તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • Buy A Mahindra Tractor And Get Insurance Of Rs 1 Lakh, Customers Will Also Get Loan Facility From M Protected Covid Plan

સુવિધા:મહિન્દ્રા ટ્રેક્ટરની ખરીદી કરો અને 1 લાખ રૂપિયાનો ઇન્શ્યોરન્સ મળશે, ગ્રાહકોને M પ્રોટેક્ટેડ કોવિડ પ્લાનથી લોન લેવાની સુવિધા પણ મળશે

એક મહિનો પહેલા

કોરોના રોગચાળાની સૌથી વધુ અસર હવે ગામડાંમાં પણ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ઓટોમોબાઈલ કંપની મહિન્દ્રા ખેડૂતો માટે નવી સ્કીમ લાવી છે. આ સ્કીમમાં ખેડૂતોને હેલ્થ ઇન્શ્યોરન્સ અને લોન આપવામાં આવશે. જે ખેડૂતો મહિન્દ્રાનું ટ્રેક્ટર ખરીદશે તેઓ જ આ સુવિધા માટે પાત્ર બનશે.

ખેડૂતોને ઇન્શ્યોરન્સ અને લોન બંને મળશે
મહિન્દ્રાનું ટ્રેક્ટર ખરીદવા પર ખેડૂતોને 1 લાખ રૂપિયાનો હેલ્થ ઇન્શ્યોરન્સ મળશે. કંપનીનું કહેવું છે કે, હેલ્થ ઇન્શ્યોરન્સ સાથે ખેડૂત ખેતીના ખર્ચ માટે લોન પણ લઈ શકે છે.

મહિન્દ્રાનું ટ્રેક્ટર ખરીદવા પર ખેડૂતોને 1 લાખ રૂપિયાનો હેલ્થ ઇન્શ્યોરન્સ મળશે
મહિન્દ્રાનું ટ્રેક્ટર ખરીદવા પર ખેડૂતોને 1 લાખ રૂપિયાનો હેલ્થ ઇન્શ્યોરન્સ મળશે

M પ્રોટેક્ટેડ કોવિડ પ્લાન
આ પ્લાનનું નામ મહિન્દ્રાએ 'M પ્રોટેક્ટ કોવિડ' પ્લાન રાખ્યું છે. આ પ્લાન ટ્રેક્ટર ગ્રાહકોની સલામતી માટે લાવવામાં આવ્યો છે. જો ખેડૂતને કોરોના થાય તો તે આ પૈસામાંથી સારવાર મેળવી શકે છે. આ પ્લાનમાં કંપનીએ ખેડૂતના પરિવારને પણ કવર કર્યો છે. જેમાંથી પરિવારમાં કોઇપણ સભ્યની તબિયત ખરાબ થાય તો કંપની દ્વારા પ્રિ-અપ્રૂવ્ડ લોન આપવામાં આવશે. આ પ્લાન મહિન્દ્રા ટ્રેક્ટરની તમામ રેન્જ પર ઉપલબ્ધ રહેશે.