઉમેર્યું. બ્લૂટુથ કનેક્ટેડ હેલ્મેટની મદદથી તમે વોઈસ કમાન્ડ આપી શકશે.

ફ્યૂલ ખતમ થવા પર નોટિફિકેશન મળશે
તમે મ્યુઝિક પ્લેઇંગ ઓપ્શન્સ, મેપ નેવિગેશન, નોટિફિકેશન કંટ્રોલ સહિત વરસાદની આગાહી પણ જાણી શકશો. જ્યારે ઈંધણ ખતમ થઈ જશે તો બાઈક તમને નજીકના પેટ્રોલ પંપ સ્ટેશન પર લઈ જવા માટે નેવિગેટ કરશે. ‘ડૂ નોટ ડિસ્ટર્બ’ મોડ ચાલુ કરતાં જ સિસ્ટમની મદદથી કોલ ઘટી જશે.

હેન્ડલમાં ગેમિંગનો અનુભવ મળશે
ફીયરી યલો અને વિકેડ બ્લેક કલરમાં હાજર આ બાઇક ગ્રાહકને ગેમિંગનો અનુભવ કરાવશે. આ ‘ટેક ગેજેટ’ના હેન્ડલમાં બંને બાજુ ગેમિંગ કન્સોલની જેમ HMI એક્શન બટન આપવામાં આવ્યું છે. તમે ડાબા હાથના બટનથી વોઇસ કમાન્ડ આપી શકશો. આ સાથે જ જમણા હાથના બટનથી મેન્યુ ખુલશે. બટનની મદદથી યૂઝર્સ કોલને સ્વીકારી કે રિજેક્ટ કરી શકશે. તમે વોઈસ કમાન્ડ સપોર્ટ સાથે વર્તમાન સ્થાન, નજીકની રેસ્ટોરાં અને પેટ્રોલ પંપ જેવા સ્થાનો પર સર્ચ કરી શકશો.

બાઈકમાં 10 લિટરનું ફ્યૂલ ટેન્ક
TVS Raider 125માં 10 લિટરનું ફ્યૂલ ટેન્ક લાગ્યું છે. 5 સ્પીડ ગિયર બોક્સવાળી બાઈકનું વજન 123 કિલો છે. તેમાં 17 ઈંચના એલોય વ્હીલ્સ, ટેલિસ્કોપિક ફોર્ક, મોનોશોક, પીતળ ટાઈપ ફ્રન્ટ ડિસ્ક અને રિયર સાઈડ પર ડ્રમ બ્રેક લાગેલી છે. આ એન્જિન 11.2bhpની પાવર જનરેટ કરી શકશે.

જૂનું મોડેલ 93 હજાર રુપિયાનું હતું
બ્લૂટુથ કનેક્ટિવિટીવાળી ‘વિકેડ એડિશન’ની કિંમત 99,999 રુપિયા રાખવામાં આવી હતી. આ બાઈકના જૂના મોડેલની કિંમત 93,489 રુપિયા (એક્સ શો-રુમ, ન્યૂ દિલ્હી) છે.