નવા વર્ષે ફટકો:નવા વર્ષે ગાડી ખરીદવી મોંઘી પડશે, કાચા માલના ભાવ વધવાથી મારુતિ, મર્સિડીઝ અને ઓડીની ગાડીઓના ભાવ વધી જશે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

જો તમે નવા વર્ષે નવી ગાડી ખરીદવાનું વિચારી રહ્યા હો તો પ્લાનિંગ જરા વહેલું કરી લો. જાન્યુઆરી 2022થી ઘણી કંપનીઓ ગાડીના ભાવ વધારવા જઈ રહી છે. આ લિસ્ટમાં સસ્તી હેચબેક બનાવતી મારુતિથી લઈને લક્ઝરી ઓટોમોબાઇલ કંપની મર્સિડીઝ અને ઓડી સુધીની ગાડીઓ સામેલ છે. તેથી, તમારે આ મહિને જ કાર ખરીદવાનું પ્લાનિંગ કરી લેવું જોઈએ. તો ચાલો જાણીએ આવતા મહિનાથી કઈ કંપનીની કાર કેટલી મોંઘી થવાની છે.

કાચા માલ અને ઓપરેશન ખર્ચને કવર કરવા માટે ભાવમાં સુધારો થશે
કાચા માલ અને ઓપરેશન ખર્ચને કવર કરવા માટે ભાવમાં સુધારો થશે

મર્સિડીઝ બેન્ઝની કિંમતમાં 2% સુધીનો વધારો થશે
મર્સિડીઝ બેન્ઝે જણાવ્યું કે તે 1 જાન્યુઆરી, 2021થી કારની કિંમતમાં 2% સુધીનો વધારો કરશે. કાચા માલની કિંમતમાં વધારાને કારણે તે આ પગલું ઉઠાવી રહી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કાચા માલ અને ઓપરેશન ખર્ચને કવર કરવા માટે ભાવમાં સુધારો કરવાની જરૂર છે. જો કે, કેટલાક સિલેક્ટેડ મોડેલ પર ભાવવધારો કરી શકાય છે.

ઓડી પણ જાન્યુઆરીથી તેની કાર 3% મોંઘી કરવા જઈ રહી છે
ઓડી પણ જાન્યુઆરીથી તેની કાર 3% મોંઘી કરવા જઈ રહી છે

ઓડીના ભાવ 3% સુધી વધશે
જર્મન લક્ઝરી ઓટોમોબાઇલ કંપની ઓડી પણ જાન્યુઆરીથી તેની કાર 3% મોંઘી કરવા જઈ રહી છે. ઓડી કારની કિંમત વધવાનું કારણ કાચા માલની કિંમતોમાં વધારો થવાનું છે. ઓડી ઈન્ડિયાના હેડ બલબીર સિંહ ધિલ્લોને જણાવ્યું કે, 'અમે હંમેશાં અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરીએ છીએ. પરંતુ વધતા જતા ભાવની અસર આપણા પર સતત પડી રહી છે. તેથી અમે ભાવ વધારવાનો નિર્ણય કર્યો છે.

દર વખતની જેમ આ વખતે પણ અલગ-અલગ મોડેલના ભાવમાં અલગ-અલગ વધારો કરવામાં આવશે
દર વખતની જેમ આ વખતે પણ અલગ-અલગ મોડેલના ભાવમાં અલગ-અલગ વધારો કરવામાં આવશે

મારુતિ સુઝુકીની ગાડીઓ પણ મોંઘી થશે
દેશની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાએ પણ જાન્યુઆરી 2022થી ગાડીના ભાવ વધારવાની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું કે, કાચા માલના ભાવ વધારાની અસરને સરભર કરવા માટે ભાવવધારો કરવામાં આવી રહ્યો છે. હાલમાં કંપનીએ જણાવ્યું નથી કે તે કેટલા ટકા ભાવ વધારશે. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે દર વખતની જેમ આ વખતે પણ અલગ-અલગ મોડેલના ભાવમાં અલગ-અલગ વધારો કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...