તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

BS4 એન્જિનવાળા સ્કૂટર અને બાઈક પર બમ્પર ડિસ્કાઉન્ટ, એક્ટિવા 5G પર રૂ.10 હજારની છૂટ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ડીલર દ્વારા ડિસ્કાઉન્ટ ત્યારે આપવામાં આવશે જ્યારે BS4 મોડેલ સ્ટોકમાં ઉપલબ્ધ હશે

ઓટો ડેસ્ક. 1 એપ્રિલ 2020થી લાગુ થઈ રહેલા નવા નિયમો પ્રમાણે, ભારતીય રસ્તાઓ પર BS6 કમ્પ્લાયન્ટ એન્જિનવાળી ગાડીઓ દોડશે. એટલે કે, જે ગાડીઓમાં BS4 કમ્પ્લાયન્ટ એન્જિન છે, તેમનું વેચાણ નહીં થાય. આવી સ્થિતિમાં BS4 એન્જિન ધરાવતા ઘણા મોડેલ પર ઘણી કંપનીઓ ડિસ્કાઉન્ટ આપી રહી છે.  ડિસ્કાઉન્ટ ત્યારે મળશે જ્યારે BS4 મોડેલ ડીલરની  પાસે સ્ટોકમાં હશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ડીલર લોકો સ્ટોક ખાલી નહીં કરે તો માર્ચના છેલ્લા સપ્તાહમાં ડિસ્કાઉન્ટ વધારવામાં આવી શકે છે. ગ્રાહકોએ એ વાતનું ધ્યાન રાખવું પડશે કે શહેર અને ડીલર્સના પ્રમાણે આ ડિસ્કાઉન્ટ બદલાઈ શકે છે. 

હોન્ડાની BS4 ગાડીઓ પર ડિસ્કાઉન્ટ

એક્ટિવા 5G: આ સ્કૂટરની કિંમત 55,934 રૂપિયાથી શરૂ થાય છે. કંપની તેના પર 10,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. તેમાં ટોટલ પેકેજ એટલે કે ગાડીની એક્સેસરીઝ, વોરંટી, પર 5,000 રૂપિયા અને ICICI બેંકના ગ્રાહકો માટે 5000 રૂપિયાનું કેશબેક સામેલ છે. જો કે, અમુક ડીલર્સ આ સ્કૂટર પર 6,500 સુધી ઓફ આપી રહ્યા છે. 

એવિએટરઃ આ સ્કૂટરની કિંમત 57,560 રૂપિયાથી શરૂ છે. કંપની તેના પર 5,500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ડિસ્કાઉન્ટ સ્કૂટરના ટોટલ પેકેજ એટલે કે ગાડીની કિંમત, એક્સેસરીઝ, વોંરટી પર આપવામાં આવી રહ્યું છે. તે ડ્રમ, ડ્રમ અલોય અને ડિસ્કના ત્રણ વેરિઅન્ટમાં ખરીદી શકાય છે. 

સુઝુકીની BS4 ગાડીઓ પર ડિસ્કાઉન્ટ 
જિક્સર SF250: આ બાઈકની કિંમત 1.71 લાખ રૂપિયાથી શરૂ થાય છે. કંપની તેના પર 20,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ડિસ્કાઉન્ટ બાદ આ બાઈકની અત્યાર સુધીની સૌથી ઓછી કિંમત થઈ જશે. તેમાં 250ccનું એન્જિન આપવામાં આવ્યું છે. 


હીરોની  BS4 ગાડી પર ડિસ્કાઉ
ન્ટ
હીરોના BS4 એન્જિમાં પ્લેઝર  પ્લસ,  ડ્યુએટ, માસ્ટ્રો અને ડેસ્ટિની સ્કૂટર્સ આવે છે. આ સ્કૂટર પર ડીલર્સ અલગ અલગ ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. મહત્તમ ડિસ્કાઉન્ટ 10 હજાર રૂપિયા સુધી છે. ઘણા શહેરોમાં આ ડિસ્કાઉન્ટ 7,500 અને 2,500 રૂપિયા સુધી પણ આપવામાં આવી રહ્યું છે. 

બજાજની BS4 ગાડી પર ડિસ્કાઉન્ટ 
બજાજના મોટાભાગના મોડેલ BS6 કમ્પ્લાયન્ટ છે, પરંતુ કંપની અત્યારે BS4 પલ્સર ટ્વિન ડિસ્ક મોડેલ પર 15,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તો પલ્સર RS200ની કિંમતમાં 18,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. પલ્સર ટ્વિન ડિસ્કની એક્સ શોરૂમ કિંમત 89,837 રૂપિયા અને પલ્સર RS200ની એક્સ શોરૂમ કિંમત 1,41,933 રૂપિયા છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો