તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્રંટ ગિયર:નેચરલી એસ્પિરેટેડ એન્જિન ખરીદવું કે ટર્બોચાર્જ્ડ? બંનેમાંથી કયું વધારે સારું અને વિશ્વાસપાત્ર છે જાણો

5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નેચરલી એસ્પિરેટેડમાં ગેસ સિલિન્ડરમાં નેચરલ રીતે અંદર આવે છે
 • ટર્બોચાર્જ્ડ એન્જિનમાં એક્ઝોસ્ટ ગેસ ફરથી ઉપયોગમાં લઈ શકાય છે

જ્યારે પણ નવી ગાડી ખરીદવા જાઓ ત્યારે સામાન્ય રીતે આ શબ્દ સાંભળવા મળી જ જાય છે કે તેમાં નેચરલી એસ્પિરેટેડ એન્જિન છે કે પછી ટર્બોચાર્જ્ડ એન્જિન છે. આવી સ્થિતિમાં, થોડી મૂંઝવણ ઊભી થાય છે કે આખરે આ બંને એન્જિનમાં શું તફાવત છે અને કયું એન્જિન વધારે સારું છે.

જો તમે પણ નેચરલી એસ્પિરેટેડ અથવા ટર્બોચાર્જ્ડ એન્જિન વચ્ચે કન્ફ્યૂઝ હો તો ચાલો સમજીએ કે બંનેમાં શું તફાવત છે અને કયું વધારે વિશ્વાસપાત્ર છે.

નેચરલી એસ્પિરેટેડ એન્જિન કેવી રીતે કામ કરે છે?

 • સૌ પ્રથમ એ સમજવું જરૂરી છે કે, આ એન્જિન કેવી રીતે કાર્ય કરે છે. તમે સાંભળ્યું હશે કે એન્જિનમાં 3 સિલિન્ડર છે અને કેટલાક પાસે 4 સિલિન્ડર છે. સિલિન્ડરમાં ત્રણ મુખ્ય કોમ્પોનન્ટ હોય છે - પહેલું પિસ્ટન, બીજું ક્રેંક શોફ્ટ અને ત્રીજું કનેક્ટિંગ રોડ. હવે માત્ર સિલિન્ડરથી જ ગાડી નથી દોડતી. તેમાં ફ્યુલ ડિલિવરી સિસ્ટ અને તેના ચાર મુખ્ય કોમ્પોનન્ટ હોય છે, જેમાં ઇન્ટેક, વાલ્વ, ફ્યુલ ઇન્જેક્ટર્સ અને સ્પાર્ક પ્લગનો સમાવેશ થાય છે.
 • અત્યારે લગભગ તમામ એન્જિન ફોર-સ્ટ્રોક પ્રિન્સિપાલ પર કાર્ય કરે છે. એટલે કે, તમામ કામ ફોર-સ્ટ્રોકમાં થાય છે, જેના કારણે વાહન ચાલે છે. ફોર સ્ટ્રોક એટલે કે સિલિન્ડરની અંદર પિસ્ટન ચાર વખત ઉપર-નીચે થાય છે.
 • પહેલા સ્ટ્રોકમાં સિલિન્ડરની અંદર નેચરલી ગેસ આવે છે અને આ દરમિયાન ફ્યુલ ઇન્જેક્ટર તેમાં ફ્યુલ નાખે છે, બીજા સ્ટ્રોકમાં પિસ્ટન, એર અને ફ્યુલનાં મિક્સ્ચરને કમ્પ્રેસ કરે છે અને આ જ સમય દરમિયાન સ્પાર્ક પ્લગ પોતાનું કામ કરે છે - ઇગ્નિશન હોવાને કારણે એર ફ્યુલનું મિક્સર એક્સપાન્ડ થાય છે અને પિસ્ટન નીચે જાય છે અને આ સ્ટ્રોકને કમ્બશન સ્ટ્રોક કહેવામાં આવે છે. ચોથા સ્ટ્રોકમાં ગેસ એક્ઝોસ્ટ વાલ્વમાંથી બહાર નીકળીને વાતાવરણમાં મિક્સ થઈ જાય છે. આ રીતે નેચરલી એસ્પિરેટેડ એન્જિન કામ કરે છે.
 • આને નેચરલી એસ્પિરેટેડ એટલે કહેવાય છે કારણ કે, પહેલા સ્ટ્રોક દરમિયાન સિલિન્ડરની અંદર જે એર આવે છે તે નેચરલ પ્રોસેસથી આવે છે, તેને કોઈ પ્રકારે ફોર્સ કરવામાં નથી આવતો.

ટર્બોચાર્જ્ડ એન્જિન કેવી રીતે કામ કરે છે?

 • નેચરલી એસ્પિરેટેડમાં ગેસ એક્ઝોસ્ટ વાલ્વમાંથી બહાર નીકળી જાય છે અને તેનું બીજું પાસું એ પણ છે કે નેચરલી એસ્પિરેટેડ એન્જિનમાં જે એનર્જી પ્રોડ્યુસ થાય છે તે બહુ વધુ માત્રામાં બરબાદ થઈ જાય છે.
 • પરંતુ ટર્બોચાર્જ્ડ એન્જિનમાં આ એનર્જીને પણ ટર્બો ચાર્જરની મદદથી બીજીવાર યુઝ કરવામાં આવે છે, જેનાથી વધુ એર સિલિન્ડરમાં તો ભરી જ શકાય છે પણ સાથે વધુ પાવર પણ પ્રોડ્યુસ થાય છે. જેથી, એનર્જી લોસ ઘટાડી શકાય
 • મોટાભાગે સમજીએ તો ટર્બોચાર્જ્ડ એન્જિન બે બ્લેડ ધરાવે છે. એક ટર્બાઇન છે (જેના કારણે તેનું નામ ટર્બો રાખવામાં આવ્યું હતું) અને બીજું કમ્પ્રેશન બ્લેડ છે. બંને બ્લેડ એકબીજા સાથે શોફ્ટની મદદથી જોડાયેલી હોય છે.
 • તેનાથી એ થાય છે કે એક્ઝોસ્ટ ગેસ (જે બહાર નીકળી રહી હોય છે) તેનાથી ટર્બાઇન ફરે છે અને બંને બ્લેડ એકબીજા સાથે કનેક્ટ હોવાથી કમ્પ્રેશન બ્લેડ પણ ફરે છે અને તેનાથી એર કમ્પ્રેસ થઈને સિલિન્ડરમાં પાછી આવી જાય છે. એટલે કે, આમાં વધારે એફિશિયન્ટલી ફ્યુલનો ઉપયોગ કરવામાં આવી શકે છે અને પાવરની પણ ઓછી જરૂર પડે છે કારણ કે, આમાં એક્ઝોસ્ટ ગેસને જ બીજીવાર યુઝ કરવામાં આવે છે. આ રીતે ટર્બોચાર્જ્ડ એન્જિન કામ કરે છે.

બંનેમાં શું ફરક હોય છે?

 • તફાવત એ છે કે ટર્બોચાર્જ્ડ એન્જિનમાં પહેલા સ્ટ્રોક દરમિયાન જે એર સિલિન્ડરમાં મોકલવામાં આવે છે તે ફોર્સફુલી મોકલવામાં આવે છે. તેનાથી ફાયદો એ થાય છે કે નાના એન્જિનમાં પણ વધુ પાવર પેદા કરાવી શકાય છે.
 • ઉદાહરણ તરીકે, ફોર્ડનું ઇકોબૂસ્ટ એન્જિન, નાનું અને થ્રી-સિલિન્ડર હોવા છતાં, વધુ પાવર આઉટપુટ (123bhp) જનરેટ કરે છે. જ્યારે હોન્ડા સિટીનું 1.5 લિટર નેચરલી એસ્પિરેટેડ એન્જીન ફક્ત 117bh પાવર જનરેટ કરી શકે છે.
 • એટલે કે ટર્બોચાર્જ્ડ એન્જિન દ્વારા, નાના એન્જિનમાં પણ વધુ પાવર આઉટપુટ જનરેટ થઈ શકે છે અને નાનું હોવાને કારણે તે ફ્યુલનો વપરાશ પણ ઘટાડે છે.

બંનેમાં વધુ વિશ્વાસપાત્ર કયું છે?

 • સ્વાભાવિક રીતે નેચરલી એસ્પિરેટેડ એન્જિન વધુ વિશ્વસનીય હશે કારણ કે, તેમાં જે એર આવી રહી છે તે નેચરલી આવી રહી છે. તેમાં કોઈ અલગ પ્રકારની ડિવાઇસ જોડવામાં નથી આવી. જેનો અર્થ એ છે કે એન્જિનને ઓછું નુકસાન થશે.
 • જ્યારે, ટર્બોચાર્જ્ડ એન્જિનમાં ફોર્સ ફુલ્લી એર મોકલવામાં આવી રહી છે. તેનાથી એન્જિનની વેર એન્ડ ટિયર તો વધે જ છે પણ સાથે તેની મેન્ટેન્સ કોસ્ટ પણ વધી જાય છે અને એન્જિનની લાઇફ પણ થોડી ઘટી જાય છે. તેથી, ટર્બોચાર્જ્ડ એન્જિન ભલે વધુ પાવર આપત્તું હોય પરંતુ તેની લાઇફ ઘટાડી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો