તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Automobile
  • Buy A Gear Lock For Only Rs 300 And Increase The Safety Of The Vehicle, A Thief Cannot Steal Even After Breaking The Lock

ફ્રંટ ગિયર:માત્ર 300 રૂપિયામાં ગિયર લોક ખરીદો અને ગાડીની સલામતી વધારો, ચોર લોક તોડ્યા પછી પણ ચોરી નહીં કરી શકે

11 દિવસ પહેલા

ઇન્ડિયન માર્કેટમાં હવે હાઇટેક ગાડીઓ આવી રહી છે. તેને એપ્લિકેશનની મદદથી ઓપરેટ કરી શકાય છે. આ સાથે જ તેમાં અનેક સિક્યોરિટી ફીચર્સ પણ આપવામાં આવ્યાં છે. તેમ છતાં હજી પણ ગાડીઓની ચોરીના સમાચાર આવતા રહે છે. આવી સ્થિતિમાં, કારની સલામતી વધારવી વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે. અહીં કારની સેફ્ટીને લગતા એવા લોક વિશે વાત કરવામાં આવી રહી છે જે ગાડીને અનેકગણી સુરક્ષિત રાખે છે.

ગિયર લોકનો ઉપયોગ કરો
કાર સેફ્ટી સંબંધિત કારમાં ઘણા પ્રકારના લોક આવે છે. પરંતુ ગિયર લોક કારને વધુ સેફ બનાવે છે. આ લોકની ખાસ વાત એ છે કે તે ખૂબ જ નાનું અને સસ્તું હોય છે. તેમજ, તેનો ઉપયોગ કરવો પણ ખૂબ જ સરળ છે. તે મેન્યુઅલ અને ઓટોમેટિક બંને પ્રકારના ગિયરબોક્સમાં કામ કરે છે. હેચબેકથી લઇને સિડેન અને SUV સુધી દરેક ગાડીમાં આ લોક યુઝ કરી શકાય છે. આ લોક એટલું મજબૂત હોય છે કે તે સરળતાથી તૂટી શકતું નથી અને તેને કાપી પણ શકતું નથી.

કાર આ રીતે સેફ રહે છે
આ લોકમાં એક સંપૂર્ણ કીટ આવે છે, જેને ગિયરબોક્સ પર ફીટ કરવામાં આવે છે. કીટમાં એક હેન્ડલ આપવામાં આવ્યું હોય છે, જેને ગિયરમાં ભરાવીને કીટ સાથે લોક કરી દેવામાં આવે છે. એટલે કે જો કોઈ ચોર કમારી કારનું ગેટ લોક તોડીને અંદર આવી જાય અને કાર સ્ટાર્ટ પણ કરી તેમ છતાં તે ગિયર નહીં બદલી શકે. એટલે કે કાર આગળ નહીં વધે.

કિંમત 300 રૂપિયાથી શરૂ થાય છે
કારના ગિયર લોકની કિંમત ઓનલાઇન ફક્ત 299 રૂપિયાથી શરૂ થાય છે. પરંતુ ક્વોલિટી અનુસાર, તેની કિંમત 3,000 રૂપિયા સુધી પહોંચી જાય છે. તમે તેને સમાન કિંમતે ઓફલાઇન માર્કેટમાંથી પણ ખરીદી શકશો. ફસ્ટિવલ સેલ શરૂ થઈ ગયો છે તેથી તમે આ પ્રકારના લોક પર એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મેળવી શકશો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો